Ahmedabad Plane Crash : 'હું 2 દિવસથી માનસિક પરેશાન હતો, શું કહ્યું તે મને ખબર જ ન રહી', ડો. અનિલ પવારની સ્પષ્ટતા
- Dr. Anil Pawar એ પોતાના વાયરલ વીડિયો પર કરી સ્પષ્ટતા
- ગતરોજ ડો. અનિલે તેમના રહેણાકમાંથી સામાન શિફ્ટ કરવાની કામગીરી અંગે પ્રશ્નો કર્યા હતા
- હવે ડો. અનિલે પોલીસ, વહીવટીતંત્ર અને હોસ્પિટલ તરફથી ઘણી સહાયતા પૂરી પાડવા બદલ આભાર માન્યો છે
Ahmedabad Plane Crash : 12મી જૂને અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની A-171 ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ દુર્ઘટનામાં 250થી વધુ લોકોએ જીવ ખોયો હતો. આ ઉપરાંત અનેક ઘાયલ થયા હતા. આ દુર્ઘટનાને લીધે અનેક પરિવારોને હાનિકારક અસરો પણ થઈ હતી. જે પૈકીનો એક પરિવાર છે ડો અનિલ પવારનો. ગત રોજ ડો. અનિલ પવાર (Dr. Anil Pawar) નો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ પોતાની આપદા વર્ણવી રહ્યા હતા અને હોસ્પિટલ તંત્ર દ્વારા હેરાનગતિ થતી હોવાનું નિવેદન આપ્યું હતું. જો કે ત્યારબાદ તેમને ફરીથી નિવેદન આપીને પોતાના વાયરલ થયેલા વીડિયો અંગે સ્પષ્ટતા કરી છે.
ડો. અનિલે કરી સ્પષ્ટતા
Ahmedabad Plane Crash ના અનેક અસરગ્રસ્ત પૈકીના એક છે ડો. અનિલ પવાર. ગતરોજ ડો. અનિલનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેમને પોતાની દુઃખભરી સ્થિતિ વર્ણવી હતી. જો કે આ વાયરલ વીડિયો બાદ તેમની સ્પષ્ટતા સામે આવી છે. આ સ્પષ્ટતામાં તેઓ જણાવે છે કે, હું બે દિવસથી આઘાતજનક ઘટનાના કારણે માનસિક રીતે અસ્વસ્થ હતો તેથી ખયાલ ન રહ્યો કે હું શું બોલી ગયો. મને પોલીસ, વહીવટીતંત્ર અને હોસ્પિટલ તરફથી ઘણી સહાયતા મળી છે. અમારા માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને અમે સુરક્ષિત છીએ તેનો મને આનંદ છે.
આ પણ વાંચોઃ Gandhinagar : કોંગ્રેસ નેતા લલિત કગથરાએ વ્યક્ત કર્યું દુ:ખ, અમારા સંબંધોમાં ક્યારેક કોઈ ખોટ નહોતી પડી
યુ. એન. મહેતામાં લીવિંગ ક્વાર્ટરની સુવિધા
દર વર્ષે યુ.એન. મેહતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર (U.N. Mehta Institute of Cardiology) દેશના વિવિધ રાજ્યોના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સને તાલીમ સાથે જરૂરી અને પૂરતી સુવિધાઓ પૂરી પાડે છે. યુ.એન.મેહતા ઈન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં તમામ ડૉક્ટર્સ માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ છે. ડો. અનિલ પવાર અને તેમના પત્નીને અહીં આવાસ ફાળવવામાં આવેલા છે. ઉલ્લેખનીય છે કે ડો. અનિલ પવારે ગતરોજ એક વાયરલ વીડિયોમાં તેમના રહેણાકમાંથી સામાન શિફ્ટ કરવાની કામગીરી અંગે પ્રશ્નો કર્યા હતા. આ વાયર વીડિયો પર તેમને સ્પષ્ટતા કરી છે અને પોલીસ, વહીવટીતંત્ર અને હોસ્પિટલ તરફથી ઘણી સહાયતા પૂરી પાડવા બદલ આભાર પણ માન્યો છે.
આ પણ વાંચોઃ Rajkot : ધારાસભ્ય જયેશ રાદડિયાએ વિજયભાઈ રૂપાણીના નિધન અંગે વ્યક્ત કર્યું દુ:ખ


