ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : ખારીકટ કેનાલ રિ-ડેવલપમેન્ટ ફેઝ-2 ની કામગીરી માટે 1003 કરોડની દરખાસ્તને મંજૂરી

ફેઝ-1 માં નરોડા સ્મશાનથી વિંઝોલ વહેળા સુધીની 12.75 કિમીની લંબાઈમાં કેનાલ ડેલવલપમેન્ટની કામગીરી અન્વયે 80 ટકા કામ પૂર્ણ થયુ છે.
07:42 PM Mar 11, 2025 IST | Vipul Sen
ફેઝ-1 માં નરોડા સ્મશાનથી વિંઝોલ વહેળા સુધીની 12.75 કિમીની લંબાઈમાં કેનાલ ડેલવલપમેન્ટની કામગીરી અન્વયે 80 ટકા કામ પૂર્ણ થયુ છે.
CM_Gujarat_first 1
  1. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમદાવાદ મનપા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય (Ahmedabad)
  2. અમદાવાદ ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ-2ની કામગીરી
  3. રિડેવલપમેન્ટ માટે રૂ.1003 કરોડની દરખાસ્તની મંજૂરી
  4. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂરી

Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) અમદાવાદ મહાનગરપાલિકાને ખારીકટ કેનાલ રિ-ડેવલપમેન્ટ (Kharikat Canal Re-Development) ફેઝ-2ની કામગીરી માટે અંદાજે 1003 કરોડ રૂપિયાનાં કામોને મંજૂરી આપી છે. આ ફેઝ-2 અંતર્ગત સ્ટ્રેચ-1 માં એસ.પી. રિંગરોડથી નરોડા સ્મશાન ગૃહ, સ્ટ્રેચ-2 માં વિંઝોલ વહેળાથી ઘોડાસર (આવકાર હોલ), સ્ટ્રેચ-3 અન્વયે ઘોડાસર (આવકાર હોલ) થી વટવા ગામ અને સ્ટ્રેચ-4 તથા 5 માં વટવા ગામથી એસ.પી. રિંગરોડ સુધીની હયાત કેનાલને રિડેવલપ કરવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા હાથ ધરશે.

RCC સ્ટોર્મ વોટર બોક્સ સ્ટ્રક્ચર, રોડ, ફૂટપાથ ડેવલોપમેન્ટ સહિતનાં કામોનો સમાવેશ

તદઅનુસાર, આર.સી.સી. સ્ટોર્મ વોટર બોક્સ સ્ટ્રક્ચર, રોડ, ફૂટપાથ ડેવલોપમેન્ટ, રિટેઈનિંગ વોલ, વોટર સપ્લાય પાઇપલાઇન, ઇરિગેશન સ્ટ્રક્ચર, સ્ટોર્મ વોટર એક્સટેન્શન, સિવર સિસ્ટમ વગેરે કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) હદ વિસ્તારમાંથી પસાર થતી સિંચાઈ વિભાગ દ્વારા નિર્મિત ખારીકટ કેનાલની કુલ લંબાઈમાંથી ફેઝ-1 માં સમાવિષ્ટ કામો બાદ બાકી રહેતી લંબાઇમાં એસ.પી. રિંગરોડથી મુઠીયા ગામ થઈને નરોડા સ્મશાન ગૃહ સુધી તથા વિંઝોલ વહેળાથી ઘોડાસર આવકાર હોલ થઈ વટવા થઈને એસ.પી. રિંગરોડ સુધીની હયાત ખારીકટ કેનાલ હાલ ખુલ્લામાં છે.

આ પણ વાંચો - Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો!

અમદાવાદ મહાનગરપાલિકાને સોંપવામાં આવી જવાબદારી

એટલું જ નહીં, સમયાંતરે અમદાવાદ શહેરનો (Ahmedabad) વ્યાપ વધતા કેનાલની બન્ને તરફ થયેલા વિકાસને કારણે કેનાલ બેડમાં ઘન કચરાનું મિશ્રણ થતાં કેનાલનું પાણી પ્રદૂષિત થવાને લીધે જાહેર આરોગ્યને પણ હાનિ પહોંચવાની સમસ્યા રહે છે. ઉપરાંત, ખારીકટ કેનાલની બન્ને તરફના ટી.પી. વિસ્તારોને કનેક્ટિવિટીનાં પ્રશ્નો પણ ઊભા થતાં હોય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા આ સમસ્યાઓના ત્વરિત અને સુચારું નિરાકરણ માટે ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકાને સોંપવામાં આવેલી છે.

આ પણ વાંચો - Women MLAs : રાજ્યની મહિલા ધારાસભ્યોને વિકાસ કામો માટે વિશેષ ભેટ

પ્રથમ તબક્કામાં 12.75 કિલોમીટરની લંબાઈમાં 80 ટકા કામગીરી પૂર્ણ

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા આ ખારીકટ કેનાલની કુલ લંબાઈ પૈકી પ્રથમ તબક્કા ફેઝ-1 માં નરોડા સ્મશાનથી વિંઝોલ વહેળા સુધીની 12.75 કિલોમીટરની લંબાઈમાં કેનાલ ડેલવલપમેન્ટની કામગીરી અન્વયે 80 ટકા કામ પૂર્ણ થયુ છે. આ હેતુસર ફેઝ-1 માટે ફાળવવામાં આવેલા 1338 કરોડ રૂપિયામાંથી અત્યાર સુધીમાં રૂ.700 કરોડથી વધુનો ખર્ચ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે, આ ખારીકટ કેનાલની ફેઝ-1 સિવાયની બાકી રહેતી લંબાઇમાં ફેઝ-2 અંતર્ગત વિવિધ પાંચ સ્ટ્રેચમાં હયાત કેનાલને રિડેવલપ (Kharikat Canal Re-Development) કરવાની કામગીરીને મંજૂરી આપી છે. આ હેતુસર ફેઝ-2 અંતર્ગતનાં કામોની સંપૂર્ણ રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂર કરવામાં આવી છે.

આ પણ વાંચો - Gandhinagar : TET-TAT પાસ ઉમેદવારો રજૂઆત કરે તે પહેલા જ પોલીસે ડિટેઇન કર્યા!

Tags :
AhmedabadAMCCM Bhupendra PatelGhodasarGUJARAT FIRST NEWSKharikat Canal Re-DevelopmentNarodaRCC Storm Water Box StructureS P Ring RoadSwarnim Jayanti Mukhyamantri Urban Development SchemeTop Gujarati News
Next Article