Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: પતંગરસિકો માટે આવ્યા સારા સમાચાર, ઉત્તરાયણના દિવસની જાણો શું છે આગાહી

14 અને 15 જાન્યુઆરીએ વાતાવરણમાં પલટાની શક્યતા નહીંવત છે
ahmedabad  પતંગરસિકો માટે આવ્યા સારા સમાચાર  ઉત્તરાયણના દિવસની જાણો શું છે આગાહી
Advertisement
  • ઉત્તરાયણમાં પવન અને દિશા બન્ને રહેશે અનુકૂળ
  • 14 અને 15 જાન્યુઆરીએ વાતાવરણમાં પલટાની શક્યતા નહીંવત
  • સૌરાષ્ટ્રમાં પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા

Uttarayan: પતંગરસિકો માટે સારા સમાચાર આવ્યા છે. જેમા ઉત્તરાયણમાં પતંગ ચગાવવા વધારે મહેનત કરવી પડશે નહીં. તેમાં ઉત્તરાયણમાં પવન અનુકૂળ રહેશે. તથા 14 અને 15 જાન્યુઆરીએ વાતાવરણમાં પલટાની શક્યતા નહીંવત છે. તેમજ સૌરાષ્ટ્રમાં પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. તથા 22 કિમી પ્રતિકલાકની ઝડપે પવનની ગતિ રહે તેવું અનુમાન છે.

આંચકાના પવનની ગતી 18 કિમીથી 29 કિમી રહેશે

પતંગ રસિકો માટે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. ઉત્તરાયણના દિવસે પવનની ગતિને લઈ રસિકો માટે સારા સમાચાર છે. જેમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તરાયણના દિવસે ભારે પવન વહેશે. તેમાં 14 મી જાન્યુઆરી ઉત્તરાયણે પવનની ગતી વધુ રહેશે. રાજ્યના વિવિધ ભાગોમાં પવનની ઝડપ 6 કિમિથી લઈ 17 કિમી પ્રતિકલાકની રહેશે. આંચકાના પવનની ગતી 18 કિમીથી 29 કિમી રહેશે.

Advertisement

સૌરાષ્ટ્રમાં પવનની ગતી લગભગ 6 કિમીથી 12 કિમી આસપાસ રહેશે

સુરતમાં પવનની ગતી સારી રહેશે તેમજ ઉત્તર ગુજરાતમાં પવનની ગતી મધ્યમ રહેશે. ત્યારે કચ્છના ભાગોમાં મધ્યમ ગતીએ પવન વહેશે. સૌરાષ્ટ્રમાં પવનની ગતી લગભગ 6 કિમીથી 12 કિમી આસપાસ રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન વહેશે. તેમજ 15 જાન્યુઆરી રાજ્યમાં પવનની ગતી મધ્યમથી સારી રહેશે. તથા 14 થી 16 જાન્યુઆરી રાજ્યના કેટલાક ભાગો વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 14થી 16 જાન્યુઆરીના દિવસે સવારે કેટલાક ભાગોમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેશે.

Advertisement

આ પણ વાંચો: Uttarayan: અમદાવાદીઓને પતંગ ખરીદવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડશે, જાણો કેમ

Tags :
Advertisement

.

×