Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : બાપુનગરનાં વૃંદાવન ફ્લેટમાં મકાનની છત ધરાશાયી, મહિલાને ઇજા

વારંવાર હાઉસિંગ બોર્ડ, કલેક્ટર તથા તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં રિ-ડેવલપમેન્ટ અંગે કોઈ કાર્યવાહી થતી નથી તેમ સ્થાનિકોનો આરોપ છે.
ahmedabad   બાપુનગરનાં વૃંદાવન ફ્લેટમાં મકાનની છત ધરાશાયી  મહિલાને ઇજા
Advertisement
  1. Ahmedabadનાં બાપુનગરમાં વૃંદાવન ફ્લેટ જર્જરિત હાલતમાં
  2. બ્લોક નંબર 1 માં 24 નંબરનાં રૂમની છત ધરાશાયી થઈ
  3. છતનો ભાગ તૂટી પડતા ઘરમાં નિવાસ કરતી મહિલા ઇજાગ્રસ્ત
  4. વારંવાર હાઉસિંગ બોર્ડ તથા તંત્રને કરવામાં આવી રજૂઆત
  5. કલેક્ટર સુધી રજૂઆત કરવામાં આવી છતાં કાર્યવાહી નથી થઈ હોવાનો આરોપ

Ahmedabad : અમદાવાદનાં બાપુનગરમાં (Bapunagar) મોટી દુર્ઘટના ઘટી છે. વૃંદાવન ફ્લેટ જર્જરિત હાલતમાં હોવાથી એક મકાનની છત ધરાશાયી થઈ છે. છતનો ભાગ તૂટી પડતા ઘરમાં રહેતી મહિલાને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત મહિલાને જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વારંવાર હાઉસિંગ બોર્ડ, કલેક્ટર તથા તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં રિ-ડેવલપમેન્ટ અંગે કોઈ કાર્યવાહી થતી નથી તેમ સ્થાનિકોનો આરોપ છે.

આ પણ વાંચો- Junagadh : ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવા યુવક પોતે કચેરીનાં ગેટ સામે સુઈ ગયો! જુઓ Viral Video

Advertisement

Advertisement

Ahmedabad ના બાપુનગરમાં વૃંદાવન ફ્લેટમાં મકાનની છત ધરાશાયી થઈ

અમદાવાદનાં (Ahmedabad) બાપુનગર વિસ્તારમાં આજે એક મકાનની છત ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે. માહિતી અનુસાર, બાપુનગરમાં આવેલા વૃંદાવન ફ્લેટ બ્લોક નંબર 1 માં મકાન નંબર 24 નાં રૂમની છત અચાનક ધરાશાયી (Roof Collapsed in Vrindavan Flat) થઈ છે. જર્જરિત છતનો કેટલોક ભાગ પડતા મકાનમાં રહેતા પરિવારની એક મહિલાને માથાનાં ભાગે ઇજા થઈ છે. આથી, ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હાલ, મહિલાની સ્થિતિ સારી છે.

આ પણ વાંચો- જામનગર: 26 વર્ષનો ફરાર ગુનેગાર દ્વારકા પોલીસના હાથે ઝડપાયો: પેટ્રોલ પંપ અને રૂક્ષ્મણી મંદિર લૂંટનો ખુલાસો

ઘટના બાદ સોસાયટીમાં રહેતા રહીશોમાં ડરનો માહોલ

સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. પરંતુ, આ ઘટના બાદથી સોસાયટીમાં રહેતા રહીશોમાં ડરનો માહોલ છવાયો છે. રહીશોનું કહેવું છે કે મકાનો જર્જરિત હોવાથી રિ-ડેવલપમેન્ટ (Re-Development) પ્રક્રિયા માટે વારંવાર ગુજરાત હાઉસિંગ બોર્ડ (Gujarat Housing Board), તંત્ર અને કલેક્ટર સુધી રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ, તેમ છતાં હજું સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. જો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો તે માટે જવાબદાર કોણ ?

આ પણ વાંચો- Bhavnagar : 100 થી વધુ કારનાં કાફલા સાથે 2 હજારથી વધુ પાટીદાર સુરતથી કાળાતળાવ ગામ પહોંચ્યા

Tags :
Advertisement

.

×