Ahmedabad Rain : શહેરમાં ધોધમાર વરસાદે એન્ટ્રી કરી, ગરમીમાંથી લોકોને મળી રાહત
- અમદાવાદમાં ધોધમાર વરસાદ (Rain) ની એન્ટ્રી
- પૂર્વ અને પશ્ચિમભાગના વિસ્તારોમાં વરસાદ
- મેમનગર, બોપલ,એસ.જી હાઈવે પાસે વરસાદ
- વરસાદના કારણે ગરમીમાંથી રાહત મળી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી. લાંબા સમય બાદ પૂર્વ અને પશ્ચિમ બંને ભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી. મેમનગર, બોપલ અને એસ.જી. હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ (Rain) ના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો અને લોકો ગરમીમાંથી રાહત અનુભવી રહ્યા છે.
શહેરના વિસ્તારોમાં વરસાદની અસર
શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) નોંધાયો છે. વસ્ત્રાપુર, નરોડા, અખબારનગર, મેમનગર, સી.જી. રોડ, પાલડી, જમાલપુર, ખાડિયા, લાલદરવાજા, બોડકદેવ, ઇસ્કોન, બોપલ, ઘુમા અને સોલા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. નરોડાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ, જેના કારણે લોકોને અવરજવર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વરસાદના કારણે સવારથી જ સમગ્ર શહેરમાં ઠંડકનો માહોલ છવાયો છે.
Gujarat First LIVE: Trump-Putin Alaska Summit LIVE | PM Modi Independence Day 2025 Speech https://t.co/OxKcUJlF3Z
— Gujarat First (@GujaratFirst) August 16, 2025
રાજ્યમાં ભારે વરસાદ (Heavy Rain) ની આગાહી
ગુજરાતના હવામાન વિભાગે રાજ્ય માટે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આગામી કલાકોમાં ભારે વરસાદ વરસી શકે એવી આગાહી છે. હાલ રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી 19 ઓગસ્ટ સુધી સતત વરસાદ રહેવાની શક્યતા છે.
વાસણા બેરેજના દરવાજા ખોલાયા
ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદ (Rain) ના કારણે નદીઓ અને ડેમોમાં પાણીની આવક વધી રહી છે. અમદાવાદમાં સાબરમતી નદીનું પાણીનું સ્તર વધતાં વાસણા બેરેજના દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેરેજના 4 દરવાજા 1.5 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે, જ્યારે એક દરવાજો 2 ફૂટ સુધી ખોલાયો છે. હાલ સાબરમતી નદીનું લેવલ 40 મીટર સુધી પહોંચી ગયું છે. નદીમાં લગભગ 5800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સાથે જ બેરેજમાંથી કેનાલમાં 400 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેથી પાણીનું સ્તર નિયંત્રિત રહી શકે.
વરસાદથી રાહત અને પડકાર
એક તરફ શહેરમાં વરસાદે લોકોને ગરમીમાંથી રાહત અપાવી છે, તો બીજી તરફ પાણી ભરાવા અને વાહનવ્યવહારની સમસ્યાઓ ઉભી થઈ છે. તેમ છતાં, લાંબા સમય પછી પડેલા આ ધોધમાર વરસાદથી અમદાવાદના નાગરિકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે.
આ પણ વાંચો : Heavy Rain in Mumbai : મુશળધાર વરસાદથી મુંબઈના અનેક વિસ્તારો પાણી-પાણી, Red Alert જાહેર


