Ahmedabad : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 ટકા અનામતનો મામલો, HC એ નોટિસ ફટકારી માગ્યો જવાબ
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 ટકા અનામતનો મુદ્દો હાઇકોર્ટમાં
- તમામ દલીલો બાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી માગ્યો જવાબ
- રાજ્ય ચૂંટણી કમિશન, રાજ્ય સરકારને આપી નોટિસ
- લેજિસ્લેટિવ એન્ડ પાર્લામેન્ટરી અફેર ડિપાર્ટમેન્ટને પણ નોટિસ
- પંયાયતી રાજ અને ગ્રામ્ય-શહેરી વિકાસ વિભાગને નોટિસ
Ahmedabad : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં (Sthanik Swaraj Election) 27% OBC અનામત સમાંતર લાભનો મામલો હવે હાઈકોર્ટમાં (HC) પહોંચ્યો છે. તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નોટિસ ફટકારીને આ અંગે માગ્યો છે. હાઈકોર્ટે રાજ્ય ચૂંટણી કમિશન (State Election Commission), રાજ્ય સરકાર, લેજિસ્લેટિવ એન્ડ પાર્લામેન્ટરી અફેર ડિપાર્ટમેન્ટ અને પંયાયતી રાજ અને ગ્રામ્ય-શહેરી વિકાસ વિભાગને નોટિસ ફટકારી છે. OBC કમિશનનાં રિપોર્ટમાં ભલામણોનું પાલન ન થતું હોવાનો દાવો કરાયો છે.
આ પણ વાંચો - Ahmedabad : ધંધુકાની હોસ્ટેલમાં વિદ્યાર્થી પર અત્યાચાર મુદ્દે DEO ની ટીમે શાળાને ફટકારી નોટિસ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 ટકા અનામતનો મુદ્દો હાઇકોર્ટમાં
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 27% OBC અનામત મામલે હાઈકોર્ટમાં (HC) અરજી કરાઈ હતી, જેમાં જ્ઞાતિની સંખ્યાનાં આધારને ધ્યાને લીધા વિના સમાંતર 27% અનામતની જોગવાઈ સુપ્રીમકોર્ટનાં હુકમનો તિરસ્કાર હોવાની રજૂઆત કરાઈ હતી. સાથે જ જસ્ટિસ ઝવેરીના વળપણ હેઠળ નિમાયેલ OBC કમિશનનાં રિપોર્ટની ભલામણોનું પાલન ન થતું હોવાનો પણ દાવો કરાયો છે.
આ પણ વાંચો - Gujarat : છોટાઉદેપુરમાં અંધશ્રદ્ધામાં બાળકીની બલી ચઢાવી!
તમામ દલીલો બાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી માગ્યો જવાબ
અરજદારે અરજીમાં જણાવ્યું કે, જનરલ કેટેગરીની સંખ્યા વધુ હોય અથવા OBC ની સંખ્યા વધુ હોય તેવી બંને સ્થિતિમાં 27% નું સમાંતર રિઝર્વેશન એ લોકોનાં હિતમાં નથી. રાજ્યમાં ઓબીસીની વસ્તી 27% થી વધુ હોય તેવા સંજોગોમાં માત્ર 27 % નું અનામત યોગ્ય નહીં હોવાની પણ અરજીમાં રજૂઆત કરાઈ છે. વિગતવાર તમામ દલીલોને અંતે હાઈકોર્ટે નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. હાઈકોર્ટે રાજ્ય ચૂંટણી કમિશન, રાજ્ય સરકાર, લેજિસ્લેટિવ એન્ડ પાર્લામેન્ટરી અફેર ડિપાર્ટમેન્ટ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, પંચાયતી રાજ અને ગ્રામ્ય અને શહેરી વિકાસ વિભાગ, શહેરી વિકાસ વિભાગને નોટિસ ફટકારી જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
આ પણ વાંચો - Rajkot : ગોંડલમાં પરપ્રાંતીય યુવકના મોતના કેસ મામલે રાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યા


