Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Uttarayan: અમદાવાદીઓને પતંગ ખરીદવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડશે, જાણો કેમ

આ વખતે પતંગના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 25 ટકા વધારો થયો
uttarayan  અમદાવાદીઓને પતંગ ખરીદવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડશે  જાણો કેમ
Advertisement
  • બજારોમાં અવનવા રંગેબેરંગી પતંગો જોવા મળી રહ્યા છે
  • હાલ ઉત્તરાયણ પર્વની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ
  • પતંગ બજારમાં લોકોની ખરીદી માટે ભીડ જોવા મળી

Uttarayan માં મન મૂકીને પતંગ ચગાવી આકાશને રંગબેરંગી કરતા અમદાવાદીઓ પતંગ ખરીદવા માટે બમણા પૈસા ખર્ચવા પડશે. હાલ ઉત્તરાયણ પર્વની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બજારોમાં અવનવા રંગેબેરંગી પતંગો જોવા મળી રહ્યા છે. જોકે, આ વખતે પતંગના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 25 ટકા વધારો થતાં પતંગરસિકોના ખીસા પર કાપ મુકાશે. ગુજરાતમાં પતંગરસિકોને આ ઉત્તરાયણ મોંઘી પડવાની છે. કારણ કે, પતંગ બનાવવા માટેની લાકડી, કાગળ મોંઘા થતા મજૂરી વધી હોવાને કારણે પતંગના ભાવમાં પણ વધારો થયો છે. જ્યારે પતંગના દોરામાં નહિવત વધારો છે, તેમ છતાં ઘસામણી મોંઘી થતા સીધી અસર થશે. જોકે, બોબીનમાં 5 ટકા જેવો ઘટાડો પણ નોંધાયો છે. ગત વર્ષે 100 નંગ પતંગના 300થી 500 રૂપિયા હતા. તે હવે આ વર્ષે 100 નંગ દીઠ 30થી 50 રૂપિયાનો વધારો થયો છે જેના કારણે ઉત્તરાયણ મોંઘી પડશે.

અમદાવાદીઓ ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં કોઈ કચાશ બાકી નહીં રાખે

છેલ્લા કેટલાક પર્વોમાં જોવા મળેલી સ્થિતિ પ્રમાણે ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વર્ષની ઉત્તરાયણ અમદાવાદીઓ માટે મોંઘી રહેશે. તેમાં છતાં અનુભવ થકી કહી શકાય છે કે પતંગમાં ભાવ વધારો થવા છતાં અમદાવાદીઓ ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં કોઈ કચાશ બાકી નહીં રાખે. મોંઘા ભાવે પણ ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરશે.

Advertisement

આ વર્ષે ખંભાતના જોધપુરના પતંગોની માંગ વધારે

આમ આ વર્ષે ખંભાતના જોધપુરના પતંગોની માંગ વધારે છે અને નવી વેરાયટીમાં નાના બાળકો માટે પતંગો આવ્યા છે જેથી કરીને બાળકો પણ આ તહેવારનો આનંદ માણે. આ વર્ષે લોકો ચીલ,કુમમક, ફિશિંગ, ઘેરા ચાંદ સહિતના પતંગોની પણ ખરીદી કરી રહ્યા છે જ્યારે દોરામાં બરેલીની તથા નવતાર પાંડાની ફિરકી આ વખતે પણ હોટ ફેવરેટ જોવા મળી રહી છે. પતંગ બજારમાં જાલર પ્રિન્ટ , ઈગલ, છોટા ભીમ , ખંભાત, જોધપુર અને જેતપુરના પતંગની વધુ માંગ છે. ફિરકીની દોરીમાં લાલ કિલ્લા ક્લાઈન્ડર તેમજ કમાન્ડો જેવી દોરીની રીટેલ વેપારીઓમાં માંગ વધુ જોવા મળી છે.

Advertisement

અમદાવાદના પતંગ બજારમાં લોકોની ખરીદી માટે ભીડ જોવા મળી

ઉત્તરાયણ નજીક આવતા અમદાવાદના પતંગ બજારમાં લોકોની ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે. શહેરના પતંગ રસિકો રાયપુર પતંગ બજાર અને દિલ્લી ચકલા બજારમાં ખરીદી કરવા પહોંચ્યા છે. ઉત્તરાયણ પહેલાં છેલ્લી રજા હોવાથી પતંગ રસિકોએ ખરીદી માટે ભારે ભીડ કરી છે. પતંગના ભાવમાં ગત વર્ષની તુલનામાં 25થી 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે એક કોડીના 80થી 90 રૂપિયાની સરખામણીએ આ વર્ષે 150 રૂપિયા થયા છે. ભાવ વધવાની શક્યતાએ એક સપ્તાહ અગાઉ પતંગ રસિકોએ ખરીદી શરૂ કરી છે.

પતંગોમાં ચીલ મોટી સાઇઝ 100 રૂપિયા કોડી

સફેદ ચીલ, ડિઝાઈનવાળી ચીલ, મોટા પતંગ પણ આકર્ષણના કેન્દ્ર બન્યા છે. પતંગોમાં ચીલ મોટી સાઇઝ 100 રૂપિયા કોડી જ્યારે ડિઝાઇન વાળી ચીલ 120 રૂપિયાની કોડી અને સફેદ ચીલ 80 રૂપિયાની કોડીનો ભાવ ચાલી રહ્યો છે. મોટા પતંગ ફૂલ સાઇઝ 150નાં પાંચ નંગ અને અડધિયા પતંગના રૂપિયા 160નાં કોડી છે. છેલ્લા દિવસોમાં ભાવ વધ્યા છે. આમ આસામ અને કોલકતામાં ભારે વરસાદના કારણે વાસ અને લાકડી સમયસર સુકાઈ નથી જે મોડેથી બજારમાં આવી છે. વાંસ ન સુકાવવાને કારણે લાકડીની કિંમતમાં પણ વધારો થયો છે જેના કારણે પતંગના ભાવમાં વધારો થયો છે.

આ પણ વાંચો: Ahmedabad: ફ્લાવર-શોના ટિકિટ કૌભાંડ મામલે ચોંકાવનારો ખુલાસો થયો

Tags :
Advertisement

.

×