Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: પંકજ ત્રિવેદી હત્યા કેસમાં 16 વર્ષે આવ્યો ચુકાદો...10ને ફટકારી આજીવન કેદ

સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની હત્યાનો મામલો અમદાવાદ સેશન્સ કોર્ટે 10 આરોપીઓને સંભળાવી આજીવન કેદની સજા વર્ષ 2006માં અમદાવાદમાં પંકજ ત્રિવેદીની થઈ હતી હત્યા પંકજ ત્રિવેદી અવાજ ઉઠાવી રહ્યા હોવાથી કરાઈ હતી હત્યા વર્ષ 2009માં દાખલ થયેલા કેસનો 16 વર્ષે...
ahmedabad  પંકજ ત્રિવેદી હત્યા કેસમાં 16 વર્ષે આવ્યો ચુકાદો   10ને ફટકારી આજીવન કેદ
Advertisement
  • સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની હત્યાનો મામલો
  • અમદાવાદ સેશન્સ કોર્ટે 10 આરોપીઓને સંભળાવી આજીવન કેદની સજા
  • વર્ષ 2006માં અમદાવાદમાં પંકજ ત્રિવેદીની થઈ હતી હત્યા
  • પંકજ ત્રિવેદી અવાજ ઉઠાવી રહ્યા હોવાથી કરાઈ હતી હત્યા
  • વર્ષ 2009માં દાખલ થયેલા કેસનો 16 વર્ષે ચુકાદો

Ahmedabad News: 15 જૂન, 2006એ એલિસબ્રીજ જીમખાના પાસે સ્વાધ્યાય પરિવારના(Swadhyay Pariwar) પંકજ ત્રિવેદીની (Pankaj Trivedi)હત્યા થઇ હતી. દાખલ થયેલા કેસનો 16 વર્ષે ચુકાદો આવ્યો છે. પંકજ ત્રિવેદી હત્યા કેસમાં અમદાવાદ સેશન્સ (Court Verdict)કોર્ટે 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

અમદાવાદ સેશન્સ કોર્ટે 10 આરોપીઓને ફટકારી આજીવન કેદ

મળતી માહિતી મુજબ, પંકજ ત્રિવેદી મૂળ NRI હતા. ગુજરાત ભૂકંપમાં લોકોને મદદ કરવા કરોડોનું ફંડ વિદેશથી ઉઘરાવ્યું હતું. તેના વપરાશના કોઈ ચોક્કસ હિસાબ સ્વાધ્યાય પરિવારે આપ્યા નહોતા. સ્વાધ્યાય પરિવારમાં ચાલતી ગેરરીતિઓ અંગે પંકજ ત્રિવેદીએ અવાજ ઉઠાવ્યો હતો. જેથી સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા લોકોએ જ 15 જૂન, 2006 એ એલિસબ્રીજ જીમખાના પાસે પંકજ ત્રિવેદીની હત્યા કરી નાંખી હતી. આખરે ચકચારી પંકજ ત્રિવેદી હત્યા મામલે 2009માં દાખલ થયેલા કેસનો 16 વર્ષે ચુકાદો આવ્યો છે. અમદાવાદ સેશન્સ કોર્ટે 10 આરોપીઓને આજીવન કેદ ફટકારી છે.

Advertisement

આ પણ  વાંચો-Gandhinagar News:મંત્રી ઋષિકેશ પટેલનો હિતકારી નિર્ણય, આ કર્મચારીઓને થશે લાભ

Advertisement

10 આરોપીઓના નામની વિગતો

પંકજ ત્રિવેદીની હત્યા કેસમાં કોર્ટે 10 આરોપીને દોષિત ઠેરવ્યા બાદ હવે સજા ફટકારી છે. જેમાં આરોપી ચંદ્રસિંહ જાડેજા, હિતેશ સિંહ ચુડાસમા, દક્ષેશ શાહ, ભૂપતસિંહ જાડેજા, માનસિંહ વાઢેર, ઘનશ્યામસિંહ ચુડાસમા, ભરતભાઈ તટે, ભરતસિંહ જાડેજા, ચંદ્રકાંત ડાકી, જશુભાઈ જાડેજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

આ પણ  વાંચો-Gandhinagar: તોલમાપ તંત્રના રાજ્યવ્યાપી દરોડા: હાઇ-વે પર આવેલી 183 હોટલોને ફટકાર્યો મોટો દંડ, જાણો શું છે કારણ?

કેમ અને કેવી રીતે હત્યા થઇ?

પંકજ ત્રિવેદી અમેરિકાનું નાગરિકત્વ ધરાવતા હતા તેમણે અમદાવાદમાં આવી જયશ્રી તલવરકરની રીત રસમો સામે જંગ છેડયો હતો. પંકજ ત્રિવેદીએ સ્વાધ્યાય પરિવારના જયશ્રી દીદીની રીત રસમો સામે અને ભ્રષ્ટાચાર સામે જંગ છેડતા તેમને અવારનવાર મોતની ધમકી મળી હતી તેમ છતાં પણ તેમને પોતાનો જંગ ચાલુ રાખ્યો હતો અને સ્વાધ્યાય પરિવારના ભ્રષ્ટાચારો સામે 25થી વધારે જુદા જુદા દાવા દાખલ કર્યા હતા. દરમિયાન 15 જૂન 2006ના રોજ એલિસબ્રિજ જિમખાના નજીક પંકજ ત્રિવેદી કારમાંથી ઉતરતા જ આરોપીઓએ તેમને પાછળથી માથાના ભાગે બેઝ બોલનું બેટ મારી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા.

Tags :
Advertisement

.

×