કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ( AHMEDABAD ) મહાનગરપાલિકાને ટકોર કરી હતી કે શહેરમાં વધુને વધુ પરકોલેટીંગ વેલ બને તેવું આયોજન કરો.વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લે તેવી સૂચના આપી હતી આમ છતાં જે તંત્ર છે તે આ...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ( AHMEDABAD ) મહાનગરપાલિકાને ટકોર કરી હતી કે શહેરમાં વધુને વધુ પરકોલેટીંગ વેલ બને તેવું આયોજન કરો.વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લે તેવી સૂચના આપી હતી આમ છતાં જે તંત્ર છે તે આ કામગીરી કરવામાં નિષ્ફળ ગયું હોય તેમ લાગે છે.. માત્ર 40 સોસાયટીઓ એ જ આ યોજનામાં રસ દાખવ્યો..
અમદાવાદ ( AHMEDABAD ) કોર્પોરેશન દ્વારા શહેરની પાણીની સમસ્યાયા થોડી હળવી કરવા પરકોલેટીંગ વેલની નીતિની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ શહેરીજનોએ આ નીતિમાં બહુ રસ દાખવ્યો હોય તેમ લાગતું નથી.. કોર્પોરેશન દ્વારા આ યોજનાને સફળ બનાવવા 80- 20 ની સ્કીમ લાગુ કરવામાં આવી. એટલે કે 80% રકમ કોર્પોરેશન આપશે અને 20% રકમ સોસાયટીએ ભરવાની રહેશે. છતાં નાગરિકો પરકોલેટીંગ વેલમાં રસ લઈ રહ્યા નથી. કોર્પોરેશનમાં પર કોલેટી વેલને લઈને માત્ર 40 અરજીઓ જ આવી છે અને તેમાં પણ 15 સોસાયટીઓએ નાણાં ભર્યા નથી..એટલેકે તેઓએ માત્ર કરવા ખાતર અરજી કરી છે. 35 સોસાયટીઓ જ પરકોલેટિંગ વેલનો ઉપયોગ કરશે. કોર્પોરેશન માં આવેલી અરજીઓમાં સૌથી વધુ અરજીઓ પૂર્વઝોનની છે.
Advertisement
પરકોલેટીંગ વેલની આવેલ અરજીઓને ઝોન પ્રમાણે જોઈએ તો
ઝોન આવેલો અરજીઓ
પશ્ચિમ 2
દક્ષિણ 6
પૂર્વ 17
ઉત્તર પશ્ચિમ 15
કુલ 40
40 અરજીઓ પૈકી 3 સોસાયટીમાં કામ પૂર્ણ થયું છે જ્યારે 4 સોસાયટીઓમાં કામગીરી ચાલુ છે.15 સોસાયટીઓ એ 20% ફાળો ભરેલ નથી
18 સોસાયટીઓ અંદાજ અને ટેન્ડર કરવાની પ્રક્રિયા ચાલુ છે.