ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : Dr. K.C. Barot લિખિત 'બ્રહ્મભટ્ટ સંહિતા' પુસ્તકની બીજી આવૃત્તિનું વિમોચન થયું

કેબિનેટમંત્રી જગદીશ વિશ્વકર્મા, નિવૃત્ત પોલિસ અધિકારી આર.બી. બ્રહ્મભટ્ટ, પૂર્વ AMC સ્ટે. કમિટી ચેરમેન હિતેશ બારોટ સહિત સમાજનાં અગ્રણીઓ હાજર રહ્યા.
11:23 PM Jan 18, 2025 IST | Vipul Sen
કેબિનેટમંત્રી જગદીશ વિશ્વકર્મા, નિવૃત્ત પોલિસ અધિકારી આર.બી. બ્રહ્મભટ્ટ, પૂર્વ AMC સ્ટે. કમિટી ચેરમેન હિતેશ બારોટ સહિત સમાજનાં અગ્રણીઓ હાજર રહ્યા.
Brahmbhatt Samhita_Gujarat_first
  1. Ahmedabad માં 'બ્રહ્મભટ્ટ સંહિતા' પુસ્તકનું વિમોચન કરાયું (Dr. K.C. Barot)
  2. AMA ખાતે ડોક્ટર કે.સી. બારોટ લિખિત પુસ્તકનું વિમોચન કરાયું
  3. 'બ્રહ્મભટ્ટ સંહિતા' પુસ્તકની બીજી આવૃત્તિનું વિમોચન થયું
  4. કેબિનેટમંત્રી જગદીશ વિશ્વકર્મા, આર.બી. બ્રહ્મભટ્ટ, હિતેશ બારોટ ઉપસ્થિત રહ્યા

ડોક્ટર કે.સી. બારોટ (Dr. K.C. Barot) દ્વારા લિખિત 'બ્રહ્મભટ્ટ સંહિતા' પુસ્તકનું આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. આ તેમની દ્વિતીય આવૃત્તિ છે. ડૉ. કે. સી. બારોટ જેઓ એલ.ડી.આર્ટસ કોલેજ ઇતિહાસ વિભાગનાં અધ્યક્ષ અને ગુજરાત ઇતિહાસ પરિષદનાં પણ અધ્યક્ષ રહી ચૂક્યા છે. આ પુસ્તકમાં લેખકે બ્રહ્મભટ્ટ સમાજનાં (Brahmbhatt Samaj) ઇતિહાસને આબેહૂબ કંડાર્યો છે.

લેખક કે.સી. બારોટનું (Dr. K.C. Barot) કહેવું છે કે, આ પુસ્તક થકી આજની યુવા પેઢીને કંઈ રીતે બ્રહ્મભટ્ટ સમાજનું ઉત્થાન થયું ? અને વર્ષ 1818 થી વર્ષ 1947 સુધીનાં ઇતિહાસની તમામ માહિતી આ પુસ્તક થકી મળી રહેશે. બ્રહ્મભટ્ટ સમાજનો (Brahmbhatt Samaj) ઇતિહાસ તેનો ગૌરવ આજની પેઢી સમજી શકે, તેનો એક સાર્થક પ્રયાસ આ દ્વિતીય આવૃત્તિમાં કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતની સાંસ્કૃતિક પરંપરા અને પરિવર્તનમાં બ્રહ્મભટ્ટ જ્ઞાતિનું પ્રદાન શું રહ્યું તે જાણી શકાશે. બ્રહ્મભટ્ટ સંહિતા પુસ્તકનાં વિમોચન કાર્યક્રમમાં કેબિનેટમંત્રી જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma), નિવૃત્ત પોલિસ અધિકારી આર.બી. બ્રહ્મભટ્ટ (R.B. Brahmbhatt), પૂર્વ AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ (Hitesh Barot) સહિત બ્રહ્મભટ્ટ સમાજનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Tags :
AhmedabadAhmedabad Management AssociationAMABrahmbhatt SamajBrahmbhatt SamhitaBreaking News In GujaratiDr. K.C. BarotGujarat FirstGUJARAT FIRST NEWSGujarat History CouncilGujarati breaking newsGujarati NewsHitesh BarotJagdish VishwakarmaL.D. Arts CollegeLatest News In GujaratiNews In GujaratiR.B. Brahmabhatta
Next Article