Ahmedabad Plane Crash : એક માત્ર જીવિત પેસેન્જર વિશ્વાસ કુમારને ડિસ્ચાર્જ કરાયા, ભાઈની અંતિમક્રિયામાં પણ જોડાયા
- Ahmedabad Plane Crash ના એકમાત્ર જીવિત પેસેન્જરને અપાયું ડિસ્ચાર્જ
- સિવિલમાંથી વિશ્વાસ કુમારને ગત રોજ સાંજે 7.30 કલાકે રજા અપાઈ હતી
- વિશ્વાસ કુમારે તેના ભાઈની અંતિમક્રિયામાં પણ ભાગ લીધો
Ahmedabad Plane Crash : એરઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ 12મી જૂને ટેકઓફ બાદ ગણતરીની સેકન્ડ્સમાં જ મેઘાણીનગર વિસ્તારમાં ધડાકાભેર તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં કુલ 241 પેસેન્જર્સના કરુણ મૃત્યુ થયા હતા. આ ફ્લાઈટમાંથી એક માત્ર જીવિત પેસેન્જર વિશ્વાસ કુમાર (Vishwas Kumar) ને સિવિલ હોસ્પિટલમાંથી ગત રોજ સાંજે 7.30 કલાકે ડિસ્ચાર્જ કરી દેવાયા હતા. વિશ્વાસ કુમારે ડિસ્ચાર્જ બાદ તેમના ભાઈની અંતિમક્રિયામાં પણ ભાગ લીધો.
ગત રાત્રે 2 કલાકે સોંપાયો મૃતદેહ
અમદાવાદમાં થયેલ ગમખ્વાર વિમાન દુર્ઘટનામાં એક માત્ર જીવિત પેસેન્જર વિશ્વાસ કુમારને સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા હતા. વિશ્વાસ કુમારને ગત રોજ સાંજે 7.30 કલાકે રજા અપાઈ હતી. વિશ્વાસ કુમારના ફેમિલી મેમ્બર યુકેથી આવી ગયા બાદ રજા આપવામાં આવી હતી. આ દુર્ઘટનામાં વિશ્વાસ કુમારના મૃત્યુ પામેલા ભાઈના મૃતદેહને ગત મોડી રાત્રે 2 કલાકે સોંપાયો હતો. ડિસ્ચાર્જ થયા બાદ વિશ્વાસ કુમારે પોતાના ભાઈની અંતિમક્રિયામાં ભાગ લીધો હતો. આજ સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ પત્રકારોને મૃતદેહોના DNA મેચિંગ વિશે માહિતી આપી છે.
આ પણ વાંચોઃ Gujarat : બેનંબરી હેરાફેરી માટે રેલ માર્ગ સસ્તો અને સરળ, એજન્સીએ IMFL ના જથ્થા સાથે પાંચને પકડ્યા
અત્યાર સુધી કુલ 202 મૃતદેહોના DNA મેચ થયા
અમદાવાદ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ રાકેશ જોશી (Rakesh Joshi) એ જણાવ્યું છે કે, આજે સવારે 10.45 સુધી 190 DNA મેચ થયા છે. જ્યારે 159 મૃતદેહોની પરિવારને સોંપણી કરી દેવામાં આવી છે. 35 મૃતદેહ સિવિલના મોર્ગ્યુમાં છે. જેમાંથી 5 મૃતદેહોની પ્રોસેસ ચાલી રહી છે. 15 મૃતદેહોના સગાની રાહ જોવાઈ રહી છે. જેમાંથી 4 પોર્ટુગીઝ, 27 યુકે અને 1 કેનેડિયન મૃતક ઉપરાંત 4 નોન પેસેન્જર્સનો પણ સમાવેશ થાય છે. સિવિલમાં કુલ દાખલ 71 માંથી 3 દર્દીઓનું મૃત્યુ થયું છે. આજે બપોરે 2.30 કલાક સુધીમાં કુલ 202 મૃતદેહોના DNA મેચ કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ રાકેશ જોશીનું નિવેદન
વિશ્વાસના ભાઈનો મૃતદેહ પરિવારને સોંપાયોઃ રાકેશ જોશી
રાત્રે બે વાગ્યાની આસપાસ પરિવારને સોંપાયો મૃતદેહઃ રાકેશ જોશી
વિશ્વાસ કુમારને પણ કાલે સાંજે 7.30 કલાકે આપી દેવાઈ હતી રજા
"વિશ્વાસ કુમારના ફેમિલી મેમ્બર યુકેથી આવી ગયા બાદ રજા… pic.twitter.com/PtXKCFa0q0— Gujarat First (@GujaratFirst) June 18, 2025
આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash ને લઇને આવ્યા સૌથી મોટા સમાચાર, 3 મહિના પહેલા જ કરાયો હતો આ ફેરફાર


