Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : AMC ની કામગીરી સામે જનતામાં આક્રોશ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું વિચિત્ર નિવેદન!

તેમનું કહેવું છે કે શહેરમાં પાણી ભરાવવાના વિપક્ષનાં આરોપ તદ્દન વાહિયાત છે. તમામ સ્થળે પાણીનો નિકાલ કરાયો છે.
ahmedabad   amc ની કામગીરી સામે જનતામાં આક્રોશ  સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું વિચિત્ર નિવેદન
Advertisement
  1. સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન દેવાંગ દાણીનું વિચિત્ર નિવેદન! (Ahmedabad)
  2. વિપક્ષનાં આરોપ તદ્દન વાહિયાત છે : દેવાંગ દાણી
  3. તમામ સ્થળ પર પાણીનો નિકાલ કર્યો છે : દેવાંગ દાણી
  4. AI ટેકનોલોજીની મદદથી કામગીરી થઈ રહી છે : દેવાંગ દાણી
  5. આજે શહેરમાં રસ્તાઓ સ્વિમિંગ પુલ બની ગયા હતા : વિપક્ષ નેતા
  6. "AC ચેમ્બરમાં બેસી સત્તાધીશો પ્રિ-મોન્સૂન પ્લાન બનાવે છે"

Ahmedabad : અમદાવાદ જેવી મેગા સિટીમાં થોડો વરસાદ પડે કે મસમોટા ભુવા, પાણી ભરાવાની સમસ્યા, રોડ-રસ્તાઓનો વરસાદી પાણીમાં ગરકાવ, શહેરજનોને પડતી હાલાકીનાં દ્રશ્યો આપણી સમક્ષ આવતા હોય છે. આ અંગે જ્યારે એએમસી વિપક્ષનાં નેતા દ્વારા જનતાનાં સવાલ રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને (AMC) કરવામાં આવ્યા તો સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેને વિચિત્ર જવાબો આપ્યા છે. તેમનું કહેવું છે કે શહેરમાં પાણી ભરાવવાના વિપક્ષનાં આરોપ તદ્દન વાહિયાત છે. તમામ સ્થળે પાણીનો નિકાલ કરાયો છે. ચાલુ વરસાદે અધિકારીઓ, કોર્પોરેટર્સ ફિલ્ડમાં જ હતા.

આ પણ વાંચો - Gandhinagar : ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનાં સમાચાર

Advertisement

Advertisement

વરસાદમાં એકપણ જવાબદાર અધિકારી ફિલ્ડમાં જોવા મળતા નથી : શહેઝાદ પઠાણ

AMC નાં વિપક્ષ નેતા શહેઝાદ પઠાણ (Shehzad Pathan) દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં ગઈકાલે થયેલા વરસાદ બાદ શહેરની સ્થિતિને લઈ એએમસીનાં શાસકો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સવાલ કરતા કહ્યું હતું કે, અમદાવાદ (Ahmedabad) હવે સ્વિમિંગ પુલ સિટી બની ગઈ છે. હાલ, અમદાવાદ શહેરમાં સૌથી મોટી સમસ્યા પાણી ભરાવાની છે. AC ચેમ્બરમાં બેસીને સત્તાધીશો પ્રિ-મોન્સૂન પ્લાન તો બનાવે છે પરંતુ, વરસાદની સ્થિતિમાં એકપણ જવાબદાર અધિકારી ફિલ્ડમાં જોવા મળતા નથી. AI ટેકનોલોજીની વાત કરનાર AMC સંપૂર્ણ નિષ્ફળ રહી છે. ઇસ્ટર્ન ટ્રંક લાઈન નાખી છતાં આજે પણ પાણી ઓસર્યા નથી. પાલડી સ્થિત કંટ્રોલરૂમમાં જ અનેક CCTV બંધ હતા. શહેરનાં પોશ વિસ્તારમાં શું સ્થિતિ છે તે અંગે માહિતી જ નથી.

આ પણ વાંચો - Gandhinagar : મહિલા તબીબને 3 માસ Digital Arrest કરી, ઘર, ઘરેણા, FD વેચાવી 35 ખાતામાં રૂ. ટ્રાન્સફર કરાવ્યા!

સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનનું વિચિત્ર નિવેદન!

જ્યારે બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ (Devang Dani) કહ્યું કે, વિપક્ષનાં આરોપો તદ્દન વાહિયાત છે. તમામ સ્થળો પરથી પાણીનો નિકાલ થયો છે. ચાલુ વરસાદે અધિકારીઓ-કોર્પોરેટરો ફિલ્ડમાં જ હતા. લોકોની કોઈ વિશેષ ફરિયાદો આવી નથી. તેમણે આગળ કહ્યું કે, AI ટેકનોલોજીની મદદથી કામગીરી કરવામાં આવી રહી છે. ફોગિંગની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. વરસાદ રોકાશે એટલે ખાડા પુરવાની કામગીરી પણ શરૂ કરાશે. નવા એરિયામાં CCTV કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરાશે. ઇસ્ટર્ન ટ્રંક લાઈનને કારણે પણ પૂર્વમાં લોકોને ફાયદો થયો છે. સ્ટેન્ડિંગ કમિટીનાં (AMC Standing Committee) ચેરમેનનાં જવાબો બાદ અનેક સવાલ ઊભા થયા છે....

ગુજરાત ફર્સ્ટનાં (Gujarat first) સવાલ :

> વિપક્ષનાં આરોપો ખોટા હશે પણ જનતાને તો પૂછી જુઓ!
> પાણી ભરાયા છે કે નહીં, તે વરસાદમાં નીકળો તો ખબર પડે!
> સ્માર્ટ સિટીનાં નામે અમદાવાદને ખાડાનગરી કોણે બનાવી?
> સમાન્ય વરસાદમાં પણ કેમ મસમોટા ભુવા પડે છે ?
> ચોમાસામાં તો ઠીક પણ વરસાદ ન હોય ત્યારે પણ ભુવાઓ કેમ પડે છે ?
> આ ભુવાઓમાં ખાબકી જવાથી નાગરિકોને થતી ઇજાઓ, નુકસાન માટે જવાબદાર કોણ ?
> અમદાવાદનાં શાસકો શું પ્રજાને સાવ મુર્ખ ગણી રહ્યા છે!

આ પણ વાંચો - Gujarat Congress : ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરબદલ! આ નેતાઓમાં મળી મોટી જવાબદારી

Tags :
Advertisement

.

×