Ahmedabad : સોલા સિવિલની મહિલા તબીબની દબંગાઈનો Video વાઇરલ, આરોગ્ય વિભાગની તપાસ
- Ahmedabad માં દાદાગીરી કરનારી મહિલા તબીબ સામે એક્શન!
- આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ આપ્યા તપાસનાં આદેશ
- સમગ્ર વીડિયો અંગે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી
- સોલા સિવિલ હોસ્પિટલની ઘટના અંગે તપાસ કરી રિપોર્ટ અપાશે
Ahmedabad : અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં (Sola Civil Hospital) મહિલા ડોક્ટરની દાદાગીરીનો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં મહિલા ડોક્ટર 'દર્દીને સારવાર નહીં કરૂં' કહીને મોબાઈલ પડાવવાનો પ્રયાસ કરતા હોય તેમ નજરે પડે છે. આ વાઇરલ વીડિયો (Viral Video) મામલે હવે તપાસનાં આદેશ કરાયા છે. આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ (Prafulbhai Panseriya) તપાસનાં આદેશ કર્યા છે. આ સાથે સમગ્ર વાઇરલ વીડિયો અંગે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે અને રિપોર્ટ આપશે.
આ પણ વાંચો - Jamnagar : લાલપુર પંથકમાં ગોજારી દુર્ઘટના, વીજ કરંટથી એક જ પરિવારના 3 સભ્યનાં મોત
Ahmedabad માં સોલા સિવિલની મહિલા તબીબની દાદાગીરીનો વીડિયો વાઇરલ!
અમદાવાદની (Ahmedabad) સોલા સિવિલની મહિલા ડોક્ટરનો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં મહિલા ડોક્ટર ખૂબ જ ગુસ્સામાં નજરે પડે છે અને સિવિલનાં સિક્યુરિટી ગાર્ડને પણ મહિલા તબીબ ખખડાવતા નજરે પડે છે. વાઇરલ વીડિયોમાં મહિલા ડોક્ટર દર્દીનાં સગાને 'હું તમારા બાળકની સારવાર નહીં કરૂં' તેમ કહી મોબાઇલ પડાવવાનો પ્રયાસ કરતા નજરે પડે છે. જે બાદ દર્દીનાં સગાઓ દ્વારા મહિલા ડોક્ટરનો વિરોધ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચૌધરી સમાજના દંપતી સહિત 4 જણાને તહેરાનમાં બંધક બનાવી ખંડણી માગવામાં આવી
આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ આપ્યા તપાસનાં આદેશ
સોલા સિવિલનાં રેસિડન્ટ તબીબની દબંગાઈનો આ વીડિયો (Sola Civil Hospital Viral Video) સામે આવતા હવે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ (Prafulbhai Panseriya) તપાસનાં આદેશ આપતા આરોગ્ય વિભાગે વાઇરલ વીડિયો અંગે તપાસ તેજ કરી છે. સોલા સિવિલ હોસ્પિટલની ઘટના અંગે તપાસ કરી રિપોર્ટ અપાશે. માહિતી અનુસાર, હરીશ ચાવડા નામની વ્યક્તિ દીકરીની સારવાર માટે સોલા સિવિલ લઈ ગયા હતા. જો કે, ગુજરાત ફર્સ્ટ (Gujarat First) આ વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતુ નથી.
આ પણ વાંચો - Rain in Jamnagar : જામનગર, લાલપુર અને જામજોધપુરમાં કમોસમી વરસાદનો કહેર!