Ahmedabad : વિપક્ષ નેતા Shehzad Khan Pathan નો મોટો આરોપ! કહ્યું - 4 વર્ષમાં 100 કરોડ ચૂકવ્યાં છતાં..!
- Ahmedabad નાં પીરાણા ડમ્પિંગ સાઈડનો મામલો ફરી ગરમાયો (Shehzad Khan Pathan)
- વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે ભ્રષ્ટાચારનાં ગંભીર આક્ષેપ કર્યાં
- રૂ. 100 કરોડની ચૂકવણી કર્યાં છતાં સ્થિતિ યથાવત : વિપક્ષ નેતા
- AMC માત્ર કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવતું હોવાનો આક્ષેપ
અમદાવાદનાં (Ahmedabad) પીરાણા ડમ્પિંગ સાઈડનો મામલો ફરી ગરમાયો છે. વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે (Shehzad Khan Pathan) ભ્રષ્ટાચારનાં ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, 100 કરોડની ચૂકવણી કર્યાં છતાં સ્થિતિ જસની તસ છે. વિપક્ષ નેતાએ કહ્યું કે, કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ કચરાનો નિકાલ કરવામાં આવતો નથી. શહેરમાં પ્રદૂષણ પણ મોટા પ્રમાણમાં છે.
આ પણ વાંચો - Satadhar Controversy : મહંત વિજય બાપુના વિવાદમાં વધુ એક મહંતની પ્રતિક્રિયા, કહ્યું- કોઈને પર્સનલ વાંધો હોય તો...
4 વર્ષમાં 100 કરોડની ચૂકવણી, છતાં કચરાંનો નિકાલ નથી : શહેઝાદખાન પઠાણ
અમદાવાદમાં (Ahmedabad) પીરાણા ડમ્પિંગ સાઇડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગંભીર આરોપ AMC વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે (Shehzad Khan Pathan) કર્યો છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, છેલ્લા 4 વર્ષમાં રૂ. 100 કરોડ જેટલી રકમની ચૂકવણી કરવામાં આવી હોવા છતાં ડમ્પિંગ સાઈડનો કચરો ઓછો થયો નથી. 65 ટ્રોમિંગ મશીન જગ્યાએ 25 ટ્રોમિંગ મશીન જ મૂકવામાં આવ્યા છે. 1000 TPD ટ્રોમિંગ મશીન પાછળ રૂ. 5.01 કરોડનો ખર્ચ થયો છે. જ્યારે 300 TPD ટ્રોમિંગ મશીન પાછળ રૂ. 10.73 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Khyati Hospital Scam માં સૌથી મોટા સમાચાર, ફરાર ડો. રાજશ્રી કોઠારી રાજસ્થાનથી ઝડપાઈ
AMC માત્ર કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવતું હોવાનો આક્ષેપ
વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે આરોપ લગાવ્યો કે, વર્ષ 2022-23 માં 9 મહિનામાં રૂ. 15 કરોડ 74 લાખની ચુકવણી કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2019 થી 2023 સુધીમાં AMC એ રૂ. 100 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં કચરાનો નિકાલ થતો નથી. તેમણે કહ્યું કે, અમદાવાદ શહેરમાં હવા પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણ જોવા મળી રહ્યું છે. AMC માત્ર કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવતું હોવાનો આક્ષેપ વિપક્ષ નેતાએ કર્યો હતો.
આ પણ વાંચો - Bhavnagar : કંસારા પ્રોજેક્ટ હેઠળ રૂ. 55 કરોડનો ધુમાડો! રિવરફ્રન્ટની કેનાલોમાં ગંદકીનું સામ્રાજ્ય


