Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : HC એ સરકાર પાસે વળતરની વિગત, મેન્યુઅલ સ્કેવેન્જિંગ નાબૂદ કરવા બ્લુપ્રિન્ટ માગી

જજીસ બંગલો ખાતે મેન્યુઅલ સ્કેવેન્જિંગ દરમિયાન થયેલા મૃત્યુ બાદ કોન્ટ્રાક્ટરને સસ્પેન્ડ કરી બ્લેક લિસ્ટ કરાયાની વિગત આપી હતી.
ahmedabad   hc એ સરકાર પાસે વળતરની વિગત  મેન્યુઅલ સ્કેવેન્જિંગ નાબૂદ કરવા બ્લુપ્રિન્ટ માગી
Advertisement
  1. મેન્યુઅલ સ્કેવેન્જિંગ દરમિયાન સફાઈકર્મીઓનાં મૃત્યુ અંગે Gujarat High Court એ ચિંતા વ્યક્ત કરી
  2. હાઈકોર્ટે સરકાર પાસે મેન્યુઅલ સ્કેવેન્જિંગ નાબૂદ કરવા બ્લુપ્રિન્ટ માગી
  3. સફાઈકર્મીઓને ચુકવવાની વળતરની રકમ અંગે વિગત રજૂ કરવા આદેશ કર્યો
  4. જજીસ બંગલો ખાતેની ઘટનામાં કોન્ટ્રાક્ટરને સસ્પેન્ડ કરી બ્લેક લિસ્ટ કરાયાની વિગત રજૂ કરાઈ
  5. જામનગરમાં 2 દિવસ પહેલા સફાઈ ટેન્કની સફાઈ દરમિયાન 4 ને અસર થઈ હતી : અરજદાર

Ahmedabad : રાજ્યમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગ (Manual Scavenging) દરમિયાન સફાઈકર્મીઓનાં મૃત્યુ અંગે ઉચ્ચ ન્યાયાલય એ ચિંતા વ્યક્ત કરી છે. હાઈકોર્ટે (Gujarat High Court) સરકાર પાસે મેન્યુઅલ સ્કેવેન્જિંગ (હાથથી સફાઈ કરવી) નાબૂદ કરવા બ્લુપ્રિન્ટ માગી છે. સાથે જ સફાઈકર્મીઓને ચુકવવા પાત્ર વળતરની રકમ અંગેની વિગત રજૂ કરવા માટે પણ આદેશ કર્યો છે. આજે મેન્યુઅલ સ્કેવેન્જિંગ મામલે થયેલ જાહેરહિતની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.

આ પણ વાંચો - Gujarat IPS Association : DG મનોજ અગ્રવાલને ગુજરાત IPS એસો. નાં નવા અધ્યક્ષ બનાવ્યા

Advertisement

હાઈકોર્ટે સરકાર પાસે મેન્યુઅલ સ્કેવેન્જિંગ નાબૂદ કરવા બ્લુપ્રિન્ટ માગી

ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં (Gujarat High Court) આજે રાજ્યમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગ મામલે જાહેરહિતની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. દરમિયાન, મેન્યુઅલ સ્કેવેન્જિંગ દરમિયાન સફાઈકર્મીઓના મૃત્યુ અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે હાલમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગ દરમિયાન મૃત્યુ પામેલા સફાઈ કામદારોને ચુકવવાની વળતરની રકમ અંગે વિગતો રજૂ કરવા સરકારને આદેશ કર્યો છે. સાથે જ મેન્યુઅલ સ્કેવેન્જિંગ (Manual Scavenging) નાબૂદ કરવા અંગેની બ્લુ પ્રિન્ટ પણ માગી છે.

Advertisement

આ પણ વાંચો - Junagadh : કેશોદમાં વકીલ યુવકે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું, આપઘાત પહેલા લખી સુસાઇડ નોટ

જાગૃતતા માટે મેન્યુઅલ સ્કેવેન્જિંગ પર પ્રતિબંધના હોર્ડિંગ્સ લગાવીશું : એડવોકેટ જનરલ

માહિતી અનુસાર, સુનાવણીમાં જજીસ બંગલો ખાતે મેન્યુઅલ સ્કેવેન્જિંગ દરમિયાન થયેલા મૃત્યુ બાદ કોન્ટ્રાક્ટરને સસ્પેન્ડ કરી બ્લેક લિસ્ટ કરાયાની વિગત કોર્ટ સમક્ષ મુકાઈ હતી. એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, જાગૃતતા લાવવા મેન્યુઅલ સ્કેવેન્જિંગ પર પ્રતિબંધ હોવાના હોર્ડિંગ્સ લગાવીશું. જ્યારે, અરજદારે કોર્ટમાં જામનગરમાં (Jamnagar) 2 દિવસ પહેલા સેફ્ટી ટેન્કની સફાઈ દરમિયાન 4 લોકોને ઝેરી ગેસની અસર થઈ હોવાની માહિતી આપી હતી. કોર્ટે મેન્યુઅલ સ્કેવેન્જિંગ દરમિયાન સફાઈકર્મીઓનાં મૃત્યુ બાદ કોન્ટ્રાક્ટરો સામે લેવાયેલા પગલા અંગે રિપોર્ટ રજૂ કરવા પણ નિર્દેશ આપ્યા છે. આ મામલે હવે વધુ સુનાવણી 11 ઓગસ્ટનાં રોજ હાથ ધરાશે.઼

આ પણ વાંચો - Sabarkantha : ચિઠોડા પંચાયતનાં મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત, સભ્યોનાં ગંભીર આરોપ

Tags :
Advertisement

.

×