Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : NIMCJ એ 'મીડિયોત્સવ 2025' સિઝન-2 નું આયોજન કર્યું, વિવિધ સ્પર્ધા યોજાઈ

'મીડિયોત્સવ 2025' માં વકતૃત્વ, ન્યૂઝ એન્કરિંગ, ડિબેટ, ક્વિઝ, મીમ મેકિંગ, રેમ્પ વોક સહિતની સ્પર્ધાઓ પણ યોજાઇ હતી.
ahmedabad   nimcj એ  મીડિયોત્સવ 2025  સિઝન 2 નું આયોજન કર્યું  વિવિધ સ્પર્ધા યોજાઈ
Advertisement
  1. અમદાવાદમાં NIMCJ દ્વારા 'મીડિયોત્સવ'ની બીજી સિઝનનું આયોજન
  2. વકતૃત્વ, ન્યૂઝ એન્કરિંગ, ડિબેટ, ક્વિઝ, મીમ મેકિંગ, રેમ્પ વોક સહિતની સ્પર્ધાઓ યોજાઈ
  3. દેશભરમાંથી 300 થી વધુ વિદ્યાર્થીઓએ સ્પર્ધાઓમાં લીધો ભાગ
  4. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલનાં હેડ ડો. વિવેક ભટ્ટ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત

Ahmedabad : NIMCJ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ માટે 'મીડિયોત્સવ'ની બીજી સિઝનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીનાં (Gujarat University) ઓડિટોરિયમમાં મીડિયોત્સવ 2025 નો આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનાં ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય મહેમાનપદે જાણીતા ફિલ્મમેકર અભિષેક જૈન, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલનાં હેડ ડો. વિવેક ભટ્ટ (Dr. Vivek Bhatt) અને ગુજરાત યુનિવર્સિટીનાં નિયામક ડો. પાવન પંડિત અતિથિ વિશેષપદે હાજર રહ્યા હતા. સાથે જ સંસ્થાનાં મેનેજિંગ ટ્રસ્ટી પ્રદીપ જૈન અને ટ્રસ્ટીગણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - Rajkot : સમૂહલગ્નમાં આયોજકો ફરાર! ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા આ આદેશ

Advertisement

Advertisement

300 થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો

ગુજરાત યુનિવર્સિટીનાં ઓડિટોરિયમમાં યોજાયેલ 'મીડિયોત્સવ 2025' માં (Media Festival 2025) વકતૃત્વ, ન્યૂઝ એન્કરિંગ, ડિબેટ, ક્વિઝ, મીમ મેકિંગ, રેમ્પ વોક સહિતની સ્પર્ધાઓ પણ યોજાઇ હતી. રાજ્યભરની મીડિયા શિક્ષણ સંસ્થાઓ તથા અન્ય કોલેજોનાં અંદાજે 300 થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે મીડિયા જગતનાં સુપ્રસિદ્ધ વ્યક્તિત્વ એવા અંકિત ગોર, દેવાંશી જોશી (Devanshi Joshi) સહિતનાં લોકોએ સેવા આપી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત ફર્સ્ટનાં ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટે સંબોધન આપ્યું હતું અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ NIMCJ સંસ્થામાંથી આવતા વિદ્યાર્થીઓની પ્રશંસા પણ કરી હતી.

આ પણ વાંચો - Weather Forecast : ઠંડી, ગરમીની આંખમિચોલી વચ્ચે કમોસમી વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી

અહીંનાં છાત્રને ઇન્ટરશિપમાં તૈયાર કરવાની જરૂર પડતી નથી : ડો. વિવેક કુમાર ભટ્ટ

ડો વિવેક કુમાર ભટ્ટે (Dr. Vivek Bhatt) કહ્યું હતું કે, NIMCJ સાથે મારો પરિચય જૂનો છે. દેશભરમાંથી વિદ્યાર્થીઓ અહીં આવીને અભ્યાસ કરે છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. એક વ્યક્તિમાં બધી જ આવડત હોય તેવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાનું કામ આ સંસ્થા કરે છે. NIMCJ માં વિદ્યાર્થી ખૂબજ સારી રીતે તૈયાર થાય છે. અહીંની લેબોરેટરી અને કાર્યક્રમો મેં જોયા છે. આ સંસ્થામાંથી તૈયાર થયેલા વિદ્યાર્થી હાલ ક્યાંકને ક્યાંક પોતાની પ્રતિભાથી અવિરત સફળતા મેળવી રહ્યા છે. ડો વિવેક કુમાર ભટ્ટે આગળ કહ્યું કે, અમારા માટે આ ગર્વની વાત છે કે અમે આ ઇવેન્ટને કવર કરી અને મીડિયા પાર્ટનર તરીકે અમે આ કાર્યક્રમને બતાવીશું. અહીંનાં વિદ્યાર્થીઓ તૈયાર થયા હોય તેમને ઇન્ટરશિપમાં તૈયાર કરવામાં બહુ મહેનત થતી નથી. આજે મને અહીં બોલાવ્યો હું આભારી છું.

આ પણ વાંચો - Rajkot : રાત સુધી હાજર રહેલા આયોજકો સવારે અચાનક 'છૂમંતર' ! સર્વ જ્ઞાતિ સમૂહલગ્નમાં હોબાળો

Tags :
Advertisement

.

×