Ahmedabad : આંબાવાડીમાં શ્રેયસ ટેકરા પાસે એક સાથે 26 ગાડીનાં ટાયર ચીરી નાખ્યા!
- શહેરમાં આંબાવાડી વિસ્તારમાં ફરી જોવા મળ્યો લુખ્ખા તત્વોનો આતંક
- એક સાથે 26 ગાડીઓનાં ટાયર ફાડી લુખ્ખા તત્વો ફરાર
- પોલીસ રાતે પેટ્રોલિંગ કરતી નથી, રહીશોનો આરોપ
Ahmedabad : શહેરમાં દિવસેને દિવસે અસામાજિક તત્વોને છૂટો દોર મળ્યો હોય અને આતંક વધતો હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદનાં આંબાવાડી (Ambawadi) વિસ્તાર નજીક શ્રેયસ ટાવર પાસેની સોસાયટીનાં રહીશોની 26 જેટલી ગાડીઓનાં ટાયર ચીર ફાળવવામાં આવ્યા છે. શ્રેયસ ટેકરા આંબાવાડીનાં રહીશો આ બાબતે સવારે જ્યારે જોવે છે તો ગાડીનાં ટાયરોમાં હવાનાં હોવાથી ચેક કર્યું તો એક-બે નહીં પણ આ વિસ્તારની 26 ગાડીઓનાં ટાયર ચીરવામાં આવ્યા હતા, જેને કારણે સોસાયટીનાં રહીશોમાં રોષ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો - Ahmedabad : નાઇજિરિયાના પૂર્વ વિદેશમંત્રી સાથે પ્રતિનિધિ મંડળ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાતે
બે બાઇકસવારે ગાડીઓનાં ટાયર ચીર્યા હોવાનો આરોપ
આ વિસ્તારનાં રહીશોનાં અનુમાન મુજબ, રાત્રિનાં 1 વાગે 2 બાઇકસવાર આવી અને 26 ગાડીઓનાં ટાયર તીક્ષ્ણ વસ્તું વડે ફોડીને જતા રહ્યા હશે. એક મહિલાનાં જણાવ્યા મુજબ, તેણીએ રાત્રિ દરમિયાન ઘરની બારીની બહાર જોયું તો 2 બાઇકસવાર આ ઘટનાને અંજામ આપી નાસી છૂટ્યા હતા. રહીશોનો આરોપ છો કે આ વિસ્તારમાં પોલીસનું (Ahmedabad Police) પેટ્રોલિંગ થતું નથી, જે જરૂરી છે. જો રાત્રે પેટ્રોલિંગ થાય તો આવી ઘટનાઓ બનતા અટકે અને આવા અસમાજિક તત્વોની તપાસ કરી ઓળખ કરી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. નોંધનીય છે કે શહેરમાં અગાઉ પણ ખુલ્લી તલવારો સાથે લોકો આતંક ફેલાવતા હોય તેવા કિસ્સા સામે આવ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવતા શહેરીજનોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
અહેવાલ : સચિન કડીયા, અમદાવાદ
આ પણ વાંચો - VADODARA : બાયોમેડિકલ વેસ્ટના નિકાલ મામલે સ્ટર્લિંગ હોસ્પિટલ વિરૂદ્ધ આકરી કાર્યવાહી


