Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : નવા વાડજમાં AMTS બસ ડેપોની દીવાલ ધરાશાયી, 30 વર્ષીય યુવકનું મોત

તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં દીવાલ ન હટાવ્યાનો આરોપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ahmedabad   નવા વાડજમાં amts બસ ડેપોની દીવાલ ધરાશાયી  30 વર્ષીય યુવકનું મોત
Advertisement
  1. Ahmedabad AMTS બસ ડેપોની વર્ષો જૂની દીવાલ ધરાશાયી
  2. નવા વાડજમાં બસ ડેપોની વર્ષો જૂની દીવાલ ધરાશાયી
  3. કાટમાળ નીચે દબાયેલા 30 વર્ષનાં પિયૂષ ભરવાડનું મોત
  4. તંત્રને અનેક રજૂઆતો છતાં દીવાલ ન હટાવ્યાનો આરોપ

Ahmedabad : અમદાવાદનાં નવા વાડજ (Nava Vadaj) વિસ્તારમાં એક ગોઝારી દુર્ઘટના સર્જાઈ છે. નવા વાડજમાં AMTS બસ ડેપોની (AMTS Bus Depot) વર્ષો જૂની દીવાલ એકાએક ધરાશાયી થઈ છે. આ દુર્ઘટનામાં કાટમાળ નીચે આવી જતાં 30 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં દીવાલ ન હટાવ્યાનો આરોપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. અગાઉ પણ દીવાલ પડતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે.

આ પણ વાંચો - PM Modi's Birthday : આવતીકાલે 'સેવા દિવસ' તરીકે ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલનો ખાસ સંદેશ

Advertisement

Advertisement

Ahmedabad નવા વાડજમાં બસ ડેપોની વર્ષો જૂની દીવાલ ધરાશાયી, એકનું મોત

અમદાવાદનાં (Ahmedabad) નવા વાડજ વિસ્તારમાં આવેલ AMTS બસ ડેપોની વર્ષો જૂની દીવાલ અચાનક તૂટી પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ બનાવમાં 30 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું છે. કાટમાળ નીચે આવી યુવક પિયૂષ ભરવાડનું મોત થયું છે. ઘટનાને પગલે સ્થાનિક તંત્રની ટીમ અને પોલીસ ટીમ ત્યાં આપી પહોંચી છે અને કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જો કે, બીજી તરફ સ્થાનિકો દ્વારા તંત્રની બેદરકારીનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો - દિવ્યાંગ ઉમેદવારો માટે ખુશખબર , GSRTCમાં 571 દિવ્યાંગ ઉમેદવારોની કંડકટર કક્ષા માટે ભરતી કરાશે

પરિવારજનો અને રહીશોએ તંત્રની બેદરકારી ગણાવી

આરોપ અનુસાર, અગાઉ અનેક વખત રજૂઆતો કરવા છતાં વર્ષો જૂની જર્જરિત દીવાલ હટાવવામાં ન આવતા તે તૂટી પડી અને યુવકનું મોત નીપજ્યું છે. તંત્રની બેદરકારીએ યુવકનો ભોગ લીધો હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે. મૃતક યુવકના પરિવારજનો અને રહીશોએ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે અને જવાબદારો સામે કાર્યવાહી કરી ન્યાયની માગ કરી છે. રહીશોએ જણાવ્યું કે, અગાઉ પણ દીવાલ પડતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા પરંતુ, તેમ છતાં તંત્ર દ્વારા આ અંગે ગંભીરતા સમજી કાર્યવાહી કરવામાં આવી નહોતી.

આ પણ વાંચો - જૂનાગઢ કેશોદમાં નિવૃત નાયબ મામલતદારે કૂવામાં ઝંપલાવીને જીવન ટુંકાવ્યું

Tags :
Advertisement

.

×