Ahmedabad : સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીના કરુણ મૃત્યુ બાદ વાલીઓનું હલ્લાબોલ, પ્રિન્સિપાલ-શિક્ષકોને માર્યા
Seventh Day School students fight,
- શાળાના એડમીન મયુરીકા પટેલે આપ્યું નિવેદન
- કેટલાક દિવસો પહેલા 2 વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કો મારવાની બાબતે તકરાર થઈ હતી
- બાળકે શાળામાં રજૂઆત ન કરી પણ વાલી ને રજૂઆત કરી હતી
- ગઈકાલની ઘટના શાળાની બહાર બની હતી
- આજે હોબાળાને લીધે નહિ પરંતુ શ્રદ્ધાંજલિ માટે શાળામાં રજા અપાઈ હતી
Ahmedabad : શહેરની શાળામાં વિદ્યાર્થીઓની બબાલ અને તકરારના કિસ્સાઓ વધી રહ્યા છે. અનેક કિસ્સામાં વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલા પણ થતા જોવા મળે છે. આવી જ એક ઘટના અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે બની હતી. જેમાં ધોરણ-10 ના ઘાયલ વિદ્યાર્થીનું મૃત્યુ થતાં શાળામાં ધમાલ મચી ગઈ છે. આજે વિદ્યાર્થીના મૃત્યુ બાદ તેના પરિવાર અને સમાજના સભ્યો દ્વારા શાળામાં હોબાળો મચાવવામાં આવ્યો હતો.
Seventh Day School students fight, શું છે સમગ્ર મામલો ?
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં થોડા દિવસ અગાઉ 2 વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કો મારવાની બાબતે તકરાર (Seventh Day School students fight) થઈ હતી. આ તકરાર બાદ પણ અવારનવાર આ વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થતી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ધોરણ-8ના વિદ્યાર્થીએ શાળાની બહાર ધોરણ-10ના વિદ્યાર્થીના પેટમાં છરી હુલાવી દીધી હતી. આ છરી હુલાવી દીધા બાદ ઘાયલ થયેલા ધોરણ-10 વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આજે શાળામાં વિદ્યાર્થીના મૃત્યુ સંદર્ભે વાલીઓએ હોબાળો મચાવી દીધો છે. આ હુમલો કરનાર વિદ્યાર્થી અગાઉ 2 વાર નાની-મોટી ફરિયાદો શાળામાં થઈ ચૂકી છે.
Seventh Day School students fight Gujarat First-20-08-2025
વાલીઓનો શાળામાં હોબાળો
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ મારામારી (Seventh Day School students figh) માં એક વિદ્યાર્થીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના બાદ આજે વિદ્યાર્થીના પરિવાર અને સમાજના સભ્યો શાળામાં ધસી ગયા હતા. મૃતક વિદ્યાર્થીના સગાઓએ શાળામાં પ્રિન્સિપાલ શિક્ષકોને માર માર્યો હતો. વાલીઓએ શાળાની પ્રોપર્ટીને નુકસાન પણ પહોંચાડ્યું હતું.
Seventh Day School students fight Gujarat First-20-08-2025
આ પણ વાંચોઃ Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 168 તાલુકામાં મેઘમહેર, જાણો કયા ખાબક્યો સૌથી વધુ વરસાદ
શું કહે છે શાળાના એડમિન ?
આ મામલે શાળાના એડમિન મયુરીકા પટેલે જણાવ્યું કે, કેટલાક દિવસો પહેલા 2 વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કો મારવાની બાબતે તકરાર થઈ હતી. વિદ્યાર્થીએ શાળામાં રજૂઆત ન કરી પણ વાલીને રજૂઆત કરી હતી. ગઈકાલે જે ઘટના બની છે તે શાળાની બહાર બની છે. વિદ્યાર્થી છરી વાગતા પેટ પર હાથ મૂકીને સ્કૂલમાં આવ્યો હતો. CCTVમાં બાળક પેટ પકડીને શાળામાં આવતો દેખાય છે. વિધાર્થી છરી લઈને શાળામાં આવ્યો ન હતો પરંતુ બાહર રાખેલ વાહનમાં તેને છુપાવી રાખ્યું હોઈ શકે છે. વિધાર્થીઓ વાહન લઈને શાળામાં ન આવે તે માટે અનેક વાર કહેવામાં આવ્યું છે છતાં વાલીઓ માનતા નથી. જો કે આ શાળા તરફથી કરવામાં આવતો લૂલો બચાવ જ છે.
Seventh Day School students fight Gujarat First-20-08-2025
આ પણ વાંચોઃ આણંદ કોંગ્રેસ નેતા ઇકબાલ મલેકની હત્યાનો ભેદ ઉકેલાયો, વરઘોડો કાઢ્યાનો લીધો બદલો


