Ahmedabad Police : દિવાળી પૂર્વે અમદાવાદ શહેર પોલીસમાં મોટા ફેરફાર!
- દિવાળી પૂર્વે Ahmedabad Police માં મોટા પાયે પોલીસકર્મીઓની આંતરિક બદલી
- અમદાવાદ શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનનાં પોલીસકર્મીઓની આંતરિક બદલી કરાઈ
- અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બદલીનાં આદેશ કરાયા
- પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASI, લોકરક્ષક દળ વર્ગના પોલીસકર્મીની બદલી
- દિવાળી પહેલા એક સાથે 744 પોલીસ કર્મીની બદલીનો હુકમ કરાયો
Ahmedabad : દિવાળી પૂર્વે (Diwali 2025) અમદાવાદ પોલીસને લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. અમદાવાદ પોલીસ બેડામાં (Ahmedabad Police) મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનનાં પોલીસકર્મીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. એક સાથે 744 પોલીસકર્મીની બદલીનો હુકમ કરાયો હોવાની મહિતી છે.
આ પણ વાંચો - BJP MLA દિનેશ કુશવાહને મત વિસ્તાર બાપુનગરથી ગાંધીનગર સુધી ભારતની સૌથી લાંબો ભૂર્ગભ રોડ બનાવો છે
Ahmedabad Police માં એક સાથે 744 પોલીસકર્મીની બદલીનો હુકમ
અમદાવાદ શહેર પોલીસમાં (Ahmedabad Police) મહત્ત્વનાં ફેરફાર કરાયા છે. માહિતી અનુસાર, અમદાવાદ શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનનાં પોલીસકર્મીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક સાથે 744 પોલીસકર્મીની બદલીનો હુકમ કરાયો હોવાની વિગત સામે આવી છે. આ આદેશ હેઠળ પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ASI, લોકરક્ષક દળ વર્ગનાં પોલીસકર્મીની બદલી કરાઈ હોવાની માહિતી છે.
આ પણ વાંચો - Diwali 2025 : દિવાળી પૂર્વે સરકારનાં કર્મચારીઓની બલ્લે બલ્લે! CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત


