Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : આજથી Weightlifting Championship નો શુભારંભ, 30 દેશના 291 ખેલાડી ભાગ લેશે

યુથ, જુનિયર અને સિનિયર શ્રેણીમાં ચેમ્પિયનશિપ યોજાશે. આ ચેમ્પિયનશિપમાં કુલ 30 દેશના 291 જેટલા ખેલાડીઓ ભાગ લેશે.
ahmedabad   આજથી weightlifting championship નો શુભારંભ  30 દેશના 291 ખેલાડી ભાગ લેશે
Advertisement
  1. Ahmedabad માં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનો પ્રારંભ
  2. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા સહિત અન્ય અગ્રણીઓ હાજર રહ્યા
  3. 24 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાશે
  4. યુથ, જુનિયર અને સિનિયર શ્રેણીમાં ચેમ્પિયનશિપ યોજાશે
  5. કુલ 30 દેશના 291 ખેલાડીઓ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે

Weightlifting Championship 2025 : અમદાવાદમાં (Ahmedabad) વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો છે. આજથી એટલે કે 24 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. જે હેઠળ યુથ, જુનિયર અને સિનિયર શ્રેણીમાં ચેમ્પિયનશિપ યોજાશે. આ ચેમ્પિયનશિપમાં કુલ 30 દેશના 291 જેટલા ખેલાડીઓ ભાગ લેશે. એક શ્રેણીમાં બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ એમ ત્રણ મેડલ અપાશે.

આ પણ વાંચો - Gandhinagar : સંત સરોવર ડેમના તમામ 21 દરવાજા ખોલાયા, 28 ગામમાં એલર્ટ જાહેર

Advertisement

Advertisement

30 ઓગસ્ટ સુધી Weightlifting Championship યોજાશે, 291 ખેલાડી ભાગ લેશે

અમદાવાદમાં આવેલ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં (Veer Savarkar Sports Complex) કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) સહિત અન્ય અગ્રણીઓની હાજરીમાં આજથી એટલે કે 24 ઓગસ્ટથી વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો છે. આ ચેમ્પિયનશિપ 30 ઓગસ્ટ સુધી એટલે કે 7 દિવસ સુધી યોજાશે. આ ચેમ્પિયનશિપ હેઠળ યુથ, જુનિયર અને સિનિયર વર્ગમાં ખેલાડીઓ ભાગ લેશે. માહિતી અનુસાર, વિશ્વભરમાંથી કુલ 30 દેશના 291 જેટલા ખેલાડીઓ આ ચેમ્પિયનશિપમાં (Weightlifting Championship 2025) ભાગ લેશે. વિજેતાઓને ક્રમ મુજબ બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરાશે. માહિતી અનુસાર, કુલ 144 મેડલ પૈકી 72 મેડલ પુરુષ અને 72 મેડલ મહિલા ખિલાડીઓને આપવામાં આવશે.

આ પણ વાંચો - રાજકોટ, ધોરાજી અને દ્વારકામાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો : નદી કાંઠાના ગામોને એલર્ટ

PM મોદીએ દેશમાં સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કર્યું : મનસુખ માંડવિયા

આ પ્રસંગે કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ગેમ્સ- 2025 માટે આજે ખુશીનો અવસર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) દેશમાં સ્પોર્ટ્સ ઇકો સિસ્ટમને આગળ ધપાવવા માટે દેશમાં સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કર્યું છે. પીએમ મોદીનાં નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારની નવી સ્પોર્ટ્સ પોલિસી ભવિષ્યની દિશા નક્કી કરે છે. આગામી સમયમાં દેશને ઓલિમ્પિકનાં (Olympics) આયોજન માટે તૈયાર કરવાનું છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, પીએમ મોદી વિવિધ રમતો માટે પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે.

આ પણ વાંચો - ભરૂચના દહેજમાં વિદેશી દારૂ ભરેલો આઈસર ટેમ્પો ઝડપાયો : પોલીસે ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

Tags :
Advertisement

.

×