Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: શહેરમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો, વિદેશ પ્રવાસની કોઈ હિસ્ટ્રી નહીં

80 વર્ષીય વૃદ્ધનો કેસ પોઝિટિવ આવતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
ahmedabad  શહેરમાં hmpv વાયરસનો વધુ એક કેસ નોંધાયો  વિદેશ પ્રવાસની કોઈ હિસ્ટ્રી નહીં
Advertisement
  • 80 વર્ષીય વૃદ્ધનો કેસ પોઝિટિવ આવ્યો છે
  • વસ્ત્રાપુરની સ્ટર્લીંગ હોસ્પિટલમાં લઇ રહ્યા છે સારવાર
  • દર્દીને છેલ્લા ઘણા સમયથી હતી અસ્થમાની તકલીફ

Ahmedabad: અમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. જેમાં 80 વર્ષીય વૃદ્ધનો કેસ પોઝિટિવ આવતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમાં વસ્ત્રાપુરની સ્ટર્લીંગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દર્દીને છેલ્લા ઘણા સમયથી અસ્થમાની તકલીફ હતી તેમજ વિદેશ પ્રવાસની કોઈ હિસ્ટ્રી નથી છતા પણ દર્દીને HMPV વાયરસનો ચેપ લાગ્યો છે.

HMPV વાયરસનો પ્રથમ કેસ કર્ણાટકમાં આવ્યા બાદ હવે ગુજરાતમાં કેસ વધ્યા

HMPV વાયરસ અંગે સમગ્ર દેશમાં ફફડાટનું વાતાવરણ છે. તેમાં કેન્દ્ર દ્વારા ઇમરજન્સી બેઠક પણ બોલાવવામાં આવી છે. તેવામાં ગુજરાતમાં પણ કેસ નોંધાઇ રહ્યાં છે. HMPV વાયરસનો પ્રથમ કેસ કર્ણાટકમાં આવ્યા બાદ હવે ગુજરાતમાં પણ કેસ નોંધાઇ ચુક્યો છે. અગાઉ 2 મહિનાની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બાળકની હાલ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ બાળકી મોડાસા નજીકના કોઇ ગામની હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. જેની સારવાર ચાંદખેડાની કોઇ ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.

Advertisement

પરિવારજનોનો કોઈ આંતરરાષ્ટ્રીય પ્રવાસનો ઇતિહાસ નથી

HMPV, એક વાયરસ જે શ્વાસ લેવામાં તકલીફ પેદા કરે છે, તે બેંગલુરુની બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં 8 મહિનાના છોકરા અને 3 મહિનાની છોકરીમાં જોવા મળ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બે દર્દીઓ અથવા તેમના પરિવારજનોનો કોઈ આંતરરાષ્ટ્રીય પ્રવાસનો ઇતિહાસ નથી.તેમજ અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં 15 આઇસોલેશન બેડ તૈયાર કરાયા છે. દુનિયાની ચિંતા વધારી રહેલા નવા HMPV નાં કેસ ભારતમાં પણ સતત વધી રહ્યા છે. જેમાં અમદાવાદમાં પણ વધુ કેસ સામે આવી રહ્યાં છે. નાગિરકોને તાવ, ઉધરસ, શ્વાસની તકલીફનાં લક્ષણો હોય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા સૂચન કરાયું છે. આ વાઇરસથી ડરવાની જરૂર નથી પણ તકેદારી રાખવીની જરૂર છે તેમ આરોગ્ય વિભાગે (Health Department) જણાવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Google Map એ તો ભારે કરી, આસામની જગ્યાએ પોલીસને પહોંચાડી નાગાલેન્ડ!

Tags :
Advertisement

.

×