ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad Plane Crash : ઋષભ રુપાણી લંડનથી ગુજરાત આવી પહોંચ્યા, રાજકોટમાં પ્રાર્થના સભા-અંતિમ દર્શનનું આયોજન કરાયું

સદગત વિજય રુપાણીના પુત્ર ઋષભ રુપાણી (Rishabh Rupani) લંડનથી ગુજરાત પહોંચી ચૂક્યા છે. રાજકોટમાં સદગતની પ્રાર્થના સભા અને અંતિમ દર્શન માટે તડામાર તૈયારીઓ....
02:40 PM Jun 14, 2025 IST | Hardik Prajapati
સદગત વિજય રુપાણીના પુત્ર ઋષભ રુપાણી (Rishabh Rupani) લંડનથી ગુજરાત પહોંચી ચૂક્યા છે. રાજકોટમાં સદગતની પ્રાર્થના સભા અને અંતિમ દર્શન માટે તડામાર તૈયારીઓ....
Vijay Rupani Gujarat First

Ahmedabad Plane Crash : 12મી જૂને અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી (Vijay Rupani) નું કરુણ મૃત્યુ થયું હતું. અત્યારે સદગત વિજય રુપાણીના DNA મેચિંગની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા બાદ વિજય રુપાણીના મૃતદેહને તેમના પરિવારને સોંપવામાં આવશે. પિતા વિજય રુપાણીની અંતિમ ક્રિયામાં સામેલ થવા માટે પુત્ર ઋષભ રુપાણી (Rishabh Rupani) ગુજરાત પહોંચી ચૂક્યા છે. જો જરુર જણાશે તો ઋષભ રુપાણીના DNA સેમ્પલ પણ લેવામાં આવશે.

ગાંધીનગર માતાને મળ્યા

આજે વહેલી સવારે સ્વ. વિજય રુપાણીના પુત્ર ઋષભ રુપાણી લંડનથી ગુજરાત આવી પહોંચ્યા છે. તેઓ અમદાવાદમાં ઉતરાણ કર્યા બાદ સીધા ગાંધીનગર ગયા હતા. ગાંધીનગર તેમની માતા અંજલિ રુપાણીને આ દુઃખમાં સાંત્વના પાઠવી હતી. માતાને સાંત્વના આપ્યા બાદ તેઓ અમદાવાદ જવા રવાના થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે સદગત વિજય રુપાણીના DNA હજૂ સુધી મેચ થયા નથી. જો જરુર જણાશે તો વિજય રુપાણીના પુત્ર ઋષભ રુપાણીના DNA સેમ્પલ પણ લેવામાં આવશે.

રાજકોટમાં કરવામાં આવશે અંતિમક્રિયા

સ્વ. વિજય રુપાણીના અંતિમ દર્શન માટેની તડામાર તૈયારીઓ રાજકોટમાં ચાલી રહી છે. સદગતના આત્માની શાંતિ માટે એક પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રાર્થના સભાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સ્વ. વિજય રુપાણીના રાજકોટ સ્થિત પ્રકાશ સોસાયટી ખાતે આવેલા નિવાસસ્થાને પણ દોડધામ મચેલી છે. ભાજપના નેતા કમલેશ મીરાણી, પુષ્કર પટેલ, મનીષ રાડીયા પહોંચ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અણધારી વિદાયથી સમગ્ર રાજકોટ શોકમગ્ન છે. સમગ્ર શહેરમાં સ્વ. વિજય રુપાણીને શ્રદ્ધાંજલિ પાઠવતા પોસ્ટર્સ લગાડવામાં આવ્યા છે. આ પોસ્ટર્સમાં વિજ્યભાઈના ફોટો લગાડવા ઉપરાંત આ દુર્ઘટનામાં કરુણ મૃત્યુ પામેલા તમામને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવાઈ છે.

આ પણ વાંચોઃ  Ahmedabad Plane Crash : ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ DNA મેચિંગ પ્રક્રિયા સંદર્ભે કરી રીવ્યૂ મીટિંગ

રાજકોટ શોકમગ્ન

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે વિજય રુપાણીને શ્રદ્ધાજંલિ પાઠવતા અડધા દિવસનો બંધ પાળ્યો છે. ચેમ્બર ઓફ કોમર્સની જાહેરાત બાદ 108 સંસ્થાઓએ બંધને ટેકો જાહેર કર્યો હતો. શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રિયલ એસોસિએશન સહિતના ઉદ્યોગો બંધ રહ્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટની 650થી વધારે ખાનગી શાળાઓ બંધ રાખવામાં આવી છે. સવા 2 લાખ વિદ્યાર્થીઓ અને 15 હજાર શિક્ષકોએ શિક્ષણકાર્ય બંધ રાખીને રાજકોટના પનોતાપુત્ર સદગત વિજય રુપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

વિજય રુપાણીનો એક જૂનો વીડિયો  વાયરલ

વર્ષ 2016ના વીરાંજલિ કાર્યક્રમનો વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં દિવંગત વિજયભાઈ રુપાણી શૌર્ય ગીત ગાતા જણાઈ રહ્યા છે.

રાજકીય નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના નિવાસસ્થાને મંત્રી જગદીશ વિશ્વકર્મા અને ઋષિકેશ પટેલ પોહોંચ્યા હતા. તેમણે સદગતને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, અમારા માટે ભાજપ આગેવાન અને ગુજરાત માટે સમાજ સેવી આગેવાન ગુમાવ્યા છે. વિજય રુપાણી વિદ્યાર્થી કાળ થી જ સંઘર્ષ કરતા રહ્યા હતા. કાયમ એમનો સધીયારો મળતો હતો. આ દૂખદ પળે ઈશ્વર સૌને શક્તિ આપે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ સ્વ. વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમણે સદગતને ભાવભીની શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, વિજયભાઈના નિધનથી દુઃખી છું. આ દુર્ઘટના એક માનવીય ભૂલ છે તેની તપાસ થવી જોઈએ.

આ પણ વાંચોઃ  Ahmedabad Plane Crash : 'દુર્ઘટનાથી બચ્યાં તો હવે હોસ્ટેલ ખાલી કરવાનું દબાણ', રેસિડેન્ટ ડોક્ટરે મીડિયા સમક્ષ વ્યક્ત કરી પોતાની વ્યથા

Tags :
Ahmedabad Plane crashAnjali RupaniDNA identificationFormer Gujarat Chief MinisterGujarat FirstGUJARAT FIRST NEWSgujarat plane crashJune 12 Ahmedabadlast rites RajkotLondonPlane CrashPrayer meet for Vijay RupaniRajkot mourningRishabh RupaniVijay RupaniVijay Rupani funeral
Next Article