Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad માંથી સિંગલ ઓર્ડરથી બદલી કરાયેલા બે PI ને વડોદરામાં મુકાયા

Ahmedabad : રાજ્યના પોલીસ વડાએ ચાંદખેડાના પીઆઇ નિકુંજ સોલંકી અને કૃષ્ણનગરના પીઆઇ અભિષેક ધવનની સિંગલ ઓર્ડરથી બદલી કરી દીધી
ahmedabad માંથી સિંગલ ઓર્ડરથી બદલી કરાયેલા બે pi ને વડોદરામાં મુકાયા
Advertisement
  • રાજ્યના ડીજીપીના ઓર્ડરથી ડિપાર્ટમેન્ટમાં ચર્ચા જાગી
  • સિંગલ ઓર્ડરથી બે પીઆઇને વડોદરામાં મુકાયા
  • બંને પીઆઇના પત્ની અમદાવાદ પોલીસમાં ડીસીપી છે

Ahmedabad : અમદાવાદ શહેરમાંથી બે પોલીસ ઇન્સ્પેક્ટરને સિંગલ ઓર્ડરથી (Ahmedabad PI Transfer) બદલી કરીને વડોદરા ખાતે મુકાતા આશ્ચર્ય સર્જાયું છે. રાજ્યના પોલીસ વડાએ આ ઓર્ડર (Single Order Transfer) કર્યો છે. બંની પીઆઇના પત્ની પોલીસ ખાતામાં ઉચ્ચ પદ પર તૈનાત છે. અચાનક જ બંને પીઆઇની વડોદરા (PI Transfer Vadodara) ખાતે બદલી કરી દેવામાં આવી છે. જીએડીના પરિપત્ર અનુસાર, પતિ-પત્નીને નજીકમાં જ નોકરીનું પોસ્ટીંગ આપવામાં આવે છે.

Advertisement

અચાનક વડોદરા ખાતે બદલી કરી દેવામાં આવી

પોલીસ વિભાગમાં બદલી કોઇ નવી વાત નથી. પરંતુ તાજેતરમાં રાજ્યના પોલીસ વડાએ (Gujarat DGP) સિંગલ ઓર્ડરથી કરેલી બદલીએ (Single Order For PI Transfer) ચર્ચા જગાવી છે. તાજેતરમાં રાજ્યના પોલીસ વડાએ અમદાવાદ શહેરના બે પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી સિંગલ ઓર્ડરથી વડોદરા ખાતે કરી છે. જેમાં ચાંદખેડાના પીઆઇ નિકુંજ સોલંકી અને કૃષ્ણનગરના પીઆઇ અભિષેક ધવનનો સમાવેશ થાય છે. ચાંદખેડાના પીઆઇ નિકુંજ સોલંકીના પત્ની અમદાવાદ ફરજ બજાવતા ડીસીપી ઝોન - 3 રૂપલ સોલંકી છે. અને કૃષ્ણનગરના પીઆઇ અભિષેક ધવનના પત્ની ડીસીપી કંટ્રોલ રીમા મુન્શી છે. ઉપરોક્ત પીઆઇની અચાનક વડોદરા ખાતે બદલી કરી દેવામાં આવી છે.

Advertisement

પતિ-પત્નીને નજીકમાં જ નોકરીનું પોસ્ટીંગ

બંનેની બદલીના પરિપત્રમાં રિમાર્કસમાં જાહેરહિત લખવામાં આવ્યું છે. આજે રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા આ બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે, સાથે જ બંનેને તાત્કાલિક અસરથી છુટ્ટા થઇને હાજર થવા જણાવાયું છે. આ ઓર્ડરને પગલે પોલીસ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ ચર્ચાઓએ સ્થાન લીધું છે. જો કે, જીએડીના પરિપત્ર અનુસાર, પતિ-પત્નીને નજીકમાં જ નોકરીનું પોસ્ટીંગ આપવામાં આવે છે.

આ પણ વાંચો ------ ભાજપ ધારાસભ્ય Hardik Patel ની મુશ્કેલીમાં વધારો : વધુ એક ધરપકડ વોરંટ ઇસ્યુ

Tags :
Advertisement

.

×