Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુંબઈના વૃદ્ધ કર્મચારીના વહારે આવી અમદાવાદ પોલીસ, વાંચો સમગ્ર મામલો

અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ થોડા દિવસ પહેલા મુંબઈ (mumbai)થી એક નિવૃત સરકારી કર્મચારી અમદાવાદ (Ahmedabad) આવ્યા હતા. તેમણે અમદાવાદમાં પોતાના જીવનભરની કમાણીમાંથી એક મકાન રાખ્યું હતું. જેમાં વર્ષોથી એક ભાડુઆત રહેતો હતો. ભાડુઆત શરૂઆતમાં તો સમયસર ભાડુ આપતો હતો. પરંતુ છેલ્લા...
મુંબઈના વૃદ્ધ કર્મચારીના વહારે આવી અમદાવાદ પોલીસ  વાંચો સમગ્ર મામલો
Advertisement
અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ
થોડા દિવસ પહેલા મુંબઈ (mumbai)થી એક નિવૃત સરકારી કર્મચારી અમદાવાદ (Ahmedabad) આવ્યા હતા. તેમણે અમદાવાદમાં પોતાના જીવનભરની કમાણીમાંથી એક મકાન રાખ્યું હતું. જેમાં વર્ષોથી એક ભાડુઆત રહેતો હતો. ભાડુઆત શરૂઆતમાં તો સમયસર ભાડુ આપતો હતો. પરંતુ છેલ્લા 2 વર્ષથી ભાડુઆતે મકાન માલિકને ભાડુ આપ્યુ ના હતું અને જેની કુલ રકમ લગભગ 1.30 લાખ રૂપિયા સુધીની હતી. વૃદ્ધ મુંબઈમાં નિવૃત સરકારી કર્મચારી હતા. ત્યારે ભાડુ ના મળતા તેઓ અમદાવાદ આવ્યા હતા.
police help
ACP પ્રદિપસિંહ જાડેજાનો સંપર્ક કર્યો 
અમદાવાદ આવ્યા બાદ વૃદ્ધ ભાડુઆતને મળ્યા હતા અને ભાડાની રકમની માંગણી કરી હતી ત્યારે ભાડુઆતે મકાન માલિક વૃદ્ધને ચેક આપ્યા હતા. જે ચેક બેંકમાં જમા કરાવ્યા બાદ તમામ ચેક બાઉન્સ થયા હતા.  ત્યારબાદ  વૃદ્ધ મકાન માલિક અમદાવાદ પોલીસના જે ડીવીઝન ACP પ્રદિપસિંહ જાડેજાને મળ્યા હતા અને તેમની આપવિતિ જણાવી હતી. પ્રદિપસિંહ જાડેજાએ તત્કાલિક એક ટીમ બનાવી અને જેમાં મણિનગર પોલીસ સ્ટેશનના PI અને તેમની ટીમ સાથે સર્વેલન્સ સ્કોડ દ્વારા ભાડુઆતને શોધવામાં આવ્યો હતો. ભાડુઆતને શોધીને પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવ્યુ હતું અને સાથે સાથે વૃદ્ધ યુવકને તેમના ભાડાના રૂપિયા પણ અપાવ્યા હતા અને બાકી રહેતી રકમની લેખિતમાં બાંહેધરી પણ લેવામાં આવી હતી..
વૃદ્ધે પોલીસનો આભાર માન્યો
મુંબઈના નિવૃત સરકારી વૃદ્ધ કર્મચારીની મદદે આવીને શહેરની મણીનગર પોલીસે ખરા અર્થમાં મેં આઈ હેલ્પ-યુ ને સાર્થક કરી બતાવી છે. જે ડીવીઝન એસીપીની અધ્યક્ષતામાં સમગ્ર કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી બાદ વૃદ્ધે અમદાવાદ શહેર પોલીસ અને ACP પ્રદિપસિંહ જાડેજા સાથે તેમની ટીમનો પણ આભાર માન્યો હતો.
Tags :
Advertisement

.

×