ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : કોર્ટે જામીન ફગાવ્યા, કહ્યું -જેમ એક ખરાબ માછલી આખા તળાવને ગંદુ કરે છે..!

તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જે અમદાવાદનાં ઇસ્કોન બ્રિજ નજીકનો હોવાનું ખુલ્યું હતું.
07:41 PM Mar 10, 2025 IST | Vipul Sen
તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જે અમદાવાદનાં ઇસ્કોન બ્રિજ નજીકનો હોવાનું ખુલ્યું હતું.
Ahmedabad_Gujarat_first 1
  1. Ahmedabad નાં ઈસ્કોન પાસે જાહેરમાં દારૂની મહેફિલનો મામલો
  2. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તમામ આરોપીનાં જામીન ફગાવ્યા
  3. જામીન ના આપવા પાછળ કોર્ટે કારણ પણ આપ્યું
  4. એક ખરાબ માછલી આખા તળાવને ગંદુ કરે છે : કોર્ટ

અમદાવાદનાં (Ahmedabad) ઇસ્કોન પાસે પોલીસનાં કોઈ પણ ડર વિના જાહેરમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓની પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તમામ આરોપીનાં જામીન ફગાવ્યા હોવાની માહિતી સામે આવી છે. આરોપીઓને જામીન ના આપવા પાછળ કોર્ટે કારણ પણ જણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે, જેમ એક ખરાબ માછલી આખા તળાવને ગંદુ કરે છે. તેમ 2 ગુનાહિત માનસ ધરાવનારા લોકોએ અન્ય 6 ને કાયદાનો ભંગ કરવા પ્રેર્યા. સમાજનાં હિતને ધ્યાન રાખીને કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરાઈ છે.

આ પણ વાંચો - Gondal : પોલીસનો મોટો ખુલાસો! પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાના ઘરના CCTV ફૂટેજ કર્યા જાહેર

અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તમામ આરોપીનાં જામીન ફગાવ્યા

જણાવી દઈએ કે, તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જે અમદાવાદનાં (Ahmedabad) ઇસ્કોન બ્રિજ નજીકનો હોવાનું ખુલ્યું હતું. આ વાઇરલ વીડિયોમાં કેટલાક નબીરાઓ પોલીસનાં કોઈ પણ ડર વિના અને પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા હોય તેમ જાહેરમાં દારૂની મહેફિલ માણતા નજરે પડે છે. જો કે, આ વીડિયો સામે આવતા અમદાવાદ પોલીસે (Ahmedabad Police) પોતાની શાખ બચાવવા તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને વાઇરલ વીડિયોમાં જાહેરમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓની ધરપકડ કરી હતી. આજે પોલીસે ધરપકડ કરેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા.

આ પણ વાંચો - Dahod : ધો. 10 ની પરીક્ષા આપતો હતો વિદ્યાર્થી, અચાનક છાતીમાં ઉપડ્યો દુ:ખાવો અને..!

સમાજનાં હિતને ધ્યાન રાખીને જામીન અરજી નામંજૂર કરી

અમદાવાદ ગ્રામ્ય કોર્ટે (Ahmedabad Rural Court) તમામ આરોપીઓની જામીન અરજી ફગાવી હતી અને કારણ આપતા કહ્યું હતું કે, જેમ એક ખરાબ માછલી આખા તળાવને ગંદુ કરે છે, તેમ 2 ગુનાહિત માનસ ધરાવનારા લોકોએ અન્ય 6ને કાયદાનો ભંગ કરવા પ્રેર્યા હતા. સમાજનાં હિતને ધ્યાન રાખીને જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. કોર્ટે આગળ કહ્યું કે, આરોપીઓને જામીન આપવામાં આવે તો હુકમ જાહેરહિત વિરુદ્ધનો કહેવાય.

આ પણ વાંચો - Ahmedabad : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 ટકા અનામતનો મામલો, HC એ નોટિસ ફટકારી માગ્યો જવાબ

Tags :
AhmedabadAhmedabad PoliceAhmedabad Rural CourtCrime NewsGUJARAT FIRST NEWSIskon Bridge VideoLiquor Party in Public VideoTop Gujarati Newsviral video
Next Article