Ahmedabad : Sabarmati Riverfront નો વોકવે આજે પણ બંધ, તંત્રની પ્રવેશ ન કરવાની અપીલ
- Ahmedabad Sabarmati Riverfront નો વોક વે આજે પણ બંધ
- લોકોને પ્રવેશ ન કરવા અપીલ કરવામાં આવી
- આજે પણ સવારે 63,000 કયુસેક પાણી છોડવામાં આવ્યું
- ઉપરવાસમાંથી પાણી છોડતા સાબરમતીમાં પાણીની આવક વધી
- વાસણા બેરેજના 25 દરવાજાઓ 6 ફૂટ સુધી ખોલ્યા
- નદીની સપાટીમાં વધારો થતા રિવરફ્રન્ટનો વોક વે બંધ કરાયો
- ધરોઈ અને સંત સરોવરમાંથી આજે પણ પાણી છોડવામાં આવ્યું
Ahmedabad Sabarmati Riverfront : અમદાવાદમાં સાબરમતી નદીની સપાટીમાં સતત વધારો થતા રિવરફ્રન્ટનો વોકવે આજે પણ સામાન્ય જનતા માટે બંધ રાખવામાં આવ્યો છે. નાગરિકોની સુરક્ષા પ્રાથમિકતા તરીકે તંત્રએ લોકો પાસે અપીલ કરી છે કે તેઓ વોકવે વિસ્તારમાં પ્રવેશ ન કરે. નદીનું પાણી જોખમી સ્તર સુધી પહોંચી ગયું હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો ઊભો થયો છે.
ઉપરવાસમાંથી પાણી છોડાતા નદીમાં વધ્યો પ્રવાહ
સવારે ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી (Sabarmati) માં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે વાસણા બેરેજના 25 દરવાજાઓ 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા, જેથી નદીમાં લગભગ 63,000 કયુસેક પાણી છોડવામાં આવ્યું. આ કારણે નદીના પ્રવાહમાં તેજી આવી છે અને તેની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટનો વોક વે આજે પણ બંધ
લોકોને પ્રવેશ ન કરવા અપીલ કરવામાં આવી
આજે પણ સવારે 63,000 કયુસેક પાણી છોડવામાં આવ્યું
ઉપરવાસમાંથી પાણી છોડતા સાબરમતીમાં પાણીની આવક વધી
વાસણા બેરેજના 25 દરવાજાઓ 6 ફૂટ સુધી ખોલ્યા#Gujarat #Ahmedabad #Sabarmati #RiverFront #HeavyRain… pic.twitter.com/43w1Rdj7mu— Gujarat First (@GujaratFirst) August 25, 2025
Sabarmati Riverfront વિસ્તાર સુરક્ષા માટે વોકવે બંધ
જળસપાટી વધી જતા સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) વિસ્તાર ખાસ કરીને વોકવે નીચાણમાં આવેલ હોવાથી ત્યાં પાણી ભરાવાની શક્યતા વધી ગઈ છે. તંત્રએ તાત્કાલિક સુરક્ષા પગલાં લીધાં છે અને ગઈકાલની જેમ આજે પણ વોકવે સામાન્ય જનતા માટે બંધ રાખવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ અકસ્માતનો ભોગ ન બને તે માટે કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે જેથી કોઈ ત્યાં પ્રવેશ ન કરે.
તંત્રની ચેતવણી
સ્થાનિક તંત્રએ જાહેર અપીલ કરી છે કે હાલની પરિસ્થિતિ સામાન્ય નથી. ઉપરવાસમાંથી પાણી છોડાતું હોવાથી આગલા કલાકોમાં પણ નદીની સપાટીમાં વધારો થઈ શકે છે. તેથી નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી છે અને રિવરફ્રન્ટ વિસ્તારમાં ન જવા વિનંતી કરવામાં આવી છે.
નદીનું રૌદ્ર સ્વરૂપ
ગઈકાલની જેમ, આજે પણ સાબરમતી નદીના વધેલા પાણીના પ્રવાહે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીના કિનારે આવેલા વિસ્તારો પાણીની ઝપેટમાં આવી શકે છે, તેથી તંત્ર સજાગ છે. વોકવે બંધ રાખવાના કારણે લોકોમાં થોડી અસુવિધા જરૂર છે, પરંતુ આ પગલું માત્ર જન સુરક્ષા માટે જ લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Ahmedabad Seventh Day School એ વાલીઓના આક્રોશથી બચવા માટે શરૂ કર્યું શૈક્ષણિક કાર્ય


