ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad Plane Crash : કુલ 259 મૃતદેહની ઓળખ થઈ, 256 પાર્થિવદેહ સ્વજનોને સોંપાયા

19 નોન પેસેન્જર પૈકી 13 મૃતદેહના DNA મેચ થયા અને 6 ફેશિયલ આઇડેન્ટિટી કર્યા બાદ પાર્થિવદેહ સ્વજનોને સોંપાયા છે.
10:09 PM Jun 23, 2025 IST | Vipul Sen
19 નોન પેસેન્જર પૈકી 13 મૃતદેહના DNA મેચ થયા અને 6 ફેશિયલ આઇડેન્ટિટી કર્યા બાદ પાર્થિવદેહ સ્વજનોને સોંપાયા છે.
AirIndia_Gujarat_first
  1. Ahmedabad Plane Crash માં મૃતદેહોના DNA મેચની પ્રક્રિયા હાલ પણ યથાવત
  2. આજે સાંજે 7 વાગ્યા સુધીમાં 253 DNA મેચ થયા, 256 મૃતદેહ સ્વજનોને સોંપાયા
  3. 180 ભારતીય, 49 UK, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન, 19 નોન પેસેન્જર સામેલ
  4. અત્યાર સુધીમાં 259 માંથી 256 પાર્થિવદેહ તેમના સ્વજનોને સોંપી દેવામાં આવ્યા

Ahmedabad Plane Crash : અમદાવાદની એરઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં 250 થી વધુ લોકોનાં મોત નીપજ્યા છે. મૃતદેહો ખૂબ જ ગંભીર રીતે સળગી જતાં તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની હતી. આથી, તેમની ઓળખ કરવા માટે DNA ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે હાલ પણ ચાલુ છે. પરિજનોનાં DNA મેચ કરી મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે. ત્યારે, આજે સાંજ 7 વાગ્યા સુધીમાં 253 DNA મેચ થયા છે અને 256 પાર્થિવ દેહ તેમનાં સ્વજનોને સોંપવામાં આવ્યા છે. કુલ 259 મૃતદેહોની ઓળખ થઈ છે.

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : 251 હતભાગીના DNA મેચ થયા, 245 મૃતદેહ પરિવારને સોંપાયા

આજે સાંજે 7 વાગ્યા સુધીમાં 253 DNA મેચિંગનાં પરિણામ આવ્યા

અમદાવાદની વિમાન દુર્ઘટનાએ (Ahmedabad Plane Crash) સમગ્ર દેશને શોકમાં મૂકી દીધો છે. દુર્ઘટનામાં મોતને ભેટનારાઓનાં મૃતદેહની ઓળખ કરવા માટે DNA મેચની પ્રક્રિયા હાલ પણ ચાલુ છે. માહિતી અનુસાર, આજે સાંજે 7 વાગ્યા સુધીમાં 253 DNA મેચિંગનાં પરિણામ આવ્યા છે, જેમાં 240 પેસેન્જર અને 13 નોન પેસેન્જર છે. અત્યાર સુધીમાં 19 નોન પેસેન્જર પૈકી 13 મૃતદેહના DNA મેચ થયા અને 6 ફેશિયલ આઇડેન્ટિટી કર્યા બાદ પાર્થિવદેહ એમના સ્વજનોને આપી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Guajrat Congress : કડી-વિસાવદર પેટા ચૂંટણી પરિણામ બાદ શક્તિસિંહ ગોહિલનું રાજીનામું!

કુલ 259 મૃતદેહોની ઓળખ થઈ, 256 પાર્થિવદેહ સ્વજનોને સોંપાયા

માહિતી મુજબ, અત્યાર સુધીમાં 259 મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે. જ્યારે 256 પાર્થિવદેહ તેમના સ્વજનોને સોંપી દેવામાં આવ્યા છે. આ મૃતદેહોમાં 180 ભારતીય, 49 UK, 7 પોર્ટુગીઝ, 1 કેનેડિયન અને 19 નોન પેસેન્જર સામેલ છે. જ્યારે 3 UK સિટીઝનનાં પાર્થિવદેહ હાલ પણ PM રૂમમાં છે. અસારવા સિવિલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું કે, 28 મૃતદેહ બાય AIR, 228 એમ્બ્યુલન્સમાં બાય રોડ તેમના વતન પહોંચાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Surat માં ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું, વરસાદી પાણી લોકોનાં ઘરમાં ઘુસ્યા

Tags :
Ahmedabad Plane crashAir India plane crashAir-IndiaAirline Flight CrashBJ Medical CollegeCivil HospitalDNA TestDr Rakesh JoshiFlight AI171GUJARAT FIRST NEWSPlane Crashplane crash AhmedabadTop Gujarati NewsVijay Rupani
Next Article