Ahmedabad : ગોઝારા ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી Tathya Patel ને HC થી મોટો ઝટકો!
- ચકચારી ઇસ્કોન બ્રિજ કેસનાં આરોપીની મુશ્કેલી વધી (Tathya Patel Case)
- તથ્ય પટેલની નિયમિત જામીન અરજી હાઇકોર્ટે ફગાવી
- કેસની હજુ પણ વધુ તપાસ શરૂ હોવાનો સરકારનો પક્ષ
અમદાવાદનાં ગોઝારા ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં (SKCON Bridge Accident Case) મોટા સમાચાર આવ્યા છે. આરોપી નબીરા તથ્ય પટેલની (Tathya Patel) નિયમિત જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. કેસમાં હજુ પણ વધુ તપાસ ચાલુ હોવાની સરકાર દ્વારા દલીલ કરવામાં આવી હતી. જ્યારે, બચાવ પક્ષે 16 મહિનાની જેલ બાદ જામીન આપવાની દલીલ કરી હતી.
આ પણ વાંચો - Ahmedabad Metro ટ્રેનનાં મુસાફરો માટે આવ્યા ખુશીનાં સમાચાર, આ સમસ્યાનો આખરે આવ્યો અંત!
આરોપી તથ્ય પટેલની નિયમિત જામીન અરજી HC ફગાવી
અમદાવાદનાં (Ahmedabad) SG હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રિજ (SKCON Bridge) પર રાતે પૂરપાટ ઝડપે મોંઘદાટ કાર હંકારીને 9-10 નિર્દોષ લોકોને કચડી નાખનારા આરોપી નબીરા તથ્ય પટેલની નિયમિત જામીન અરજી હાઈકોર્ટે (Gujarat High Court) ફગાવી દીધી છે. આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે દલીલ કરી હતી કે, આ કેસમાં હજુ પણ વધુ તપાસ ચાલુ છે. સાથે જ કેસમાં 190 જેટલા સાક્ષીઓ હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. આરોપી તથ્ય પટેલે હાઇકોર્ટમાં કરેલી ડિસ્ચાર્જ અરજી પડતર હોવાનાં કારણે ટ્રાયલ કોર્ટમાં ટ્રાયલ આગળ ન વધે તો તેમાં પરિસ્થિતિઓનો વાંક ગણી શકાય નહીં તેવી પણ સરકારી વકીલે રજૂઆત કરી હતી.
આ પણ વાંચો - Banaskantha : કેન્દ્રીય મંત્રી Nitin Gadkari સાથે MP ગેનીબેન ઠાકોરની મુલાકાત, કરી આ રજૂઆત
16 મહિનાની જેલ બાદ જામીન આપવાની બચાવ પક્ષની દલીલ
જ્યારે બીજી તરફ બચાવ પક્ષે 16 મહિનાની જેલનો સમય લાંબો સમય ગણી અને જામીન આપવા કોર્ટમાં રજૂઆત કરી હતી. જણાવી દઈએ કે, અગાઉ પણ કોર્ટે આરોપી તથ્ય પટેલની (Tathya Patel) નિયમિત જામીન અરજી અને હંગામી જામીન અરજી 4 થી વધુ વખત નામંજૂર કરી હતી. જ્યારે, અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે (Ahmedabad Rural Sessions Court) પણ તથ્યનાં નિયમિત જામીન નામંજૂર કર્યા હતા. જો કે, તેમ છતાં આરોપી તથ્ય પટેલે ગુજરાત હાઈકોર્ટમાં નિયમિત જામીન અરજી કરી હતી.
આ પણ વાંચો - Ahmedabad : PMJAY યોજનાનાં બનાવટી કાર્ડનાં કૌભાંડમાં 6 આરોપીના રિમાન્ડ મંજૂર


