Seventh Day School : AMC ની તપાસમાં મોટો ઘટસ્ફોટ, લીઝ કરારનો થયો ભંગ!
- Seventh Day School મામલે AMC ની તપાસમાં મોટો ઘટસ્ફોટ!
- AMC નાં લીઝનાં કરારનો સેવન્થ ડે સ્કૂલ દ્વારા કરાયો ભંગ!
- AMC એ ટ્રસ્ટને શાળાનાં સંચાલનની શરતે જમીન આપી હતી
- સેવન્થ ડે સ્કૂલનું ટ્રસ્ટનાં બદલે રજિસ્ટર કંપની કરે છે સંચાલન
Ahmedabad : સેવન્થ ડે સ્કૂલ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. AMC નાં લીઝનાં કરારનો સેવન્થ ડે સ્કૂલ (Seventh Day School) દ્વારા ભંગ કરાયો હોવાનો ખુલાસો થયો છે. સાથે જ AMC એ ટ્રસ્ટને શાળાનાં સંચાલનની શરતે જમીન આપી હતી પરંતુ, સેવન્થ ડે સ્કૂલનું સંચાલન ટ્રસ્ટનાં બદલે રજિસ્ટર કંપની કરતી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ મામલે હાલ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો - Bachu Khabad : સરકારી કાર્યક્રમો બાદ હવે વિધાનસભાનાં ચોમાસું સત્રથી પણ રખાશે દૂર!
AMC નાં લીઝનાં કરારનો Seventh Day School દ્વારા કરાયો ભંગ!
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં (Seventh Day School) વિદ્યાર્થીની હત્યા બાદ શાળા પ્રસાશન સવાલોના ઘેરામાં આવી ગયું છે. ત્યારે હવે એએમસીની તપાસમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. માહિતી અનુસાર, એએમસીની તપાસમાં સામે આવ્યું કે સેવન્થ ડે સ્કૂલ દ્વારા એએમસીનાં લીઝ કરારનો ભંગ કરવામાં આવ્યો છે. AMC દ્વારા એક ટ્રસ્ટ દ્વારા શાળાનું સંચાલન કરવામાં આવે એ શરતે જમીન આપવામાં આવી હતી. પરંતુ, શાળાનું સંચાલન રજીસ્ટર કંપની ફાઇનાન્શિયલ એસોસિએશન ઓફ સેવન્થ ડે (Financial Association of Seventh Day) દ્વારા કરવામાં આવી રહ્યું હોવાનો ખુલાસો થયો છે.
સેવન્થ ડે સ્કૂલ મામલે AMCની તપાસમાં મોટો ઘટસ્ફોટ
AMCના લીઝના કરારનો સેવન્થ ડે સ્કૂલ દ્વારા કરાયો ભંગ
AMCએ ટ્રસ્ટને શાળાના સંચાલનની શરતે આપી હતી જમીન
સેવન્થ ડે સ્કૂલની ટ્રસ્ટના બદલે રજિસ્ટર કંપની કરે છે સંચાલન#Gujarat #Ahmedabad #AMCInvestigation #SchoolLeaseBreach… pic.twitter.com/KIuSenfMmQ— Gujarat First (@GujaratFirst) September 1, 2025
આ પણ વાંચો - Ahmedabad : Gujarat University માં તોડફોડ, ફર્નિચર, કોમ્પ્યુટર, દરવાજો તોડ્યા!
સેવન્થ ડે સ્કૂલનું ટ્રસ્ટનાં બદલે રજિસ્ટર કંપની કરે છે સંચાલન!
આરોપ અનુસાર, વર્ષ 2001 માં ઠરાવ કરી 99 વર્ષનાં ભાડાપેટે શાળા સંચાલન માટે જમીન આપવામાં આવી હતી. પરંતુ, સેવન્થ ડે સ્કૂલ દ્વારા AMC માં પ્લાન પાસ કર્યા વગર જ બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું હતું. અલગ-અલગ ડોક્યુમેન્ટ આપીને સંચાલકોએ AMC ને ગુમરાહ કર્યાનો આરોપ છે. સાથે જ સેવન્થ ડે શાળા સંચાલકોએ જમીનનું NA પણ નથી કરાવ્યું હોવાનો પણ આક્ષેપ છે. જેતે વખતે જમીન આપનાર અધિકારીઓ સામે પણ સવાલ ઊભા થયા છે. ટ્રસ્ટને ફાળવવાની જમીન કંપનીને શા માટે આપવામાં આવી ? તે એક મોટો સવાલ છે. આ મામલે હવે AMC નું એસ્ટેટ વિભાગ તપાસ પૂર્ણ થયા બાદ કાર્યવાહી કરશે.
આ પણ વાંચો - Kutch : 'વહેલી તકે ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપો, જનતામાં રોષ ફેલાશે તો..!'


