ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: શહેરના સારંગપુરથી અવર-જવર કરતાં લોકો માટે મહત્ત્વના સમાચાર

નવા બ્રિજની કામગીરીને લઈ બ્રિજ બંધ કરવા નિર્ણય કર્યો
02:03 PM Dec 30, 2024 IST | SANJAY
નવા બ્રિજની કામગીરીને લઈ બ્રિજ બંધ કરવા નિર્ણય કર્યો
Sarangpur @ Gujarat First

Ahmedabad Sarangpur Bridge To Be Closed: અમદાવાદનો સારંગપુર (Sarangpur) બ્રિજ દોઢ વર્ષ માટે બંધ કરાશે. જેમાં આગામી દોઢ વર્ષ સુધી સારંગપુર (Sarangpur) બ્રિજ બંધ રહેતા અમદાવાદ શહેર પોલીસ કમિશનરે બ્રિજ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. તેમાં નવા બ્રિજની કામગીરીને લઈ બ્રિજ બંધ કરવા નિર્ણય કર્યો છે. જેમાં 2 જાન્યુઆરી 2025થી 30 જૂન 2026 સુધી બંધ રહેશે.

રેલવે સ્ટેશનના મુખ્ય રસ્તાને બંધ કરીને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો

શહેરના સારંગપુર (Sarangpur)થી અવર-જવર કરતાં લોકો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. આગામી દિવસોમાં સારંગપુર (Sarangpur) બ્રિજ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. અગાઉ રેલવે સ્ટેશનના મુખ્ય રસ્તાને બંધ કરીને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ થતું હોવાના કારણે રેલવે વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સારંગપુર બ્રિજ અને કાલપુર બ્રિજને ફોર લેન બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. આ બ્રિજ રૂ. 439 કરોડના ખર્ચે બનાવાશે, જેનું કામ દોઢ વર્ષ સુધીમાં પૂર્ણ થાય તેવો અંદાજ છે.

આ પણ વાંચો: Gujarat: અમરેલી નકલી લેટરકાંડમાં ખુલાસો, તાલુકા ભાજપના પ્રમુખ બનવા કાવતરૂ ઘડ્યું

અગાઉ કાલુપુરનો મુખ્ય રોડને બંધ કરી ટ્રાફિકને ડાયવર્ટ કરાયો

અગાઉ કાલુપુર રેલવે સ્ટેશનના રિનોવેશનને કારણે આ સ્ટેશનના મુખ્ય રસ્તાને બંધ કરીને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. રેલવે સ્ટેશનની અંદર જવા માટે જૂનો એન્ટ્રી ગેટ મુસાફરો માટે ચાલુ રાખવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનના મુસાફરો બહાર નીકળવા માટે પશ્ચિમ બાજુએ ફૂટ બ્રિજનો ઉપયોગ કરી રહ્યાં છે. મુસાફરોને મેઇન રોડ પર જવું હોય તો મુખ્ય માર્ગને જોડતો 30 ફૂટ નવો જે રોડ બનાવ્યો છે, તેનો ઉપયોગ કરી શકશે. સારંગપુર (Sarangpur) સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન તેમજ કાલુપુર બાજુ જતાં લોકો સારંગપુર ટ્રાફિક સર્કલથી સીંધી માર્કેટથી પાંચકુવા થઈને જમણી બાજુ રેલવે સ્ટેશન પહોંચી શકશે. જો કોઈ વ્યક્તિએ કાલુપુર જવું હોય તો તે મોતીમહેલ હોટલવાળા રસ્તાનો ઉપયોગ કરી શકશે. કાલુપુરથી સારંગપુર, રાયપુર, કાંકરિયા, ગીતા મંદિર જવું હોય તો કાલુપુર રેલવે સ્ટેશનથી જે સિંગલ વન-વે ખુલ્લો રાખવામાં આવ્યો છે તેનો ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો: Gujarat Weather : ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો કયા કેટલુ રહ્યું તાપમાન

 

Tags :
#SarangpurAhmedabadGujarat FirstGujarat Gujarat NewsGujarati NewsGujarati Top NewsTop Gujarati News
Next Article