ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: Khyati Hospital Scam મામલે મુખ્ય સૂત્રધાર કોર્ટમાં રજૂ, 10 દિવસના રિમાન્ડ મંજૂર

કૌભાંડના મુખ્ય સૂત્રધાર સાથેના કનેક્શન અંગે તપાસ થશે
12:30 PM Jan 19, 2025 IST | SANJAY
કૌભાંડના મુખ્ય સૂત્રધાર સાથેના કનેક્શન અંગે તપાસ થશે
khyati Hospital

Ahmedabad નાં બહુચર્ચિત 'ખ્યાતિકાંડ' (Khyati Hospital Scam) મામલે મુખ્ય સૂત્રધારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. જેમાં આરોપી કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરી પોલીસ તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી છે.  તેમાં કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તેમાં મુખ્ય સૂત્રધાર સાથેના કનેક્શન અંગે તપાસ થશે. તથા કેવી રીતે હોસ્પિટલમાં નુકસાની બતાવી તે અંગે તપાસ કરવામાં આવશે.

રિમાન્ડના મુખ્ય મુદ્દાઓ

- હોસ્પિટલ કૌભાંડનાં મુખ્ય સૂત્રધાર સાથેના કાર્તિકનાં કનેક્શન અંગે તપાસ
- નુકસાન બતાવ્યું હતું તે કેવી રીતે તે અંગે તપાસ
- મોટા પ્રમાણમાં PMJAY પ્રેક્ટિસ ચાલતી હતી જેના લીધે લોકોના જીવ ગયા તે અંગે તપાસ
- કેમ્પની પરવાનગી કંઈ રીતે મળતી તે અંગે તપાસ
- ઓપરેશનની પરવાનગી તાત્કાલિક કંઈ રીતે મળતી તે અંગે તપાસ
- કોની કોની મદદથી આ કૌભાંડ આચર્યું તેની તપાસ
- હેલ્થ વિભાગના કોની સાથે સંકળાયેલો હતો તે અંગે તપાસ

કાર્તિક પટેલની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા

કેમ્પની પરવાનગી કંઈ રીતે મેળતી હતી? તથા ઓપરેશનની પરવાનગી તાત્કાલિક કંઈ રીતે લીધી અને કોની કોની મદદથી આ કૌભાંડ આચર્યું તેમજ હેલ્થ વિભાગમાંથી કોની સાથે સંડોવણી હતી તેની પણ તપાસ થશે. ઉલ્લેખનીય છે કે કાર્તિક પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે, હવે કાર્તિક પટેલની (Kartik Patel) પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસ અનુસાર, શરૂઆતમાં કાર્તિક પટેલ વીડિયો કેસેટનો વ્યવસાય કરતો હતો. ત્યાર બાદ બિલ્ડર બન્યો અને શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી હતી.

પહેલા ઓસ્ટ્રેલિયા અને પછી દુબઇ ભાગી ગયો હતો આરોપી

અમદાવાદનાં 'ખ્યાતિકાંડ' (Khyati Hospital Scam) મામલે ગત મોડી રાતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કાર્તિક પટેલની ધરપકડ કરી હતી. 'ખ્યાતિકાંડ' બાદ છેલ્લા બે મહિનાથી કાર્તિક પટેલ ફરાર હતો. કાર્તિક પટેલ પાસેથી નવો મોબાઇલ પણ મળી આવ્યો છે. કાર્તિક પટેલની પૂછપરછમાં મસમોટા ખુલાસા થયા છે. આરોપીની તપાસ અનુસાર, 'ખ્યાતિકાંડ' પોલ ખૂલ્યા બાદ તે વિદેશ ભાગી ગયો હતો. કાર્તિક પટેલ પહેલા ઓસ્ટ્રેલિયા (Australia) અને બાદમાં દુબઈ ભાગી ગયો હતો. ફરાર કાર્તિક પટેલને પકડવા માટે લૂકઆઉટ નોટિસ પણ જાહેર કરાઈ હતી.

હોસ્પિટલમાં નુકસાન બતાવવા માટે ઊંચા ખર્ચનો ઉલ્લેખ કરાતો

ક્રાઈમ બ્રાન્ચ એસીપી ભરત પટેલે (Bharat Patel) પ્રેસ કોન્ફરન્સ યોજીને મીડિયાને જણાવ્યું કે, આ કેસમાં અત્યાર સુધી 8 આરોપી હતા, વધુ એક કાર્તિક પટેલની (Kartik Patel) ધરપકડ કરવામાં આવી છે. કાર્તિક પટેલના માર્ગદર્શનમાં જ હોસ્પિટલનું સંચાલન થતું હતું. હોસ્પિટલમાં નુકસાન બતાવવા માટે ઊંચા ખર્ચનો ઉલ્લેખ કરાતો હતો. જ્યારે, દર વર્ષે ડાયરેક્ટર અને અન્ય ડોકટરોની સેલરી પણ વધારાતી હતી. એસીપીએ કહ્યું કે, હાલ 33 બેન્ક એકાઉન્ટ ફોરેન્સિક ઓડિટ ચાલી રહ્યું છે. કાર્તિક પટેલ અંગે વાત કરતા ACP એ જણાવ્યું કે, શરૂઆતમાં કાર્તિક વીડિયો કેસેટનો વ્યવસાય કરતો હતો. જે બાદ બિલ્ડર બન્યો અને શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી હતી. 3 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા ગયો અને 11 નવેમ્બરે બનાવ બન્યો, જેથી તે ભારતની જગ્યાએ ન્યુઝીલેન્ડ અને ત્યાંથી દુબઇ (Dubai) ગયો. ઓસ્ટ્રેલિયાથી ઓનઅરાઈવલ વિઝા આધારે દુબઈ પહોંચ્યો હતો. કાર્તિક પટેલ સામે અત્યાર સુઘી 4 ફરિયાદ દાખલ થઈ છે. હાલ, આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. જણાવી દઈએ કે, ED અને IT વિભાગ પણ સમગ્ર મુદ્દે તપાસ કરી રહ્યુ છે.

આ પણ વાંચો : Saif ali khan News: ન્યૂઝ ચેનલ જોતો, લોકેશન બદલતો, મોબાઈલ પણ બંધ, સૈફના હુમલાખોરે કર્યા ખુલાસા

 

Tags :
GujaratGujarat First AhmedabadGujarat NewsGujarati NewsGujarati Top NewsKhyati Hospital ScamTop Gujarati News
Next Article