Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : Gujarat University માં તોડફોડ, ફર્નિચર, કોમ્પ્યુટર, દરવાજો તોડ્યા!

આ ઘટનાને પગલે યુનિવર્સિટીમાં સુરક્ષાને લઈ ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.
ahmedabad   gujarat university માં તોડફોડ  ફર્નિચર  કોમ્પ્યુટર  દરવાજો તોડ્યા
Advertisement
  1. Ahmedabad માં Gujarat University કેમ્પસમાં તોડફોડની ઘટના
  2. યુનિવર્સિટી પરીક્ષામાં આવેલા બોર્ડની ડિપાર્ટમેન્ટમાં તોડફોડ થઈ
  3. પૂર્વ કર્મચારીએ જૂની અદાવત રાખી તોડફોડ કરી હોવાની પ્રાથમિક માહિતી
  4. ઓફિસમાં ટેબલ, દરવાજો તોડ્યા, કારનાં કાંચ તોડ્યા, સુરક્ષા સામે સવાલ

Ahmedabad : ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં (Gujarat University Campus) તોડફોડ થઈ હોવાની ઘટના બની હોવાની ચોંકાવારી માહિતી સામે આવી છે. યુનિવર્સિટી પરીક્ષામાં આવેલા બોર્ડની ડિપાર્ટમેન્ટમાં પૂર્વ કર્મચારીએ જૂની અદાવત રાખીને તોડફોડ કરી હોવાની પ્રાથમિક વિગતો છે. ઓફિસમાં તોડફોડ થઈ હોવાની કેટલીક તસવીરો પણ સામે આવી છે. આ ઘટનાને પગલે યુનિવર્સિટીમાં સુરક્ષાને લઈ ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચો - Kutch : 'વહેલી તકે ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપો, જનતામાં રોષ ફેલાશે તો..!'

Advertisement

Advertisement

Gujarat University માં પૂર્વ કર્મચારીએ તોડફોડ કરી હોવાની ઘટના!

અમદાવાદની (Ahmedabad) જૂની અને જણીતા ગુજરાત યુનિવર્સિટીનાં કેમ્પસમાં તાજેતરમાં તોડફોડની ઘટના બની હોવાની માહિતી સામે આવી છે, જેમાં યુનિવર્સિટીનાં પરીક્ષા વિભાગના બોર્ડની ડિપાર્ટમેન્ટની ઓફિસમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટના યુનિવર્સિટીનાં એક પૂર્વ કર્મચારીએ જૂની અદાવતને કારણે કરી હોવાનું માનવામાં આવે છે. આ ઘટનાએ યુનિવર્સિટી પરિસરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઊભા થયા છે. આ અંગે હવે યુનિવર્સિટી તંત્ર દ્વારા શું પગલા લેવામાં આવશે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો - Vadodara : શ્રીજીની મૂર્તિ પર ઈંડુ ફેંકવા મામલે સાદિકા સિંધીની ધરપકડ, સત્તાપક્ષ જોડે ઘરોબાની ચર્ચા

યુનિવર્સિટીમાં સુરક્ષાને લઈ ઊભા થયા સવાલ!

પરંતુ, એક પૂર્વ કર્મચારી દ્વારા આવી ઘટના આયોજનપૂર્વક કરવામાં આવી હોવાનું મનાતા, યુનિ.માં સુરક્ષા પ્રોટોકોલની ચોકસાઈ અને પરિસરમાં પ્રવેશ-નિયંત્રણની વ્યવસ્થા પર ફરીથી ધ્યાન આપવાની જરૂર છે. યુનિવર્સિટીએ જણાવ્યું છે કે તેઓ આ ઘટનાને ગંભીરતાથી લઈ રહ્યા છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થામાં સુધારો કરશે.

આ પણ વાંચો - પોપટ સોરઠીયા હત્યા કેસમાં Aniruddhsinh Ribda જેલમાં મુક્ત થયા બાદ ત્રણ ગુનામાં આરોપી બન્યા, બેમાં ચૂપચાપ ધરપકડ અને એકમાં બાકી

Tags :
Advertisement

.

×