Ahmedabad : ક્રાંતિકારી સપૂતોની યાદમાં 23 માર્ચે યોજાશે વીરાંજલિ કાર્યક્રમ
- ક્રાંતિકારી સપૂતોની યાદમાં યોજાશે વીરાંજલિ કાર્યક્રમ
- અમદાવાદના સાણંદમાં 23 માર્ચે યોજાશે 'વીરાંજલિ 2.0'
- સાણંદમાં 23 માર્ચે રાત્રે 8 કલાકે યોજાશે કાર્યક્રમ
- વતનના વીસરાયેલા વીરોની વાતોને વાગોળાશે
- વીરાંજલિ સમિતિ તથા GTPL દ્વારા કરાયું આયોજન
- 17 વર્ષથી વીર શહીદોને અપાય છે સ્મરણાંજલિ
- યુવાનોમાં દેશભક્તિ જગાવવાનો એક ઉમદા હેતુ
Viranjali Program : ભારતના સ્વતંત્રતા સંગ્રામના ત્રણ મહાન ક્રાંતિકારી એટલે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ. મા ભારતીના આ ત્રણેય સપૂતોએ બ્રિટીશરાજના પાયા હચમચાવી નાખ્યા હતા. 23 માર્ચને 1931ના દિવસે પંજાબના હુસૈનીવાલામાં આ ત્રણેય વીર ક્રાંતિકારીઓને ફાંસી અપાઈ. આ ક્રાંતિકારી વીરોની યાદમાં દર વર્ષે 23 માર્ચેને શહીદ દિવસ એટલે કે બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં પણ છેલ્લા 17 વર્ષથી યુવાનોને પ્રેરણા મળે અને દેશભક્તિની ભાવના જાગે તે માટે વીરાંજલિ નામે એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. અમદાવાદના સાણંદમાં 23 માર્ચની રાત્રે 8 કલાકે વીરાંજલિ નામે કાર્યક્રમ યોજાશે. વીરાંજલિ સમિતિ અને GTPL કાર્યક્રમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દેશના વીર સપૂતોની જાણી અજાણી વાતો જાણવા મળશે.
વીરાંજલિ કાર્યક્રમ થકી વીર શહીદોને અપાશે શ્રદ્ધાંજલિ
જણાવી દઇએ કે, 23 માર્ચ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાનનો દિવસ કહેવાય છે. આ ત્રણેય સપૂતોએ અંગ્રેજોના શાસનને ખતમ કરવા માટે અને તેમને ભારતમાંથી બહાર ખદેડવા માટે મોટું બલિદાન આપ્યું હતું. તેઓ ભારતની આઝાદીના લડાઈના ભાગરૂપે ખુશી ખુશી ફાંસી પર ચઢી ગયા હતા. આ દિવસને શહીદ દિવસ તરીકે ઓળખાય છે. આ ખાસ દિવસે અમદાવાદમાં અને વિવિધ શહેરોમાં યુવાનોમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવા અને શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે કાર્યક્રમ યોજાતો આવ્યો છે. છેલ્લા 17 વર્ષથી વિરાંજલી નામથી આ કાર્યક્રમ યોજાતો આવ્યો છે. આપને જણાવી દઇએ કે, આ કાર્યક્રમમાં આપણા વીરોના જીવન અને કવનની અજાણી વાતો રજૂ થશે.
View this post on Instagram
ભારત માતાના પનોતા પુત્રો જેમણે ભારતની આઝાદીની લડતમાં પ્રાણોની પરવા કર્યા વિના શહાદત વહોરી છે તેવા વીર શહીદોને શહીદ દિવસે શ્રદ્ધાંજલિ આપવાનો ભવ્ય કાર્યક્રમ અમદાવાદના સાણંદ તાલુકામાં યોજાશે. વીરાંજલિ કાર્યક્રમ 23 માર્ચ 2025, રવિવારના રોજ રાત્રે 8 કલાકે સાણંદ ખાતે થશે. વીરાંજલી કાર્યક્રમમાં આગામી 23 માર્ચના શહીદ દિવસે વીરાંજલી સમિતિ દ્વારા ભારતની આઝાદીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપી માતૃભૂમીને આઝાદી અપાવનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેમના જીવન અને કવનની અજાણી વાતો રજૂ કરવામાં આવશે.
17 વર્ષથી વીરાંજલિ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે
મહત્વનું છે કે વર્ષ 2007માં ભાજપના નેતા પ્રદીપસિંહ વાઘેલા સાથે વીરાંજલિ સમિતિએ ‘દેશના સપૂતો અને ક્રાંતિકારીઓના અમર બલિદાનની ગાથાને વીરાંજલિ કાર્યક્રમ દ્વારા લોકમાનસ સુધી પહોંચાડવાનું-નવી પેઢીમાં દેશભક્તિ જગાવવાના કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. અંગ્રેજોએ 23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસી આપી દીધી હતી. તેમની યાદગીરીના ભાગ રૂપે છેલ્લા 17 વર્ષથી વિરાંજલિ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે.
અત્યાર સુધીમાં ગુજરાતમાં તેમના 16 જેટલા કાર્યક્રમ થયા
વીરાંજલિ સમિતિ દ્વારા વર્ષ 2007માં બકરાણામાં વીરાંજલિ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. અત્યાર સુધીમાં ગુજરાતમાં તેમના 16 જેટલા કાર્યક્રમ થયા છે. તેમાં 7 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. યુવાનો દ્વારા આપણા સપૂતોના બલિદાનની ગાથાને મોટા પાયે પસંદ કરવામાં આવી રહી હોવાનું વીરાંજલિ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું. છેલ્લે જ્યારે આ કાર્યક્રમ થયો ત્યારે સાણંદ સ્ટેટના રાજા, ધારાસભ્યો, ભાજપના કાર્યકર્તાઓ, જિલ્લા અને શહેરના પ્રમુખો, સહકારી આગેવાનો, આસપાસના ગામના સરપંચ અને મોટી સંખ્યામાં સ્થાનિકો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : આજના દિવસે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુએ આઝાદી માટે આપ્યું હતું બલિદાન


