Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : અમદાવાદમાં મોડી સાંજે મેઘરાજાની ધબધબાટી, જાણો હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગામી 7 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ahmedabad   અમદાવાદમાં મોડી સાંજે મેઘરાજાની ધબધબાટી  જાણો હવામાન વિભાગની આગાહી
Advertisement
  1. અમદાવાદ શહેર પશ્ચિમ વિસ્તાર વરસાદ ખાબક્યો (Ahmedabad)
  2. સોલા, ગોતા, ઘાટલોડિયા અને નારણપુરા વિસ્તારમાં વરસાદ શરૂ
  3. હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી
  4. 12 અને 13 જુલાઈના રોજ રાજ્યના ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા

Ahmedabad : અમદાવાદમાં થોડા દિવસનાં વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. સોલા, ગોતા, ઘાટલોડિયા, નારણપુરા સહિતનાં વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગામી 7 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો - Morbi : 'ચેલેન્જની ચૂંટણી' માં વધુ એક નેતાની 'Entry', જીતુ સોમાણીએ કહ્યું- ગોપાલ ઈટાલિયા જીતશે તો હું..!

Advertisement

Advertisement

સોલા, ગોતા, ઘાટલોડિયા અને નારણપુરા વિસ્તારમાં વરસાદ શરૂ

અમદાવાદ શહેરમાં (Ahmedabad) શુક્રવારે સાંજે વરસાદ ખાબક્યો છે. શહેરનાં પશ્ચિમ વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે. માહિતી અનુસાર, પશ્ચિમ વિસ્તારમાં સોલા, ગોતા, ઘાટલોડિયા, નારણપુરા વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. અચાનક વરસાદ પડતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી વેઠવી પડી છે. હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો - Vadodara Bridge Collapse : આણંદ BJP નેતાએ કહ્યું- આ કુદરતી હોનારત, તંત્રની બેદરકારી નહીં..!

સૌરાષ્ટ્રમાં 13 જુલાઈ બાદ વરસાદની તીવ્રતા વધી શકે : હવામાન વિભાગ

હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્રમાં 13 જુલાઈ બાદ વરસાદની તીવ્રતા વધી શકે છે. જ્યારે દરિયાકાંઠે 30 થી 40 કિ.મી. ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મોન્સૂન ટ્રફ સક્રિય થતા 24 કલાક બાદથી રાજ્યનાં કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ (Rain in Gujarat) જોવા મળશે. વીજળીનાં કડાકા સાથે છૂટાછવાયા, હળવા વરસાદની શક્યતાઓ છે. જ્યારે નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો - Ahmedabad : અરવલ્લી બાદ અ'વાદમાં સરકારી પાઠ્યપુસ્તકો ભંગારમાં જતાં હોવાનો આક્ષેપ

Tags :
Advertisement

.

×