Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: ઉર્વીશભાઈની ખોટ પડશે પણ તેમનું હૃદય, 2 કિડની અને 1 લીવરનાં દાનથી 4 વ્યક્તિમાં જીવશે, જાણો અંગદાનની કહાની

Ahmedabad Organ Donation: 29 વર્ષીય ઉર્વીશ શાહ કાર અકસ્માતમાં બ્રેઈન ડેડ જૈન પરિવારે 'સાચી શ્રદ્ધાંજલિ' માની અંગદાન (Organ Donation) નો નિર્ણય કર્યો હૃદય, 2 કિડની, લીવર સહિત 4 મુખ્ય અંગોનું દાન કરાયું અંગદાન થકી  4 લોકોને નવજીવન મળશે પરિવારે...
ahmedabad  ઉર્વીશભાઈની ખોટ પડશે પણ તેમનું હૃદય  2 કિડની અને 1 લીવરનાં દાનથી 4 વ્યક્તિમાં જીવશે  જાણો અંગદાનની કહાની
Advertisement
  • Ahmedabad Organ Donation: 29 વર્ષીય ઉર્વીશ શાહ કાર અકસ્માતમાં બ્રેઈન ડેડ
  • જૈન પરિવારે 'સાચી શ્રદ્ધાંજલિ' માની અંગદાન (Organ Donation) નો નિર્ણય કર્યો
  • હૃદય, 2 કિડની, લીવર સહિત 4 મુખ્ય અંગોનું દાન કરાયું
  • અંગદાન થકી  4 લોકોને નવજીવન મળશે
  • પરિવારે લોકોને અંગદાન કરવા માટે અપીલ કરી
Organ Donation in Ahmedabad:અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા જૈન પરિવારના 29 વર્ષીય ઉર્વીશભાઈ શાહ (Urvish Shah) નો ગાંધીનગરમાં કારનું ટાયર ફાટતાં અકસ્માત થયો હતો. ઉર્વીશભાઈ બ્રેઈન ડેડ (Brain Dead) થયા હોવાનું તબીબોએ નિદાન કર્યું હતું. ઉર્વીશભાઈના બ્રેઈન ડેડથી પરિવારને ખોટ પડી છે પણ તેમનાં અંગદાન (Organ Donation) થી 4 લોકોને નવજીવન મળશે. એ વિચારીને પરિવારનો નિર્ણય કર્યો હતો તેમના અંગદાન થકી હૃદય, 2 કિડની અને 1 લીવરનું દાન કરાયું છે જ્યારે 2 ચક્ષુ પણ અપાયા છે.
પરિવારના સુવિચારથી ઉર્વીશભાઈને સાચી શ્રદ્ધાંજલિ

ઉર્વેશભાઈના પરિવારે અંગદાન જ સાચી શ્રદ્ધાંજલિ છે તેવું આસ્થા રાખી અંગદાન કર્યું. ઉર્વીશભાઈનાં પત્ની ક્રિયા શાહના જણાવ્યા અનુસાર એપોલોમાં પરિવારની હાજરીમાં એપનિયા ટેસ્ટ કર્યા બાદ સાંજે 6 વાગે બ્રેઈન ડેડ હોવાની જાણ થઇ હતી.જો તેમના અંગોનું દાન કરાય તો ઉર્વીશભાઈનાં અંગો અન્ય લોકોમાં જીવતાં રહે આવા સુવિચાર થકી અંગેનો નિર્ણય કર્યો અને ઉર્વીશભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપી.

Advertisement

પરિવારે શું કહ્યું?

Advertisement

સોમવારે સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ આવીને ઉર્વીશ શાહના તમામ અંગ દાન માટે લઈ ગયા હતા. એ પછી મંગળવારે પરિવારે ઉર્વીશભાઈની અંતિમ ક્રિયા કરી હતી. પરિવારના જણાવ્યા મુજબ જો આ રીતે અંગદાન કરવામાં આવે તો આકસ્મિક મૃત્યુ પામેલી વ્યક્તિ આપણી વચ્ચે જીવિત રહેશે તેથી સમાજમાં આ પ્રકારની ઘટનાઓ બને તો અંગદાન ચોક્કસ કરવું જોઈએ તેવી પરિવારે અપીલ કરી હતી.

ઉર્વીશ શાહનું અંગદાન માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પણ સમગ્ર સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહેશે, જે દર્શાવે છે કે આસ્થા અને માનવતાના બળે દુઃખના સમયમાં પણ કેવી રીતે જીવનનું સર્જન થઈ શકે છે.

અહેવાલ: સંજય જોશી

આ પણ વાંચોઃ 'આખા જૂનાગઢમાં રેલવે ક્રોસિંગ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા', જાણો સાંસદ Shaktisinh Gohil એ શું કરી માંગ?

Tags :
Advertisement

.

×