ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad ઈન્દોર હાઈવે પર મોડી રાત્રે અકસ્માત, ચાર વ્યક્તિઓને કાળ ભરખી ગયો

Ahmedabad Road Accident: ગઈ કાલે મોડી રાત્રે અમદાવાદ ઇન્દોર હાઈવે પર ગંભીર અકસ્માતમાં ચાર લોકોનો ઘટના સ્થળ પર જ મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે.
11:38 AM Jan 17, 2025 IST | VIMAL PRAJAPATI
Ahmedabad Road Accident: ગઈ કાલે મોડી રાત્રે અમદાવાદ ઇન્દોર હાઈવે પર ગંભીર અકસ્માતમાં ચાર લોકોનો ઘટના સ્થળ પર જ મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે.
Ahmedabad Indore highway Accident
  1. કઠલાલ તાલુકાના લાડવેલ ચોકડી પાસે અકસ્માત સર્જાયો
  2. મહીસાગર જિલ્લાના ચાર વ્યક્તિઓના અકસ્માતમાં મોત નીપજ્યા
  3. કઠલાલ પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માત મામલે તપાસ હાથ ધરી

Ahmedabad: અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહીં છે. હોઈવે પર અનેક વખત મોટા અને ગંભીર અકસ્માતો સર્જાયો હોવાનું સામે આવતું હોય છે. ગઈ કાલે મોડી રાત્રે અમદાવાદ ઇન્દોર હાઈવે પર ગંભીર અકસ્માતમાં ચાર લોકોનો ઘટના સ્થળ પર જ મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કઠલાલ તાલુકાના લાડવેલ ચોકડી પાસે આવેલા સીતાપુર પાટિયા પાસે રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો: બે યુવકોને આપવામાં આવી તાલિબાની સજા, યુવતીને ભગાડવા આવ્યા હોવાનો આરોપ

ઇકો કાર આગળ ગાય આવતા ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો

અકસ્માતની વાત કરવામાં આવે તો, મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા ઓથવાડ તાબે બારૈયાના મુવાડાના ચાર વ્યક્તિઓના અકસ્માતમાં મોત નીપજ્યા છે. નોંધનીય છે કે, ઇકો કાર આગળ ગાય આવી જતા ડ્રાઇવર એ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી ઇકો કાર ડિવાઇડર સાથે અથડાઈ જતા પલટી મારી હતી. આ અકસ્માતમાં ઇકો કારમાં સવાર વ્યક્તિઓમાંથી ચાર લોકોએ ઘટના સ્થળ પર જ કાળ ભરખી ગયો હતો.

આ પણ વાંચો: એડવેન્ચર કોર્ષ અને યુવક-યુવતીઓ માટે 10 દિવસના બેઝિક કોર્ષનો પ્રારંભ, વાંચો આ અહેવાલ

મૃતદેહોને કઠલાલ સરકારી હોસ્પિટલ લાવી પીએમ માટે મોકલાયા

આ અકસ્માતની જાણ થતાની સાથે જ કઠલાલ પોલીસ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે, જ્યારે તમામ મૃતદેહોને કઠલાલ સરકારી હોસ્પિટલ લાવી પીએમ કરવામાં આવશે. અત્યારે રાજ્યમાં વધી રહેલા અકસ્માતોને રોકવા માટે કામગીરી થવી જોઈએ. રોડ અકસ્માતોની ઘટનાઓ છાસવારે સામે આવતી હોય છે.

આ પણ વાંચો: Mundra: પ્રોસેસ ઓઇલની આડમાં લઈ જવાતી 35 ટન સોપારી જપ્ત, જામનગર DRIની ટીમને મળી હતી બાતમી

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
accident newsAhmedabad Indore highwayAhmedabad Indore highway AccidentAhmedabad NewsEcho car accidentGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati Newsroad accident
Next Article