Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : 614 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર નગરદેવીની રથયાત્રા

20 વાહનો સાથે ભદ્રકાળી માતાની નગર યાત્રા યોજવામાં આવી રહી છે
ahmedabad   614 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર નગરદેવીની રથયાત્રા
Advertisement
  • અમદાવાદમાં નગર દેવીની યાત્રાની થશે શરૂઆત
  • 20 વાહનો સાથે ભદ્રકાળી માતાની નગર યાત્રા
  • વાહનમાં માતા ભદ્રકાળીની તસ્વીર અને પાદુકા સાથે યાત્રા

Ahmedabad : નગર દેવીની યાત્રાની શરૂઆત થશે. જેમાં 20 વાહનો સાથે ભદ્રકાળી માતાની નગર યાત્રા યોજવામાં આવી રહી છે. વાહનમાં માતા ભદ્રકાળીની તસ્વીર અને પાદુકા સાથે યાત્રા કરવામાં આવી રહી છે. યાત્રાને શરૂઆત પહેલા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. આજે અમદાવાદનો સ્થાપના દિન અને મહાશિવરાત્રિ પર્વ છે. જેમાં અમદાવાદની સ્થાપનાના 614 વર્ષ બાદ પ્રથમ વખત નગરયાત્રા યોજાઇ રહી છે.

કોર્પોરેશન ખાતે ભદ્રકાળી માતાની આરતી કરવામાં આવશે

મેયર પ્રતિભા જૈન ભદ્રકાળી મંદિરથી યાત્રાનો શુભારંભ કરાવશે. યાત્રામાં માઈભક્તો માતાજીની ચરણપાદુકાના દર્શન કરી શકશે. તેમજ 6.25 કિ.મી. લાંબી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. અલગ અલગ સ્થળો પર ભવ્ય સ્વાગત વિધિ કરવામાં આવશે.
નગરયાત્રાના માર્ગ પર 300 કિલો બુંદીનો મહાપ્રસાદ વિતરણ કરાશે ઉપરાંત ચોકલેટ અને પેંડાનું પણ પ્રસાદીમાં વિતરણ થશે. યાત્રાને લઈ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તથા રૂટ ઉપર સતત પોલીસ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું છે.
સવારે 7.30 કલાકે વાગ્યે ભવ્ય નગરયાત્રાનું પ્રસ્થાન થશે. તથા કોર્પોરેશન ખાતે ભદ્રકાળી માતાની આરતી કરવામાં આવશે.

Advertisement

હજારો ભક્તો દ્વારા પ્રાર્થના અને સ્ત્રોતોનો જાપ કરવામાં આવશે

શ્રી રામબલી પ્રાગ તિવારી ટ્રસ્ટ અને ભદ્રકાલી મંદિરના ટ્રસ્ટી શશિકાંત તિવારીએ જણાવ્યું હતું કે, અમદાવાદના સૌથી પવિત્ર સ્થળોમાનું એક ભદ્રકાળી મંદિર શહેરીજનો માટે ભક્તિનું કેન્દ્ર બિંદુ છે. દેવી ભદ્રકાળી, જેને 'નગર દેવી' અથવા શહેરના રક્ષક દેવી તરીકે પૂજનીય માનવામાં આવે છે, તે શહેરને રક્ષણ, સમૃદ્ધિ અને સુખાકારીના આશીર્વાદ આપે છે તેવું માનવામાં આવે છે. તેમની ચરણ પાદુકાને એક ભવ્ય શોભાયાત્રામાં સુંદર રીતે શણગારેલા રથ પર લઈ જવામાં આવશે, જેમાં હજારો ભક્તો દ્વારા પ્રાર્થના અને સ્ત્રોતોનો જાપ કરવામાં આવશે.

Advertisement

નગરદેવીની નગરયાત્રા કયા-કયા વિસ્તારોમાંથી નીકળશે

ભદ્રકાળી મંદિરથી સવારે શરૂ થનારી આ ભવ્ય યાત્રા ત્રણ દરવાજા, માણેક નાથ મંદિર, એએમસી ઓફિસ, જગન્નાથ મંદિર, મહાલક્ષ્મી મંદિર, ગણેશ મંદિર, લાલ દરવાજા, વીજળી ઘર અને બહુચરાજી મંદિર સહિતના શહેરના અગ્રણી સ્થળોમાંથી પસાર થશે અને ત્યારબાદ બપોરે 12:30 વાગ્યાની આસપાસ ભદ્રકાળી મંદિર ખાતે સમાપન થશે. આરતી અને પ્રાર્થના જેવી ધાર્મિક વિધિઓ માર્ગ પરના મુખ્ય સ્થળોએ થશે. છેલ્લે માતાજીનો ભંડારો થશે, જેમાં બધા ભક્તો માટે સમૂહ ભોજન હશે.

આ પણ વાંચો: Maha Shivratri Mahakumbh : આજે મહાકુંભનું છેલ્લું સ્નાન, પ્રયાગરાજમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

Advertisement

.

×