ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : નાના બાળક સાથે પરિણીતાએ રડતા-રડતા વીડિયો બનાવ્યો, ન્યાયની કરી માગ

આ મામલે વટવા સદભાવના ચોકીમાં અરજી કરી હોવાનો પણ દાવો પરિણીતાએ કર્યો છે.
03:00 PM Apr 04, 2025 IST | Vipul Sen
આ મામલે વટવા સદભાવના ચોકીમાં અરજી કરી હોવાનો પણ દાવો પરિણીતાએ કર્યો છે.
Ahmedabad_Gujarat_first
  1. સોશિયલ મીડિયામાં પરિણીતાનો વીડિયો વાઇરલ થયો
  2. અમદાવાદ રિવરફ્રન્ટ પર બાળક સાથનો પરિણીતાએ વીડિયો બનાવ્યો
  3. સાસરી વાળા અને પતિ ત્રાસ આપતો હોવાનું વીડિયોમાં ઉલ્લેખ
  4. પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધો હોવાનો પરિણીતાનો આરોપ

અમદાવાદનાં (Ahmedabad) રિવરફ્રન્ટ પરથી વધુ એક પરિણીતાનો વીડિયો વાઇરલ થયો છે, જેમાં પરિણીતાએ પતિ અને સાસરીવાળા ત્રાસ આપતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. રિવરફ્રન્ટ પરથી વીડિયો બનાવનાર આ પરિણીતા સાથે એક નાનું બાળક પણ નજરે પડે છે. વાઇરલ વીડિયોમાં પરિણીતા આરોપ લગાવી કહે છે કે, 'મારા પતિનો અન્ય સ્ત્રી સાથે સંબંધ છે. આ બધા મને માનસિક ટોર્ચર કરે છે. મને પ્લીઝ ન્યાય આપો...' આ મામલે વટવા સદભાવના ચોકીમાં અરજી કરી હોવાનો પણ દાવો પરિણીતાએ કર્યો છે.

આ પણ વાંચો - Junagadh : વાહનચેકિંગ સમયે બાઇકચાલકે ટ્રાફિક SI ને જ મારી દીધી ટક્કર!

રિવરફ્રન્ટ પર નાના બાળક સાથે પરિણીતાએ વીડિયો બનાવ્યો

અમદાવાદનાં રિવરફ્રન્ટ (Ahmedabad Riverfront) પરથી એક નાના બાળક સાથે પરિણીતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં દેખાતી પરિણીતા પોતાનું નામ મુસ્કાન હોવાનું અને વટવા વિસ્તારમાં રહેતી હોવાનું જણાવે છે. વાઇરલ વીડિયોમાં મુસ્કાન આરોપ લગાવી કહે છે કે, 'મારા પતિનો અન્ય સ્ત્રી સાથે સંબંધ છે. મારો પતિ અને સાસરીવાળા બધા મને માનસિક ટોર્ચર કરે છે. મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પણ કોઈ નિકાલ નથી આવતો.'

આ પણ વાંચો - Silent disaster “heatwave”: “હીટવેવ”થી બચવા રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી

પતિ અને સાસરીવાળા પર લગાવ્યા ગંભીર આરોપ, ન્યાયની કરી માગ

વાઇરલ વીડિયોમાં મુસ્કાન રડતા રડતા કહે છે કે, 'હું મારા બાળક સાથે રિવરફ્રન્ટ આવી છું. મને અને મારા બાળકને કંઈ પણ થાય તો તેનું કારણ મારી સાસુ, મારા પતિ અને મારી બે નણંદ છે. મને પ્લીઝ ન્યાય આપો...' આ વાઇરલ વીડિયો (Viral Video) સામે આવતા સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને સાથે જ પરિણીતાને જલદી ન્યાય મળે તેવી માગ પણ ઊઠી છે.

આ પણ વાંચો - Ahmedabad : ACP-PI કક્ષાના અધિકારીને શહેર પો. કમિશનર જી.એસ. મલિકની કડક સૂચના!

Tags :
AhmedabadAhmedabad RiverfrontGUJARAT FIRST NEWSMarried Women Viral VideoSocial MediaTop Gujarati NewsVATVA POLICEviral video
Next Article