Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : હાથીને માર મારતા વાયરલ વીડિયો પર જગન્નાથ મંદિરના જગતગુરુ અને ટ્રસ્ટીની પ્રતિક્રિયા

અત્યારે સોશિયલ મીડિયામાં હાથીને ક્રુરતાપૂર્વક માર મારતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર જગન્નાથ મંદિરના જગતગુરુ જગન્નાથ પીઠાધેશ્વર 1008 દિલીપદેવાચાર્યજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાની પ્રતિક્રિયા આવી છે. વાંચો વિગતવાર.
ahmedabad   હાથીને માર મારતા વાયરલ વીડિયો પર જગન્નાથ મંદિરના જગતગુરુ અને ટ્રસ્ટીની પ્રતિક્રિયા
Advertisement
  • સોશિયલ મીડિયામાં હાથીને ક્રુરતાપૂર્વક માર મારતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે
  • આ વીડિયો પર જગન્નાથ મંદિરના મહંત અને ટ્રસ્ટીની પ્રતિક્રિયા આવી છે
  • આ વીડિયોમાં સાચું શું ખોટું શું તે તપાસનો વિષય છે - જગતગુરુ જગન્નાથ પીઠાધેશ્વર 1008 દિલીપદેવાચાર્યજી
  • વીડિયોમાં જે હાથી દેખાય છે તે રાજસ્થાનથી રથયાત્રામાં ભાગ લેવા આવ્યો હતો - ટ્રસ્ટી મહેન્દ્ર ઝા

Ahmedabad : એક મહાવત હાથીને ક્રુરતાપૂર્વક માર મારતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મુદ્દે શ્રી જગન્નાથ મંદિરના મહંત અને ટ્રસ્ટીએ પ્રતિક્રિયા આપી છે. કાંકરિયા ઝૂના ફોર્મર ડાયરેક્ટર આર. કે. શાહુનું પણ નિવેદન સામે આવ્યું છે. શ્રી જગન્નાથ મંદિરના જગતગુરુ જગન્નાથ પીઠાધેશ્વર 1008 દિલીપદેવાચાર્યજીએ જણાવ્યું છે કે, આ વાયરલ વીડિયોની તપાસ કરવામાં આવશે. રાજસ્થાનથી આવેલ હાથી હોવાનું જાણવા મળ્યું છે. આ વીડિયોમાં સાચું શું ખોટું શું તે તપાસનો વિષય છે.

શ્રી જગન્નાથ મંદિરના ટ્રસ્ટીની પ્રતિક્રિયા

હાથીને ક્રુરતાપૂર્વક માર મારતો હોય તેવો વીડિયો મુદ્દે શ્રી જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા (Mahendra Jha) એ જણાવ્યું છે કે, આ વાયરલ વીડિયો મુદ્દે ગાયકવાડ પોલીસ સ્ટેશન (Gaekwad Police Station) થી કોલ આવ્યો હતો. મહાવત માર મારતો હતો કે હાથી સાથે રમત રમતો હતો એ જોવાનું છે. વીડિયોમાં જે હાથી દેખાય છે તે રાજસ્થાનથી રથયાત્રામાં ભાગ લેવા આવ્યો હતો. મહાવત ફરાર છે. વીડિયો બનાવનારે મંદિર પ્રસાશનને જાણ કરવી જોઈતી હતી. કોણે કયા હેતુથી વિડિઓ બનાવ્યો એ પણ તપાસનો વિષય છે. રથયાત્રાને આગળ વધારવા પોલીસ જે વ્હીસલ વગાડતી હોય છે તેના અવાજથી હાથી ગભરાયા હોઈ શકે છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Gujarat Rain: રાજ્યના અમદાવાદ સહિત 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

શું કહે છે કાંકરિયા ઝૂના પૂર્વ ડાયરેક્ટર ?

સોશિયલ મીડિયામાં હાથીને માર મારતા વાયરલ થયેલા વીડિયો પર કાંકરિયાના પૂર્વ ડાયરેક્ટર આર. કે. શાહુ (R. K. Shahu) એ પણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, હાથીઓને કંટ્રોલ કરવા મેડિસન આપવામાં આવે છે. આ વીડિયો એક વિડિઓ તપાસનો વિષય છે.

આ પણ વાંચોઃ Gujarat Rain: રાજ્યમાં ધોધમાર વરસાદ, જાણો ગુજરાતના વિવિધ ડેમમાં કેટલી થઇ પાણીની આવક

Tags :
Advertisement

.

×