Ahmedabad : ચંડોળામાં 'મિની બાંગ્લાદેશ' ઊભું કરનારા લલ્લા બિહારીના દીકરાના રિમાન્ડ મંજૂર
- Ahmedabad નાં ચંડોળા તળાવ ડિમોલિશન મામલે મોટા સમાચાર
- આરોપી લલ્લા બિહારીના દીકરા ફતેહ મહંમદના રિમાન્ડ મંજૂર
- કોર્ટે 5 દિવસ એટલે કે 5 મે સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા
- 15 મુદ્દાના આધારે સરકારી વકીલે રિમાન્ડની માગ કરી હતી
અમદાવાદમાં (Ahmedabad) ઓપરેશન 'ચંડોળા તળાવ ક્લીન' હાલ પણ યથાવત્ છે. સતત બીજા દિવસે પણ ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસરનાં દબાણો સામે મેગા ડિમોલિશનની કામગીરી (Chandola Lake Demolition) પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં 60 ટકા ડિમોલિશનની કામગીરી પૂર્ણ થઈ હોવાની માહિતી છે. ત્યારે આ દરમિયાન મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓને ઘૂસાડી દબાણ કરનારા અને તળાવમાં માટી નાખી 2000 વારનું આલીશાન ફાર્મહાઉસ બનાવી તેમાં દેહવેપાર-ડ્રગ્સ સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા આરોપી લાલુભાઈ પઠાણ ઉર્ફે લલ્લા બિહારીના (Lalla Bihari) દીકરા ફતેહ મહંમદના 5 મે સુધીનાં રિમાન્ડ મંજૂર થયા છે. ફતેહ પણ પિતા સાથે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે.
આ પણ વાંચો - Ahmedabad : ગેરકાયદેસર આવેલો વધુ એક બાંગ્લાદેશી પરિવાર ઝડપાયો, ગૃહરાજ્ય મંત્રીએ આપી માહિતી
- અમદાવાદમાં ઓપરેશન 'ચંડોળા તળાવ ક્લીન' યથાવત્
- સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી ચાલુ
- ગઇકાલે સવારે 8થી સાંજે 6 સુધી 60 ટકા કામગીરી પૂર્ણ કરાઇ
- બાકી રહેલા ગેરકાયદે બાંધકામો પણ દૂર કરવાની કામગીરી
- ડિમોલિશનની કામગીરીને લઇ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
- ગેરકાયદે બાંધકામો દૂર… pic.twitter.com/Uuha1NuQcF— Gujarat First (@GujaratFirst) April 30, 2025
લલ્લા બિહારીના દીકરાના 5 દિવસના રિમાન્ડ મંજૂર
પ્રાપ્ત માહિતી અનુસાર, 'મિની બાંગ્લાદેશ'નો માસ્ટરમાઈન્ડ આરોપી લલ્લા બિહારીના દીકરા ફતેહ મહંમદની (Fateh Mohammad) ગઈકાલે અટકાયત કરવામાં આવી હતી. આજે તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને રિમાન્ડની માગ કરાઈ હતી. 15 મુદ્દાના આધારે સરકારી વકીલે રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ આરોપી ફતેહના 5 દિવસ એટલે કે 5 મે સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. જણાવી દઈએ કે, આરોપી ફતેહ અને તેના પિતા લલ્લા બિહારીએ બે દાયકા દરમિયાન ચંડોળા તળાવ વિસ્તારમાં (Chandola Lake) મસમોટું ગુનાહિત સામ્રાજ્ય ઊભું કર્યું હતું.
આ પણ વાંચો - Chandola Lake Demolition : કામગીરીનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું નિરીક્ષણ, આપ્યું મોટું નિવેદન
કાળી કમાણીથી ઐયાશી માટે બંગ્લા અને આલિશાન ફાર્મ હાઉસ ઊભા કર્યા!
આરોપ છે કે, લલ્લા બિહારીએ (Lalla Bihari) ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ કર્યું હતું. કાળી કમાણીથી ઐયાશી માટે બંગ્લા અને આલિશાન ફાર્મ હાઉસ પણ બાંધી દીધું હતું. લલ્લા બિહારી ગેરકાયદે ફાઈનાન્સનો ધંધો કરતો હતો. બાંગ્લાદેશથી યુવતીઓને નોકરીના બહાને બોલાવી ફાર્મ હાઉસમાં દેહવેપારનું સંચાલન થતું હતું. ગુનાહિત પ્રવૃત્તિઓમાં ફતેહ પણ પિતા સાથે સંકળાયેલો હતો. ગઈકાલે ફતેહને પકડી ક્રાઈમ બ્રાંચ લઈ જવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - Chandola Lake Demolition Day 2: આજે ફરી સવારે 8 વાગ્યાથી જ ડિમોલિશન કામગીરી શરૂ, 60 ટકા કામગીરી પૂર્ણ


