Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : વાહ રે પોલીસ..! દારુના અડ્ડા પર 'જનતા'ની રેડ, બુટલેગરને બદલે નાગરિકોની અટકાયત

નમાલી પોલીસે બુટલેગરને બદલે જનતા સામે કાર્યવાહી કરી હતી. રજૂઆત કરવા આવેલા લોકોની જ પોલીસે અટકાયત કરી હતી.
ahmedabad   વાહ રે પોલીસ    દારુના અડ્ડા પર  જનતા ની રેડ  બુટલેગરને બદલે નાગરિકોની અટકાયત
Advertisement
  1. મેગાસિટી અમદાવાદમાં દારૂની બદીથી કંટાળી જનતા! (Ahmedabad)
  2. વેજલપુરમાં દારુના અડ્ડા સામે જનતાએ માંડ્યો મોરચો
  3. સતત બીજા દિવસે વિફરેલી જનતા ઉતરી રસ્તા પર
  4. નમાલી પોલીસે બુટલેગરને બદલે જનતા સામે કરી કાર્યવાહી

Ahmedabad : ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં દારૂની બદીથી જનતા કંટાળી છે. વેજલપુર (Vejalpur) વિસ્તારમાં દારુનાં અડ્ડા સામે જનતાએ જ મોરચો માંડ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. દારૂના દૂષણથી કંટાળેલી જનતાએ સતત બીજા દિવસે રસ્તા પર ઉતરી વિરોધ દાખવ્યો હતો. જો કે, નમાલી પોલીસે બુટલેગરને બદલે જનતા સામે કાર્યવાહી કરી હતી. રજૂઆત કરવા આવેલા લોકોની જ પોલીસે અટકાયત કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Naina Vavadiya Case : 19 વર્ષીય શિક્ષિકાને ન્યાય અપાવવા કેન્ડલ માર્ચ, નેતાઓ, મોટી સંખ્યામાં લોકો જોડાયા

Advertisement

વેજલપુરમાં દારુના અડ્ડા સામે જનતાએ માંડ્યો મોરચો

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ખરેખર છે કે માત્ર કાગળ પર છે... એવો સવાલ જનતા કરી રહી છે. વેજલપુરમાં (Vejalpur) દારૂનાં અડ્ડા સામે જનતાએ સતત બીજા દિવસે મોરચો માંડ્યો છે. રસ્તા પર ઉતરીને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. જો કે, બુટલેગરની સામે કાર્યવાહી કરવાને બદલે ભ્રષ્ટ અને હપ્તાખોર પોલીસ અધિકારીઓએ જનતા સામે કાર્યવાહી કરી. આનંદનગર પોલીસ મથકે (Anandnagar Police Station) સ્થાનિકો રજૂઆત કરવા માટે જાય તે પહેલા જ પોલીસ અધિકારીઓએ નાગરિકોની જ અટકાયત કરી લીધી. ત્યારે પોલીસની કામગીરી સામે લોકોએ સવાલ ઉઠાવ્યા છે અને ગંભીર આક્ષેપ પણ કર્યા છે.

આ પણ વાંચો - Rajkot : મારવાડી યુનિ.માં અભ્યાસ કરતા આફ્રિકન વિદ્યાર્થીઓ પર નશા-દેહવેપારનો ગંભીર આરોપ

પોલીસે બુટલેગરને બદલે જનતા સામે કરી કાર્યવાહી

માહિતી અનુસાર, જનતા રેડ દરમિયાન ગોપાલ આવાસમાં (Gopal Awas) દેશી દારૂની પોટલી પણ મળી આવી હતી. આજે જનતાએ દારૂબંધીનો કડક રીતે અમલ થાય તેવી માગ સાથે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. જો કે, પોલીસે જનતાની જ અટકાયત કરી લેતા લોકો અને પોલીસ અધિકારીઓ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. જણાવી દઈએ કે, ગઈકાલે પણ વેજલપુર વિસ્તારમાં આવેલા ગોપાલ આવાસમાં દેશી દારૂનાં અડ્ડા પર જનતા દ્વારા રેડ પાડવામાં આવી હતી. ત્યારે સ્થાનિક કોર્પોરેટર પ્રવીણાબેન અને પોલીસ પણ હાજર હતા. દેશી દારૂના અડ્ડા પર દરોડા કરીને રસ્તા પર લોકોએ હોબાળો કર્યો હતો. બુટલેગરો પાસે પોલીસ હપ્તા ઉઘરાવતી હોવાનો લોકોએ આક્ષેપ પણ કર્યા હતા.'

આ પણ વાંચો - Amit Khunt Case : ચકચારી અમિત ખૂંટ કેસમાં આરોપી રાજદીપસિંહ જાડેજાને કોર્ટથી મોટો ઝટકો!

Tags :
Advertisement

.

×