Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ફરી વિવાદમાં આવી, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલને શો કોઝ નોટિસ

Ahmedabad: અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા શાળાને ઠંડીની ઋતુમાં સ્વેટર પહેરવા માટે ફરજ પાડવા બદલ ઉપરાંત મંજૂર કરાયેલ ફી કરતાં વધારે રકમ વસૂલવા બદલ નોટિસ ફટકારી ખુલાસો કરવા માટે આદેશ કર્યો છે
ahmedabad  નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ફરી વિવાદમાં આવી  સેન્ટ ઝેવિયર્સ સ્કૂલને શો કોઝ નોટિસ
Advertisement
  1. 25થી 30 હજાર ફીના બદલે 40 હજાર ફી વસુલાતા નોટિસ
  2. નક્કી કરાયેલ ફી કરતા વધુ ફી વસુલાતા હોવાના આક્ષેપ
  3. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના વાલીઓએ કરી રજૂઆત

Ahmedabad: અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા શાળાને ઠંડીની ઋતુમાં સ્વેટર પહેરવા માટે ફરજ પાડવા બદલ ઉપરાંત મંજૂર કરાયેલ ફી કરતાં વધારે રકમ વસૂલવા બદલ નોટિસ ફટકારી ખુલાસો કરવા માટે આદેશ કર્યો છે. શાળા દ્વારા ૪૦ હજાર જેટલી ફી લેવામાં આવી છે, જ્યારે ફી નિયમન સમિતિ દ્વારા શાળાની ફી 25 થી 30 હજારની વચ્ચે નક્કી કરેલી છે.

આ પણ વાંચો: Surat મહાનગરના ભાજપ પ્રમુખ માટેની પ્રક્રિયા શરૂ, 67 જેટલા દાવેદારોએ ફોર્મ ભર્યા

Advertisement

ફી સરભર કરવા અથવા રકમ પરત કરવા શાળાને આદેશ

પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી નિયત કરાયેલ રકમ કરતા પણ વધુ લેવામાં આવતા વાલીઓ દ્વારા કચેરીને રજૂઆત કરવામાં આવી હતી. જેથી શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓને ફી સરભર કરી આપવા અથવા તો વધારાની રકમ પરત આપવા માટે સૂચના આપવામાં આવી છે, અને આ બાબતે પણ સ્પષ્ટતા કરવા માટે કહેવામાં આવ્યું છે એટલું નહીં પરંતુ આ શાળા માં અભ્યાસ કરતા એક બાળકને સ્વેટર પહેરવા બાબતે આગ્રહ કરવામાં આવ્યો હતો જેની ગંભીરતાથી નોંધ લઈને જિલ્લા શિક્ષણ વિભાગે કારણ દર્શક નોટિસ ફટકારી ₹10,000 નો દંડ કેમ ન કરવો તે અંગે જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે.

Advertisement

આ પણ વાંચો: BZ Group Scam : કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરાયો, વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

શિક્ષણ વિભાગે શાળાને જવાબ રજૂ કરવા કર્યો આદેશ

અત્યારે આ શાળા વિવાદમાં આવી છે, એટલું જ નહીં પરંતુ વાલીઓમાં પણ અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અહીં બાળકોને નિર્ધારિત સ્વેટર પહેરીને આવવા માટે પણ મજબૂર કરવામાં આવતા હોવાની વાલીઓએ ફરિયાદો કરી છે. આ સાથે સાથે ફી વધારાને લઈને પણ વાલીઓએ રજૂઆતો કરી છે, જેથી અત્યારે શિક્ષણ અધિકારીએ શાળાને નોટિસ આપીને આ અંગે ખુલાસો માંગ્યો છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×