Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : વટવા GIDC ફેઝ 1 માં લાગી વિકરાળ આગ, દૂર-દૂર સુધી દેખાયા ધૂમાડાનાં ગોટેગોટા

આગની ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
ahmedabad   વટવા gidc ફેઝ 1 માં લાગી વિકરાળ આગ  દૂર દૂર સુધી દેખાયા ધૂમાડાનાં ગોટેગોટા
Advertisement
  1. Ahmedabad માં વટવા GIDC ફેઝ 1માં લાગી વિકરાળ આગ
  2. જેક્સન કેમિકલ લિમિટેડ નામની કંપનીમાં લાગી આગ
  3. ફાયર વિભાગની 10 જેટલી ગાડી ઘટના સ્થળે પહોંચી
  4. આગ પર કાબૂ મેળવવાનાં પ્રયાસ હાથ ધરાયા

અમદાવાદમાં (Ahmedabad) વટવા GIDC ફેઝ 1 માં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. જેક્સન કેમિકલ લિમિટેડ નામની કંપનીમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી છે. આગની ઘટનાને પગલે ફાયર વિભાગની (Fire Brigade) 10 જેટલી ગાડી પહોંચી છે અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. આગની ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હાલ, કોઈ જાનહાનિનાં સમાચાર નથી.

આ પણ વાંચો - Sthanik Swaraj Election : Surat માં BJP ની કવાયત તેજ, આ બેઠક માટે સેન્સ પ્રક્રિયા શરૂ

Advertisement

જેક્સન કેમિકલ લિમિટેડ નામની કંપનીમાં લાગી આગ

અમદાવાદમાં વટવા GIDC માં ફરી એકવાર આગ લાગવાની ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર, વટવા GIDC ફેઝ 1 માં આવેલી જેક્સન કેમિકલ લિમિટેડમાં (Jackson Chemical Limited) આ આગ લાગી છે. આગ લાગવાનાં કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. બિલ્ડિંગમાં ભયંકર આગ લાગતા ધૂમાડના ગોટેગોટા ઊંચે આકાશમાં દૂર દૂર સુધી દેખાયા છે. આગ લાગવાની ઘટના અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે. ફાયરનાં જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. હાલ, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સામચાર નથી. આગ કેમ લાગી તે અંગેની પણ તપાસ ચાલુ છે.

Advertisement

આ પણ વાંચો - Surat: જયેશ રાદડિયાના નિવેદનને અલ્પેશ કથીરિયાનું સમર્થન, વાંચો શું કહ્યું?

બાવળાનાં વાસણા ગામે મકાનમાં શોર્ટ સર્કિટ થતાં લાગી હતી ભયંકર આગ

જણાવી દઈએ કે, અમદાવાદનાં (Ahmedabad) બાવળા તાલુકાનાં વાસણા ગામે 25 જાન્યુઆરીની રાતે એક મકાનમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં ભીષણ આગ લાગી હતી. ઘરમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. પરિવારનાં સભ્યો દોડીને બહાર આવી ગયા હતા. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ, આગ બુઝાવવા જતાં એક વ્યક્તિને છતનું પતરું પેટમાં વાગતા ઈજા પહોંચી હતી. ઘરમાં રાખેલ તમામ સામાન પણ બળીને ખાખ થયો હતો. ઘરવખરી, રોકડ, દાગીના બળી જતાં કુલ 5-6 લાખનું નુકસાન થયું હોવાનું પરિવારે જણાવ્યું હતું.

આ પણ વાંચો - Narmada : MLA Chaitar Vasava ફરી ઉચ્ચારી 'ભીલ પ્રદેશ' ની માગ, કહ્યું- આપણે આપણી જમીન..!

Tags :
Advertisement

.

×