Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AHMEDABAD : માં ઉમિયાની સાક્ષીએ 2000 લોકોએ મતદાન કરવાનો સંકલ્પ લીધો

AHMEDABAD : અમદાવાદના ( AHMEDABAD ) ગોતામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું સાથે સાથે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ગોતામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરાયું હતું. 100 વીઘા જમીનમાં તૈયાર થશે વિશ્વઉમિયાધામ જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર...
ahmedabad   માં ઉમિયાની સાક્ષીએ 2000 લોકોએ મતદાન કરવાનો સંકલ્પ લીધો
Advertisement

AHMEDABAD : અમદાવાદના ( AHMEDABAD ) ગોતામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું સાથે સાથે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ગોતામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરાયું હતું.

100 વીઘા જમીનમાં તૈયાર થશે વિશ્વઉમિયાધામ

જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ - જાસપુર, અમદાવાદ ( AHMEDABAD ) મુકામે 100 વીઘા જમીનમાં એક હજાર કરોડના સામાજિક નીધિ સહયોગથી વિશ્વની "નવમી અજાયબી" સમા વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહેલ છે. વિશ્વઉમિયાધામ મંદિર આસ્થાનું કેન્દ્ર તો છે, પરંતુ તે સામાજિક તેમજ રાષ્ટ્ર ચેતનાનું કેન્દ્ર બને તેવી વિચારધારા સાથે વિશ્વ ઉમિયાધામ મંદિર નિર્માણ ઉપરાંત શિક્ષણ, રોજગાર, આરોગ્ય, છાત્રાલય, સ્પોર્ટ્સ & કલ્ચરલ, બિઝનેસ ડેવલપમેન્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે આસ્થા - એકતા અને ઊર્જાના ધામ તરીકે કાર્યરત છે.

Advertisement

Advertisement

ત્યારે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતના અભિયાનમાં અંતર્ગત આવનાર લોકસભા ચૂંટણીમાં વધુમા વધુ લોકો મતદાન કરે તે ઉદ્દેશ્યથી અમદાવાદના ગોતા વિસ્તારમાં મતદાન જાગૃત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં મા ઉમિયાની સાક્ષીએ 2000 લોકોએ મતદાન કરવા અને કરવવાના સંકલ્પ લીધા હતા. મહત્વનું છે કે વિશ્વઉમિયાધામની ટીમ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ગોતા વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું. જેમાં 200થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

મતદાન ન કરનાર રાષ્ટ્રદોષી છે, તેને સરકારને પ્રશ્ન પુછવાનો કોઈ હક નથીઃ આર.પી.પટેલ

વિશ્વઉમિયાધામના મતદાન જાગૃતિ અભિયાન અંગે વાત કરતા સંસ્થાના પ્રણેતા એવમ્ પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે મતદાન ન કરનાર રાષ્ટ્રદોષી છે. જેને મતદાન નથી કર્યું તેને સરકાર સામે કોઈ પણ પ્રશ્ન ઉઠાવી શકે નહીં. હંમેશા મતદાન કરનાર જ પ્રશ્ન પુછી શકે છે. શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે મતદાન ફરજિયાત કરો. મતદાનના દિવસે જાહેર રજા છે એટલે ફરવા જતા રહેવાનું નથી, ફરજિયાત મતદાન કરવાનું છે. મતદાન એ આપણી રાષ્ટ્રીય ફરજ છે જે નિભાવવા સવારે 10.30 વાગ્યા સુધીમાં સામુહિક મતદાન કરવાનું છે. સોસાયટી અને ગામના ફળિયાઓ એકી સાથે વધારેમાં વધારે લોકોએ મતદાન કરવાનું છે.

અહેવાલ : સંજય જોશી 

આ પણ વાંચો : AHMEDABAD : મીડિયામાં કેમેરામેન તરીકે ફરજરત નિતીન ગાયકવાડના મૃત્યુ બાદ સ્વજનોએ સ્કીન દાન કર્યું

Tags :
Advertisement

.

×