Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : બાપુનગરમાં સભા બાદ શહેરનાં જાણીતા ડોક્ટર્સ સાથે કેન્દ્રીયમંત્રી જે.પી.નડ્ડાની મુલાકાત

સભા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ હેલ્થકેર એકસિલેન્સ ડાયલોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો
ahmedabad   બાપુનગરમાં સભા બાદ શહેરનાં જાણીતા ડોક્ટર્સ સાથે કેન્દ્રીયમંત્રી જે પી નડ્ડાની મુલાકાત
Advertisement
  1. Ahmedabad માં સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત સભા યોજાઈ
  2. ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાની હાજરીમાં વિશાળ જનસભા
  3. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સાંસદ, ધારાસભ્ય પણ હાજર
  4. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ ડોક્ટર સાથે કરી ચર્ચા
  5. હેલ્થકેર એકસિલેન્સ ડાયલોગ કાર્યક્રમમાં તબીબો સાથે ચર્ચા

અમદાવાદનાં (Ahmedabad) બાપુનગર વિસ્તારમાં સંવિધાન ગૌરવ અભિયાન (Samvidhan Gaurav Abhiyan) અંતર્ગત વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા (J.P. Nadda), સહિત સાંસદ, ધારાસભ્ય અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ સભા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ અમદાવાદનાં પ્રખ્યાત ડોક્ટરો સાથે ચર્ચા કરી હતી.

આ પણ વાંચો - CM Bhupendra Patel નો મહત્ત્વનો નિર્ણય! કાલુપુર, સાળંગપુર રેલવે ઓવરબ્રિજ, રાધનપુર બ્રિજ માટે રૂ.272.75 કરોડ મંજૂર

Advertisement

Advertisement

સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત વિશાળ સભાનું આયોજન

અમદાવાદનાં બાપુનગર પોલીસ સ્ટેશન પાસે આંબેડકર ચોક ખાતે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત વિશાળ સભાનું આયોજન કરાયું હતું. આ સભામાં ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિત સાંસદ, ધારાસભ્ય અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ સભામાં ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે, PM મોદીના (PM Modi) નેતૃત્વમાં કલમ 370 હટાવાઈ, OBC ને સંવૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો, મેડિકલમાં OBC ને 27 ટકાનું રિઝર્વેશન અપાયું. જે.પી. નડ્ડાએ આગળ કહ્યું કે, જમ્મુ ક્શ્મીરમાં પણ વાલ્મિકી ભાઈઓને રિઝર્વેશન મળ્યું. જમ્મુ ક્શ્મીરમાં પહેલીવાર ભારતનાં સંવિધાન પર શપથ લેવાયા.

આ પણ વાંચો - Mahakumbh 2025: વડાપ્રધાનના ભત્રીજા સચિન મોદીને લાગ્યો મહાકુંભનો રંગ, પ્રયાગરાજમાં લલકાર્યા કબીરના ભજન

જે.પી. નડ્ડાએ હેલ્થકેર એકસિલેન્સ ડાયલોગ કાર્યક્રમમાં ભાગ લીધો

બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ભારતનું બંધારણ નાગરિકધર્મ નિભાવવામાં પથદર્શક છે. સંવિધાનમાં બાબા સાહેબ આંબેડકરનું આગવું યોગદાન રહ્યું છે. ભાજપે સંવિધાનને સર્વોચ્ચ ગણી, રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપી છે અને PM મોદીની પ્રેરણાથી 26 નવેમ્બરે બંધારણ દિવસની ઉજવણી કરાય છે. જણાવી દઈએ કે, આ સભા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ હેલ્થકેર એકસિલેન્સ ડાયલોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને શહેરનાં (Ahmedabad) જાણીતા તબીબો સાથે ચર્ચા કરી હતી. રાજ્યનાં સ્વાસ્થ્યમંત્રી ઋષિકેશ પટેલ (Rushikesh Patel) પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ઉપરાંત, આ કાર્યક્રમમાં પદ્મશ્રી, પદ્મભૂષણ મેળવનાર ડોક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતને મેડિકલ ટુરિઝમમાં કામગીરી બાબતે વિશેષ ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો - VADODARA : રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાના સંકેત

Tags :
Advertisement

.

×