Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : સ્તન કેન્સર અંગે જાગૃતિ માટે 'ધ પિંક રન'નું આયોજન, ત્રણ શ્રેણીમાં યોજાશે દોડ

Ahmedabad : પિંક રન વ્યાવસાયિકો, સ્તન કેન્સર યોદ્ધાઓ, પરિવારો અને નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા, વહેલા નિદાનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ
ahmedabad   સ્તન કેન્સર અંગે જાગૃતિ માટે  ધ પિંક રન નું આયોજન  ત્રણ શ્રેણીમાં યોજાશે દોડ
Advertisement
  • HCG આસ્થા કેન્સર સેન્ટર દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું
  • સ્તન કેન્સરની જાગૃતિ અંગે ધ પિંક રનનું આયોજન
  • 5, ઓક્ટોબરે મોટી સંખ્યામાં દોડવીરો દોડ લગાવશે

Ahmedabad : HCG આસ્થા કેન્સર સેન્ટર (HCG Aastha Cancer Center) દ્વારા સ્તન કેન્સર અંગેની જાગૃતિ (Breast Cancer Awareness) માટે ધ પિંક રનનું (The Pink Run - Ahmedabad) આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન આગામી માસમાં 5, ઓક્ટોબર, રવિવારના રોજ યોજાનાર છે. ધ પિંક રનમાં ત્રણ શ્રેણીમાં દોડવીરો દોડ લગાવશે. આ દોડમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશનનું સ્કેનર જારી કરવામાં આવ્યું છે. જેમાં સરળતાથી સ્કેન કરીને દોડવીરો પોતાના નામની નોંધણી કરાવી શકે છે.

Advertisement

સહિયારૂ પ્લેટફોર્મ

"એ રન ઓફ સ્ટ્રેન્થ. અ સ્ટ્રાઈડ અગેઇન્સ્ટ બ્રેસ્ટ કેન્સર" થીમ પર આધારિત આ પિંક રન (The Pink Run - Ahmedabad) આરોગ્યસંભાળ વ્યાવસાયિકો, સ્તન કેન્સર યોદ્ધાઓ, પરિવારો અને નાગરિકોને જાગૃતિ ફેલાવવા અને વહેલા નિદાનને પ્રોત્સાહન આપવાના એક સહિયારા મિશનમાં એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે.

Advertisement

સંદેશાનો બહોળો પ્રચાર થશે

આ વખતે આ ધ પિંક રનમાં (The Pink Run - Ahmedabad) મોટી સંખ્યામાં દોડવીરો જોડાશે, લોક ભાગીદારી સહભાગીઓને પ્રેરણા આપવાની સાથે સાથે સ્તન કેન્સર સામે શક્તિ, એકતા અને કાર્યવાહીના સંદેશનો પણ બહોળો પ્રચાર કરશે. આ પ્રભાવશાળી કાર્યક્રમ રવિવાર, 5 ઓક્ટોબર 2025 ના રોજ સવારે 5:00 વાગ્યે, HCG આસ્થા કેન્સર સેન્ટર, ભાગવત વિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે યોજાશે.

આ કાર્યક્રમમાં ત્રણ શ્રેણીઓ હશે:

  • 5 કિમી - ફેમિલી ફન વોક
  • 10 કિમી - રન ફોર હોપ
  • 15 કિમી - પિંક ચેલેન્જ 

આ પણ વાંચો ----  VGRC :સ્થાનિક સ્ટ્રેન્થ ને ગ્લોબલ સ્ટ્રેન્થ સાથે જોડવાનો અદ્ભુત સંયોગ

Tags :
Advertisement

.

×