ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : વસ્ત્રાલમાં રાતે લુખ્ખા તત્વોનો આતંક, વાહનોમાં તોડફોડ કરી, લોકો પર હુમલો કર્યો!

અમદાવાદ શહેરમાં લુખ્ખા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેમ બેફામ બની વસ્ત્રાલમાં રાતે ભારે ધમાલ મચાવી છે.
12:53 AM Mar 14, 2025 IST | Vipul Sen
અમદાવાદ શહેરમાં લુખ્ખા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેમ બેફામ બની વસ્ત્રાલમાં રાતે ભારે ધમાલ મચાવી છે.
Ahmedabad_Gujarat_first
  1. Ahmedabad શહેરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ!
  2. વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ પાર્ક વાહનોમાં કરી તોડફોડ
  3. શાશ્વત-2 સોસાયટીમાં લોકોની કારમાં કરાઈ તોડફોડ
  4. જાહેર રોડ પર કાર સાથે જઈ રહેલા લોકો પર પણ હુમલો

અમદાવાદ શહેરમાં (Ahmedabad) ફરી એકવાર અસામાજિક તત્વો આતંક સામે આવ્યો છે. મેગા સિટી કહેવાતા અમદાવાદ શહેરમાં લુખ્ખા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેમ બેફામ બની વસ્ત્રાલ વિસ્તારમાં (Vastral) રાતે ભારે ધમાલ મચાવી છે અને પાર્ક ગાડીઓમાં તોડફોડ કરી છે. 15 થી 20 લોકોનાં ટોળાએ કારમાં તોડફોડ કરી હોવાની માહિતી છે.

આ પણ વાંચો - Vikram Thakor : 'મને ન બોલાવ્યો એનું દુ:ખ નથી પણ બે સમાજનાં કલાકાર કેમ નહીં ?'

વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ પાર્ક વાહનોમાં કરી તોડફોડ

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદનાં (Ahmedabad) વસ્ત્રાલ વિસ્તારમાં એકવાર ફરી અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. 15 થી 20 લોકોનાં ટોળાએ શાશ્વત-2 સોસાયટીમાં પાર્ક કારોમાં તોડફોડ કરી અને ત્યાર બાદ બદમાશો ફરાર થયા હતા. મોડી રાતે ગાડીઓમાં તોડફોડની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ સ્થળે પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Staff Nurse ની વિવાદિત આન્સર કીનો વિવાદ ઠર્યો નથી ત્યાં ફાઈનલ આન્સર કી જાહેર!

જાહેર રોડ પરથી કારમાં પસાર થતા લોકો પર પણ હુમલો કર્યાનો આરોપ

એવી પણ માહિતી સામે આવી છે કે આ લુખ્ખા તત્વોએ જાહેર રોડ પરથી કારમાં પસાર થતા લોકો પર પણ હુમલો કર્યો હતો. કારચાલકો પર છરીઓ, પાઈપ અને તલવારોથી હુમલા કર્યા હોવાના આરોપ છે. અસામાજિકોનાં આતંકનો ફ્લેટનાં રહીશોએ વીડિયો પણ બનાવ્યો છે. આ વીડિયોમાં જાહેર રોડ પર આતંક મચાવનારા અસામાજિક તત્વો કેદ થયા છે. આરોપીઓએ રસ્તા પરથી પસાર થતાં લોકોને પણ બાનમાં લીધા હતા. સ્થાનિક રહીશોમાં બદમાશોનો ડર જોવા મળી રહ્યો છે. આ મામલે પોલીસ ત્વરિત પગલાં લે અને આરોપીઓને ઝડપી કડક કાર્યવાહી કરે તેવી માગ સ્થાનિકોએ ઉચ્ચારી છે.

આ પણ વાંચો - Holi 2025 : કેન્દ્રીય જળશક્તિમંત્રી CR પાટીલે હોળી પર્વ નિમિત્તે નાગરિકોને કરી આ ખાસ અપીલ

Tags :
AhmedabadAhmedabad Policeanti-social elementsCrime NewsGUJARAT FIRST NEWSTop Gujarati NewsVastral
Next Article