ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : સેવન્થ ડે સ્કૂલની ઘટનાથી વાતાવરણ ગરમાયું, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન

સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓની મારામારી (Seventh Day School students fight) માં ઘાયલ થયેલ ધોરણ-10 ના વિદ્યાર્થીનું આજે કરુણ મૃત્યુ થયું છે. આ ઘટના મુદ્દે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા (Prafulla Panseria) એ નિવેદન કર્યુ છે. વાંચો વિગતવાર.
01:35 PM Aug 20, 2025 IST | Hardik Prajapati
સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓની મારામારી (Seventh Day School students fight) માં ઘાયલ થયેલ ધોરણ-10 ના વિદ્યાર્થીનું આજે કરુણ મૃત્યુ થયું છે. આ ઘટના મુદ્દે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા (Prafulla Panseria) એ નિવેદન કર્યુ છે. વાંચો વિગતવાર.
Prafulla Panseria Gujarat First-20-08-2025-a

Prafulla Panseria,

Ahmedabad : સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓની મારામારી (Seventh Day School students fight) માં ઘાયલ થયેલ ધોરણ-10 ના વિદ્યાર્થીનું આજે કરુણ મૃત્યુ થયું છે. વિદ્યાર્થીના મૃત્યુ બાદ વાલીઓએ શાળામાં હલ્લાબોલ કર્યુ છે. પોલીસનો કાફલો શાળા પરિસરમાં ખડકી દેવામાં આવ્યો છે. આ ઘટના પર શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા (Prafulla Panseria) એ નિવેદન પણ આપ્યું છે. તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા જોઈને હીરોગીરી કરતા વિદ્યાર્થીઓ પર બાજ નજર રાખવી જોઈએ.

Seventh Day School students fight મુદ્દે ઘમાસાણ

સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓની મારામારીની ઘટનામાં ધોરણ-10 ના વિદ્યાર્થીનું આજે કરુણ મૃત્યુ થયું છે. આ ઘટના બાદ મોટી સંખ્યામાં વાલીઓ શાળામાં ઘૂસ્યા હતા. શાળાના પાર્કિંગમાં રહેલ બસો, ગાડીઓ અને અન્ય વાહનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. રોષે ભરાયેલ વાલીઓએ પ્રિન્સિપાલ અને શિક્ષકોને પણ માર માર્યો હતો. શાળાની પ્રોપર્ટીને પણ ડેમેજ કરી હતી. પોલીસની હાજરીમાંય વાલીઓ હોબાળો મચાવતા રહ્યા. વાલીઓએ શાળાની બહાર રોડ પર જ અડિંગો જમાવ્યો અને ટ્રાફિક જામ કરી દીધો હતો.

Seventh Day School students fight Gujarat First-20-08-2025

આ પણ વાંચોઃ  Ahmedabad : સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીના કરુણ મૃત્યુ બાદ વાલીઓનું હલ્લાબોલ, પ્રિન્સિપાલ-શિક્ષકોને માર્યા

શિક્ષણ મંત્રીનું નિવેદન

સેવન્થ ડે સ્કૂલની કરુણાંતિકા પર શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા (Prafulla Panseria) ની પ્રતિક્રિયા સામે આવી છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે, આ સમગ્ર ઘટના મુદ્દે તપાસના આદેશ આપ્યા છે. મૃતકના પરિવારજનોને હું સાંત્વના પાઠવું છું . આ ઘટના સામાજિક ચિંતન અને મનનનો વિષય છે. નાની ઉંમરના વિધાર્થી ચાકુથી હુમલો કરે તે રેડ સિગ્નલ છે. તેમણે એમ પણ કહ્યું કે, સોશિયલ મીડિયા જોઈને હીરોગીરી કરતા વિદ્યાર્થીઓ પર બાજ નજર રાખવી જોઈએ. અમે આજે અધિકારીઓ સાથે બેઠક કરશું . તેમણે કહ્યું કે, તટસ્થ તપાસ થાય એવી સૂચના આપી છે.

વિદ્યાર્થીઓ પાસે હથિયાર હોવું ચિંતાજનક બાબત છે - ડો. મનિષ દોશી

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા પર શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના નિવેદન બાદ હવે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનિષ દોશીએ નિવેદન કર્યુ છે. તેમણે કહ્યું છે કે, વર્ગખંડમાં આ બાળકો હથિયાર લઈને આવે તે ચિંતાજનક બાબત છે.  બાળકનું નિધન થયું તે ચિંતાનો વિષય છે.  વર્ગખંડમાં અહિંસા સહિતના ગાંધી વિચારના પાઠ શીખવવા જોઈએ. સરકાર, સામાજિક સંસ્થાઓએ બાળકોના સર્વાંગી વિકાસ પર ધ્યાન આપવું જોઈએ.

આમ આદમી પાર્ટીએ સમગ્ર ઘટના મુદ્દે સ્કૂલ પ્રશાસન પર કર્યા વાકપ્રહાર

સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓની મારામારીની ઘટનામાં ધોરણ-10 ના વિદ્યાર્થીનું આજે કરુણ મૃત્યુ થયું છે. આ ઘટના પર આમ આદમી પાર્ટીના પ્રવક્તા ડો. કરણ બારોટની પ્રતિક્રિયા સામે આવી છે.  કરણ બારોટે કહ્યું કે, અમદાવાદ શહેરમાં ગુનાખોરી વધી રહી છે. સ્કૂલ પ્રશાસનની બેદરકારીને કારણે આવી ઘટના બની છે. વાલીઓ દ્વારા પણ સ્કૂલ પ્રશાસનને અગાઉ જાણ કરી હતી. મસમોટી ફી વસૂલતી શાળામાં સુરક્ષા અભાવ જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 168 તાલુકામાં મેઘમહેર, જાણો કયા ખાબક્યો સૌથી વધુ વરસાદ

Tags :
Ahmedabad student violenceClass 10 student diesEducation MinisterGujarat FirstGUJARAT FIRST NEWSParents protestPrafulla PanseriaSeventh Day SchoolSeventh Day School ruckusSeventh Day School students fightSeventh Day School tragedystudent death
Next Article