Ahmedabad: ફ્લાવર-શોના ટિકિટ કૌભાંડ મામલે ચોંકાવનારો ખુલાસો થયો
- 70 પૈકી 53 જેટલી ટિકિટો તેણે પોતાના મિત્રો અને સ્વજનોને આપી
- આશિષ ભાવસાર નામના વ્યક્તિએ ટિકિટો કાઢી લીધી
- રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આશિષ ભાવસાર નામના વ્યક્તિની ધરપકડ
Flower show Ticket Scam: અમદાવાદના ઇન્ટરનેશનલ ફ્લાવર-શોના ટિકિટ કૌભાંડ મામલે મહત્વની જાણકારી સામે આવી છે. જેમાં પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ તપાસ કરતા સામે આવ્યું કે ફ્લાવર-શોમાં જે મુલાકાતીઓ પાસે ટિકિટ મળી આવી હતી તે સાચી હતી. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આશિષ ભાવસાર નામના વ્યક્તિની ધરપકડ કરી છે. જેને પોતાની પાસે ટિકિટોનો જથ્થો બાઈન્ડિંગ માટે આવ્યો હતો, ટિકિટોનો જથ્થો જોઈને તેને લાલચ જાગી અને તેમાંથી 70 જેટલી ટિકિટો કાઢી લીધી હતી.
70 પૈકી 53 જેટલી ટિકિટો તેણે પોતાના મિત્રો અને સ્વજનોને આપી
આ 70 પૈકી 53 જેટલી ટિકિટો તેણે પોતાના મિત્રો અને સ્વજનોને આપી દીધી હતી. પરંતુ સૌથી મોટી વાત એ છે કે હકીકતમાં આ ટિકિટો અસ્તિત્વ અમલમાં આવી જ ન હતી, કેમકે ફિઝિકલ ટિકિટ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પ્રિન્ટ કરાવવામાં આવી હતી. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ફ્લાવર-શોની જે ફિઝિકલ ટિકિટ પ્રિન્ટ કરાવી હતી તે અત્યાર સુધી ઉપયોગમાં લેવા માટે મુકાઈ ન હતી. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અગાઉથી પ્રિન્ટ કરેલી ફિઝિકલ ટિકિટ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. જો સર્વર ડાઉન થાય અથવા તો એવી પરિસ્થિતિ ઊભી થાય તો જ ફિઝિકલ ટિકિટનો ઉપયોગ થવાનો હતો. પરંતુ 8 જાન્યુઆરીના રોજ રિવરફ્રન્ટ પર આયોજિત ફ્લાવર-શોના ગેટ નંબર ચાર પર કેટલાક મુલાકાતઓ પાસેથી ફિઝિકલ ટિકિટ મળી આવી હતી. જેના કારણે આયોજક પણ ચોંકી ઉખ્યા હતા કે આખરે આ ટિકિટ ક્યાંથી આવી ?
આશિષ ભાવસાર નામના વ્યક્તિએ ટિકિટો કાઢી લીધી
કારણ કે જે ટિકિટ પ્રિન્ટ કરાવી હતી તે સીલ બંધ બોક્સમાં પેક હતી. શરૂઆતમાં શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી કે બની શકે કે આ ટિકિટો બનાવટી હોઈ શકે છે. પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ટિકિટ સાચી હતી. ટિકિટ પ્રિન્ટિંગનું કામ 18 ક્રિએશન નામની કંપનીને સોંપવામાં આવ્યું હતું એ બાદ બાઈન્ડીંગ કરવા માટેનું કામ ક્રિષ્ના બાઈન્ડિંગ નામની એજન્સીને સોંપવામાં આવ્યું જેમાં કામ કરતા આશિષ ભાવસાર નામના વ્યક્તિએ ટિકિટો કાઢી લીધી હતી.
આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં વધુ એક HMPV વાયરસનો કેસ નોંધાયો, પોઝિટવ કેસનો આંકડો વધ્યો


